________________
પ્રજ્ઞા
૫૭
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : એટલે આ સ્થળ છે વસ્તુ, દોઢ રતલ એટલે. પેલું યથાર્થ વસ્તુ છે. એટલે આ દોઢ રતલ ને પેલું દસ રતલ હોય.
પ્રશ્નકર્તા: પણ તમે શું કીધું, ચેતના જે છે એના જ બે ભાગ - શ્રદ્ધા અને પ્રજ્ઞા.
દાદાશ્રી : નહીં. શ્રદ્ધા તો મૂળ એનો સ્વભાવ જ છે. જ્યારે એ પ્રતીતિમાં આવે છે ત્યારે શ્રદ્ધારૂપે હોય છે અને પ્રજ્ઞા જુદી પડે છે. અને પ્રજ્ઞા પોતાનું કાર્ય કરી અને પછી એકાકાર થઈ જાય. ‘અજ્ઞા'ને નાશ કરવા માટે પ્રજ્ઞા છે. અજ્ઞાને નાશ કરવાનો ગુણ પ્રજ્ઞામાં છે પણ જુદી પડીને ‘અજ્ઞા’નો નાશ કરીને પછી એ તરત આત્મામાં એક થઈ જાય છે. એટલે પ્રજ્ઞા તો પોતે આત્મા જ છે પણ જુદી પડી જાય છે માટે પ્રજ્ઞા કહ્યું.
પ્રશ્નકર્તા તો એમાં બેઝ થયો શ્રદ્ધા. પ્રતીતિ જે તમે કહો છો તે.
દાદાશ્રી : પ્રતિતી એ બેઝ, હા. એટલે આ જગતની પ્રતીતિ અવળી બેઠી કે સવળી બેઠી છે, એના ઉપરથી ચાલ્યું. અવળી બેઠેલી પ્રતીતિ આ સંસારમાં ભટક્યા જ કરે અને સવળી બેઠી એટલે મોક્ષે લઈ જાય. બેસાડનાર નિમિત્તની જરૂર છે.
સંબંધ, સૂઝ અને પ્રજ્ઞા તણો ! પ્રશ્નકર્તા : તો આ કુદરતી જે સૂઝ છે, એને પ્રજ્ઞા જોડે શું સંબંધ
દાદાશ્રી : એ બાજુ જ પરમેનન્ટ તરફ લઈ જાય છે. પ્રશ્નકર્તા: પણ પેલું ભાવ જે છે. એ ભાવ ક્યાં આવ્યું તો આમાં?
દાદાશ્રી : એ ભાવ જે કરે છે ને, તે જ સૂઝ(સમજણ)માંથી પછી થાય છે. અહંકાર જુદી વસ્તુ છે. પણ જે સમજણ છે તે સમજણ વધતી વધતી વધતી વધતી પ્રજ્ઞા સુધી જાય છે. અને પ્રજ્ઞા ઉત્પન્ન થઈ એટલે એ આત્મામાં જ ભેગી થઈ જાય. પણ સુઝ સમજણનો ભાગ છેને, તે સમજણ પ્રમાણે જ્ઞાન પ્રમાણે ભાવ કરે છે એ.
એ છે દત, તહિ સૂઝ ! પ્રશ્નકર્તા : સૂઝને પ્રજ્ઞા કહેવાય ?
દાદાશ્રી : ના. પ્રજ્ઞા એ જ્ઞાન છે અને આ સૂઝ તો દર્શન. અને અજ્ઞા એ બુદ્ધિ કહેવાય. એટલે દેખાય અમને તો. આગળ-પાછળનું એ, પાછળ શું થઈ રહ્યું છે તે ય દેખાય. એટલે પેલો કહેશે, હું પાછળ ઊભો છું. મેં હાથ ઊંચો કર્યો કે નહીં ? તે ના દેખાય. સ્થળ ના દેખાય. સૂક્ષ્મ દેખાય. જે સૂક્ષ્મ વિભાગ છે ને એ બધું દેખાય. સમજને લીધે એ દેખાય. સ્થૂળ તો કેવળજ્ઞાન સંપૂર્ણ થાય ત્યારે બધું દેખાય.
મેં તો જોયું ને નળિયું-તળિયું બધું, નીચે હઉ જોયું કે આ નીચે કેવું છે ? ઉપર કેવું છે ? પરસ્પેક્ટિવ કેવું છે ? બધી બાજુ જોઈ લીધું એટલે જડી ગયું કે આ વાત આમ છે, આ તો. પરસ્પેક્ટિવ યુ બહુ ઓછા માણસ જોઈ શકે. આમ સામા ઊભા રહેવું ને પરસ્પેક્ટિવ વ્યુ જોવું, બે સાથે ન બની શકે. એ અમને આવડે.
પ્રશ્નકર્તા : દાદા, એને સૂઝ કહેવાય ?
દાદાશ્રી : નહીં. એ દર્શન છે. સૂઝ તો દરેક માણસને હોય. સૂઝ તો સહુ સહુના ગજા પ્રમાણે. દર્શન ફેલાયેલુંને, વિસ્તાર પામેલું એ દર્શન. એની વાત જ જુદીને ! હંઅ, આટલાં બધાં કડવા અનુભવોમાં પણ તે આનંદમાં રાખે, તેની વાત જ જુદીને !
દાદાશ્રી : એ સૂઝ છે તે જ પ્રજ્ઞા ભણી લઈ જાય છે. હા, એ સૂઝ જ કામ કરે છે. આમાં કુદરતી રીતે કામ કરતું હોય તો એક સૂઝ, અજ્ઞાન દશામાં સૂઝ જ કામ કરે છે.
પ્રશ્નકર્તા : એ પ્રજ્ઞાનો ભાગ નહીં ? દાદાશ્રી : ના, સૂઝ એ ખુલ્લા આવરણો કહેવાય છે. પ્રશ્નકર્તા : પણ એ પ્રજ્ઞા તરફ લઈ જાય ?