________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : એ પ્રજ્ઞા રિયલની જ શક્તિ છે પણ બહાર પડેલી શક્તિ છે. એ જ્યારે રિલેટિવ ના હોય ત્યારે આત્મામાં એકાકાર થઈ જાય.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા રિલેટિવ છે કે રિયલ છે ?
દાદાશ્રી : ‘રિલેટિવ રિયલ’ છે. જ્યારે એનું કામ પૂરું થઈ જાય છે એટલે મૂળ જગ્યાએ બેસી જાય છે, પાછી આત્મામાં ભળી જાય છે. પ્રજ્ઞા એ ‘રિલેટિવ રિયલ’ છે. રિયલ હોય તો અવિનાશી કહેવાય.
પ્રશ્નકર્તા : એ ‘રિલેટિવ રિયલ’ પછી ‘રિયલ” થઈ જાય ત્યારે ‘રિલેટિવ' હોય નહીં ?
દાદાશ્રી : રિયલમાં રિલેટિવ ના હોય. રિલેટિવ માત્ર વિનાશી હોય. એટલે આ પ્રજ્ઞા વિનાશી ખરી પણ રિયલ, એટલે પાછી પોતાના સ્વભાવમાં બેસી જાય છે. પોતે સંપૂર્ણ નાશ ના થાય.
પ્રશ્નકર્તા : રિલેટિવ ભાગ ઉપર પ્રજ્ઞાનો કંટ્રોલ છે?
દાદાશ્રી : કોઈનીય કંટ્રોલ ના હોય. ઊલટો કંટ્રોલ રિલેટિવનો રિયલ ઉપર હતો. તે બૂમ પાડતા કે “અમે બંધાયા છીએ, અમે બંધાયા છીએ, મુક્ત કરો, મુક્ત કરો.” તે જ્ઞાની પુરુષ મુક્ત કરે ત્યારે હાશ અનુભવે કે હાશ, હવે છૂટા થયા, કહે છે.
ભેદ, ભેદજ્ઞાત તે પ્રજ્ઞા તણાં ! પ્રશ્નકર્તા: વારેઘડીએ જે અંદર ભેદ પાડ્યા કરે છે એ ભેદજ્ઞાન અને પ્રજ્ઞા, એ બેનો શો સંબંધ છે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ ભેદ કરી આપે. એટલે પછી પ્રજ્ઞા ઊભી થાય. ત્યાં સુધી પ્રજ્ઞા ઊભી ના થાય. અને ભેદ ના કરે ત્યાં સુધી અજ્ઞા તો હોય જ.
પ્રશ્નકર્તા : એ પ્રજ્ઞા અને ભેદજ્ઞાનમાં શો ફેર છે ?
છે અને આ ભેદજ્ઞાનેય લાઈટ છે. તે એ લાઈટ તો બેને જુદું પાડવા પૂરતું જ છે.
પ્રશ્નકર્તા અને પ્રજ્ઞાનું પરમેનન્ટ લાઈટ ?
દાદાશ્રી : અને આ પ્રજ્ઞાનું લાઈટ ટેમ્પરરી-પરમેનન્ટ છે. એ એની મેળે ફૂલ લાઈટ આપે ચોગરદમનું, મોક્ષે લઈ જાય ત્યાં સુધી. છોડે નહીં, જો ઉત્પન્ન થઈ ગયું તો.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાનું જોર લાવવું હોય તો શું કરવું?
દાદાશ્રી: આ પાંચ આજ્ઞા પાળે એટલે પ્રજ્ઞા ઊભી થઈ જાય. બીજું કશું નહીં. તમને આજ્ઞામાં રહેવાનું જે થાય છે આકર્ષણ, એ તમે પૂછો કે કોને લઈને થાય છે? તે પ્રજ્ઞા કરે છે એ. પ્રકાશ દે, એનું નામ પ્રજ્ઞા પાડ્યું.
એમ' કરે તો બુદ્ધિ મરી જાય ! પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા છું અને દેહ નથી’ એ પણ બુદ્ધિ કહે છેને?
દાદાશ્રી : એ બુદ્ધિ નથી કહેતી આમાં. બુદ્ધિ ‘હું શુદ્ધાત્મા’ કહેવા જ ના દે. બુદ્ધિ ‘હું શુદ્ધાત્મા છું' કહેવા દે તો, એનો પોતાનો નાશ થાય. પોતાનું અસ્તિત્વ ઊડી જાય. એટલે એ પોતે આ પક્ષમાં બેસે જ નહીં કોઈ દહાડોય. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું સંપૂર્ણ અસ્તિત્વ ઊડી જાય જો ‘શુદ્ધાત્મા છું' બોલે તો. એટલે મને ય આવું, કોઈ એક્સેપ્ટ ના કરે (જ્ઞાન મળ્યા પછી) બધાં સમજે ખરાં પણ જ્યારે ડિસ્ચાર્જનો ફોર્સ આવે ત્યારે એ એક્સેપ્ટ ના કરે. આ બુદ્ધિ તો હંમેશા સંસાર પક્ષમાં જ હોય છે, શુદ્ધાત્મા પક્ષમાં હોય નહીં ક્યારેય પણ. વિરોધ પક્ષમાં હોય.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા બોલે છે કે “હું શુદ્ધાત્મા છું’ ?
દાદાશ્રી : એ બોલે નહીં. આત્મામાંથી પ્રજ્ઞા છૂટી પડી, તે એ બોલે છે કે ‘હું શુદ્ધાત્મા છું” અને પ્રતિષ્ઠિત આત્માને એ જુએ છે કે આ ભમરડો શું કરી રહ્યો છે ! શુદ્ધાત્મા થઈને જુએ છે એ.
દાદાશ્રી : ભેદજ્ઞાન થાય તો જ પ્રજ્ઞા ઊભી થાય. પ્રજ્ઞા એ લાઈટ