________________
પ્રજ્ઞા
૪૯
૫૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રજ્ઞાશક્તિ કરે.
નિશ્ચયો, અજ્ઞા-પ્રજ્ઞા તણા ! પ્રશ્નકર્તા : નિશ્ચય કોણ કરે ? એક નંબરની ફાઈલ નિશ્ચય કરે ? દાદાશ્રી : તમારે જ કરવાનો ! તમારે પોતાને નિશ્ચય કરવાનો. પ્રશ્નકર્તા : એટલે શુદ્ધાત્મા નિશ્ચય કરે ?
દાદાશ્રી : ના, ના, શુદ્ધાત્મા નહીં, એની પેલી પ્રજ્ઞાશક્તિ. પ્રજ્ઞાશક્તિ નિશ્ચય કરાવ્યા વગર રહે જ નહીં. આ તો જ્ઞાન મળતાંની સાથે નિશ્ચય કરી જ નાખે.
પ્રશ્નકર્તા : દાદા એમ કહે છે કે “તારે આજ્ઞા પાળવાની વાત નથી આમાં. તું નિશ્ચય કર કે આજ્ઞામાં તારે રહેવું છે બસ, બીજું બધું મારા પર છોડી દે.” એમ આપ કહો છો ને ?
પ્રશ્નકર્તા : પણ એમાં જ્યારે જ્ઞાન નહોતું ત્યારે અહંકાર નિશ્ચય કરતો હતો, ત્યારે પ્રજ્ઞા નહોતી કરતી.
દાદાશ્રી : બરોબર છે. એ અહંકાર નહીં પણ અજ્ઞા કરતી હતી. હવે પ્રજ્ઞા કરે છે. અજ્ઞાનીને બધાં નિશ્ચય અજ્ઞા કરે અને આ જ્ઞાન પ્રાપ્ત થયું, એને પ્રજ્ઞા કરે. અજ્ઞા અને પ્રજ્ઞા બે શક્તિઓ છે. અજ્ઞા છે તે રોંગ બિલિફ છે અને પ્રજ્ઞા એ રાઈટ બિલિફ છે.
પ્રશ્નકર્તા : એ નિશ્ચય કરે છે એ કહેવું એના કરતાં નિશ્ચય રાખવો એમ કહેવું ?
દાદાશ્રી : કરવો કે રાખવો જે શબ્દ કરે, જેનાથી આપણું ધારેલું સિદ્ધ થાય એ કરવું. શબ્દો ગમે તે બોલોને, કરો કે રાખવો એનો કંઈ સવાલ નથી.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા નિશ્ચય કરે છે કે કરાવડાવે છે ?
દાદાશ્રી : એ નિશ્ચય કરે છે, કરાવડાવે, બધું એમાં એકમાં જ આવે. એટલે એ કંઈ જુદા જુદા હોતાં નથી.
પ્રશ્નકર્તા: તો એને ય પણ કહેવાય ને કે નિશ્ચય કરાવે છે, નિશ્ચય રખાવે છે.
દાદાશ્રી : હા, કહેવાય. બધુંય ભેગું એનું એ જ છે. એને એકની એક વસ્તુ ને, આમાં ચૂંથારો કરીએ એટલે પોસ્ટમોર્ટમ થાય, અમથું બગડી જાય. આપણે જે કહેવા માંગીએ છીએ ને, એ આશય ઊડી જાય. આમાં ચૂંથારામાં નહીં પડવું. સીધી-સાદી વાત સમજી લેવી. ભઈ, આ પ્રજ્ઞા કરે છે ને આ અજ્ઞા કરે છે, બસ. એમાં પાછી બુદ્ધિ છે તે જાત જાતના વેશ દેખાડે.
પ્રજ્ઞામાં કઈ રીતે રહેવું તમય ? પ્રશ્નકર્તા : ભરોસાવાળી ને ભરોસા વગરની મૂડી છે એવું ધ્યાન રાખનાર કોણ ?
દાદાશ્રી : આજ્ઞા પાળવાની જ છે ફક્ત. આજ્ઞા પ્રમાણે થયું કે ના થયું એ આપણે જોવાનું નથી. બસ, એમાં પાળવી છે એવું નક્કી કરે, બસ.
પ્રશ્નકર્તા ઃ એટલે જે નિશ્ચય કરવાની જે વાત છે, એમાં આપણે કહીએ છીએ કે તારે કરવું કંઈ નથી. પછી પાછું એમ કહીએ છે કે નિશ્ચય કર.
દાદાશ્રી : એ તો શબ્દો છે ને, શબ્દો એવી રીતે ખાલી. ડ્રામેટિક શબ્દો, એમાં કંઈ કર્તાભાવ ના હોય.
પ્રશ્નકર્તા: હા, એટલે એ તો ભાષા પૂરતી વાત થઈ. પણ આ જે નિશ્ચય જે છે, એ નિશ્ચય કોણ કરે છે?
દાદાશ્રી : એ જ પોતાને થયો છે, તે આ પ્રજ્ઞાશક્તિ છે ને, એ જ નિશ્ચય કરે છે. બસ !