________________
પ્રજ્ઞા
૫૫
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
આપો તો એને અસર થાય છે. એનું કારણ કે એમાં અહંકાર ભળેલો છે. પેલા પ્રેમમાં ખાનારનેય અહંકાર નથી ભળેલો અને આપનારને ય અહંકાર નથી ભળેલો. અહંકારની અસ્તિ જ નથી ત્યાં આગળ, એટલે સારું લાગે
ભગવાને પરિષહ કહ્યા, તેમાં પ્રજ્ઞાને પણ પરિષહ કહ્યો. ક્રમિક માર્ગમાં પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થયા પછી સમક્તિ થાય. ખરું સમકિત ત્યાર પછી ત્યાં થાય. આપણે અહીં આગળ જ્ઞાન મળ્યા પછી બધું આ નીકળ્યા કરે ખીચડી ચડ્યા કરે.
એટલે આમાં આપણે જો ભળીએ વેદકમાં, તો બહુ દુઃખ થાય એટલે જો જ્ઞાયક રહેવાય તો દુઃખ બિલકુલ ઓછું થઈ જાય. જેમ પેલું પ્રેમથી આપવાનું ને, એના જેવું થાય જાણવામાં રહે તો !
પ્રજ્ઞા પરિષદ પ્રશ્નકર્તા : જ્ઞાનનો અંશ પ્રાપ્ત થાય તો વાણીનો ઊઘાડ થાય ખરો?
દાદાશ્રી : હા, થાય. વાણીનો ઉદય જાગે. અને એ ઉદય જાગ્યા પછી બોલવા ના દે ને ત્યારે પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થાય. તે સમભાવે વેદવો પડશે. આ વાણીનો ઉદય એની મેળે જ ઉત્પન્ન થાય. એ વાણી પછી જ્ઞાનવાણી નીકળશે. એટલે સામાને સમજણ પાડશે, એવી વાણી નીકળશે. પણ તમે સમજણ પાડો એ પેલો સાંભળતો ના હોય તો તમને પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થાય.
તમે ઉપાશ્રયમાં જઈને વાત કરો તો તમારી કોઈ સાંભળે નહીં ને ? તમે સાવ તદન સાચી વાત કહેવા જાવ તો એ ના સાંભળે. એટલે તો તમને પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થાય. મારી ખરી વાત કહું છું પણ સાંભળતા જ નથી, એવી અકળામણ થાય અને પરિષહ કહ્યો છે. એ પરિષહ સમભાવે નિકાલ કર્યા પછી પ્રજ્ઞા મજબૂત થઈ જાય.
શ્રદ્ધા-પ્રજ્ઞાતી ઝીણી સમજ ! પ્રશ્નકર્તા : શ્રદ્ધા, પ્રજ્ઞા, દ્રષ્ટા અને ચેતન, આ વિષે કહો કાંઈક.
દાદાશ્રી : દ્રષ્ટા અને ચેતન એક જ છે. શ્રદ્ધા બે પ્રકારની, સંસાર વ્યવહારમાં જે શ્રદ્ધા રાખવામાં આવે છેને તે બધી મિથ્યાત્વ શ્રદ્ધા છે. અને આ બાજુ આવ્યો એ સમ્યકત્વ શ્રદ્ધા, જેને પ્રતીતિ કહેવામાં આવે છે. તે ચેતનનો ભાગ છે. અને પ્રજ્ઞા પણ ચેતનનો ભાગ છે પણ પ્રજ્ઞા જુદો શ્રદ્ધા, પ્રતીતિ ભાગ છે અને પછી પાછો એક થઈ જાય છે, જ્યારે આ શ્રદ્ધા, પ્રતીતિ તો કાયમ જુદાં જ રહેવાના. ગુણે કરીને જુદા અને સ્વભાવે કરી
પ્રશ્નકર્તા : એવું બને ખરું કે ઈચ્છા તો થાય બોલવાની, કોઈને સમજાવવાની પણ હું વાણી દ્વારા પ્રગટ ના કરી શકું.
એક.
દાદાશ્રી : હા, બની શકે. વાણી દ્વારા પ્રગટ થવું એ તો બહુ મોટી વસ્તુ છે. એ તો બહુ દહાડા તમે સાંભળ સાંભળ કરશો, ત્યારે એ શ્રુતજ્ઞાન પ્રગમશે. અને પછી એ મતિજ્ઞાન રૂપે થશે. પછી વાણી રૂપે બોલાય. એટલે બહુ દહાડા સાંભળ સાંભળ કરવાનું છે. પછી મહીં એનું દહીં જામે કરે, ત્યાર પછી માખણ નીકળે, પછી એનું ઘી થાય એવું છે બધું વિગતવાર.
અને કો'કની ભૂલ હોય તે ય કહેવું હોયને, પોતાનું જ્ઞાન કહેવું હોય ને તો કહેવાનો અવસર ના મળે, તો ય છે તે મહીં પરિષહ ઉત્પન્ન થાય. ક્યારે બોલું, ક્યારે કહું, ક્યારે કહું, એ પ્રજ્ઞા પરિષહ.
પ્રશ્નકર્તા: એને માટે ત્રણ અંગ્રેજી શબ્દો વાપર્યા. Faith - શ્રદ્ધા, Reason - પ્રજ્ઞા અને Conciousness એ ચેતન.
દાદાશ્રી : એવું છેને, અર્થ તે કોનું નામ કહેવાય કે સમતોલ હોય એનું નામ અર્થ કહેવાય. એટલે આ દસ રતલ આ બાજુ તે આ બાજુ દસ રતલ હોવા જોઈએ. જ્યારે આ બાજુ દસ રતલ છે શ્રદ્ધા, પ્રજ્ઞા અને ચેતન, તો આ બાજુ દોઢ રતલ છે ત્રણેવ.
પ્રશ્નકર્તા : એટલે ઇમ્બેલેન્સ(અસંતુલન) થયું.