________________
પ્રજ્ઞા
દ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : ટેપરેકર્ડ બોલે છે ને હું સાંભળું છું. પછી આ ટેપરેકર્ડ છે ને હું જોઉં છું એ જોનારો ભાગ પ્રજ્ઞા ભાગ છે ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા ભાગ છે. પ્રશ્નકર્તા: એટલે તમે કહો છો ને કે જોઈને બોલું છું.
દાદાશ્રી : જોઈને બોલું છું. પહેલાં જે અજ્ઞાસ્થિતિ હતી, તે આ પ્રજ્ઞાસ્થિતિ થઈ. આ અક્રમ વિજ્ઞાન શેનાથી જોયેલું છે ? પ્રજ્ઞાશક્તિથી. સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું, પણ આપણે “અહીં’ તો નિર્મળ જ્ઞાન જોઈશે.
પ્રશ્નકર્તા : અજ્ઞાનમાં એક પ્રકારનું જ્ઞાન છે, એ સમજાવો.
દાદાશ્રી : અજ્ઞાન એટલે સંસારી જ્ઞાન બધું જ જાણવું તે, એનું નામ અજ્ઞાન. અને આત્માની બાબત મહીં જાણવી, એનું નામ જ્ઞાન. તે અજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અજ્ઞા ઊભી થઈ અને જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞા ઊભી થઈ.
પ્રશ્નકર્તા : હા, અજ્ઞાન એટલે સાચું-ખોટું પણ જ્ઞાન ખરું?
દાદાશ્રી : ના, અજ્ઞાન એટલે એક પ્રકારનું જ્ઞાન, પણ વિશેષજ્ઞાન છે. ખોટું નથી. એ વિશેષ જ્ઞાન છે આત્માનું. આત્માનું જે જ્ઞાન છે, એના ઉપરનું આ વિશેષ જ્ઞાન છે. વિશેષજ્ઞાન છે પણ દુઃખદાયી છે, એના જેવું સુખદાયી નથી. એટલે એને અજ્ઞાન કહ્યું.
વિશેષ એટલે આત્માનું વિશેષજ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ એ રિલેટિવ હોવાથી વિનાશી છે. એટલે આપણને એ કામનું નહીં. આપણે તો મૂળ અવિનાશી સુખના ભોક્તા. સનાતન સુખના ભોક્તા આપણે. સનાતન મૂકીને આમ કંઈ રખડે, તેને કાલે ઠેકાણું ના હોય. આજ પાછો માણસમાં હોય. કાલે ચાર પગ થઈને પાછાં આડા થાવ છો ! આ તે કંઈ આબરૂ કહેવાતી હશે ? પણ એટલું સારું છે કે ખબર નહીં પડતી. ખબર પડતી હોય તો અહીં રોફ મારવાનું બંધ થઇ જાય, ઢીલોઢસ થઇ જાય.
અજ્ઞા એ જ અજ્ઞાત ? પ્રશ્નકર્તા : અજ્ઞા એટલે અજ્ઞાન, એમ નહીં ? અમે અજ્ઞાન એમ અર્થ કાઢીએ. પણ અજ્ઞા એટલે કોણ ? એટલે અજ્ઞાની શરૂઆત ક્યાંથી થઇ ? ઠેઠ પ્રજ્ઞાની શરૂઆત સુધીની બાઉન્ડ્રી બુદ્ધિની છે. એ બધી અજ્ઞા જ ગણાય છે. તો અજ્ઞા એ બુધ્ધિની નીચેનું સ્થર કે બુધ્ધિની સાથેનું સ્થર?
દાદાશ્રી : અજ્ઞા તો, બુદ્ધિની શરૂઆતથી અજ્ઞા કહેવાય. તે બુધ્ધિ જેમ વધતી જાય તેમ અજ્ઞા વધતી જાય.
પ્રશ્નકર્તા : અજ્ઞાન જે છે તે બુદ્ધિની નીચેનું સ્ટેજ કહેવાય ? દાદાશ્રી : અજ્ઞાન એ વસ્તુ જુદી છે અને અજ્ઞા જુદી છે.
પ્રશ્નકર્તા : હં, એ જ મારે સમજવું છે. અજ્ઞાન અને અજ્ઞા એ બે વચ્ચે તફાવત સમજવો છે.
દાદાશ્રી : અજ્ઞાન તો એક પ્રકારનું જ્ઞાન છે અને અજ્ઞા કોઇ પણ પ્રકારનું જ્ઞાન નથી. ખાલી બુધ્ધિ, એટલે એકે કહ્યું કે આ સાચું તો બીજો કહે કે આ સાચું. મેળ પડવા ના દે. પ્રોફિટ અને લોસ પોતાની દ્રષ્ટિએ હોય. બેઉની દ્રષ્ટિ જુદી હોય પ્રોફિટમાં, દરેકમાં. અન્ના હંમેશાં પ્રોફિટ અને લોસ જ જુએ. એનો ધંધો જ એ અને અજ્ઞાન એવું નથી.
પ્રજ્ઞા તથી રિયલ કે રિલેટિવ ! પ્રશ્નકર્તા : રિયલ અને રિલેટિવ, આ જુદું કોણ પાડે છે ?
દાદાશ્રી : બધું વિનાશી તો ઓળખાયને આપણને ! મન-વચનકાયાથી જે આ બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે એ બધું જ રિલેટિવ છે. અને રિયલ એટલે અવિનાશી. મહીં પ્રજ્ઞાશક્તિ છે. એ બેઉ જુદા પાડે. રિલેટિવનું ય જુદું પાડે ને રિયલનું જુદું પાડે.
પ્રશ્નકર્તા તો રિયલ, રિલેટિવ ને પ્રજ્ઞા, આ ત્રણ વસ્તુ છે એવું થયું, દાદા ? પ્રજ્ઞા રિયલથી જુદી વસ્તુ છે ?