________________
પ્રજ્ઞા
૪૭
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ત્યાં ખેંચાઈ જાય.
પ્રશ્નકર્તા : આપને ખબર પડે કે ખેંચાઈ તે ? દાદાશ્રી : હું શું કરવા ધ્યાન રાખ રાખ કરું ? પ્રશ્નકર્તા : ના, એટલે ખબર પડી જાય, ધ્યાન ન રાખો તો ? દાદાશ્રી : ના..
પ્રશ્નકર્તા: આમ ઝળકે નહીં આમ ? આપને જ્ઞાનમાં આમ ઝળકે નહીં એવું ?
દાદાશ્રી : ઝળકે પણ ધ્યાન રાખીએ તો ને ! એ બાજુ શું કરવા ધ્યાન રાખીએ ? કેટલાય જણની છે ફિલ્મો, તેમાં ક્યારે હું ધ્યાન રાખું ને ક્યારે પાર આવે ?
પ્રશ્નકર્તા : એવું કરવાની શી જરૂર, જોયા કરવાનું.
દાદાશ્રી : એમાં તો ઊલટું ઈન્ટરેસ્ટ પડી જાય. એવું છે, ટેવ પડી જાય. આપણે તે ફિલ્મ જોવાની જરૂર નથી. ફિલમ જોવાની હોય તો થિયેટરમાં ત્યાં જઈને ના જોઇએ ? ફિલ્મ છૂટી તો જાય ત્રણ કલાકમાં અને આ છૂટે નહીં આપણી પાસેથી.
સમભાવે નિકાલમાં પ્રજ્ઞાનો રોલ ! પ્રશ્નકર્તા: પ્રજ્ઞાશક્તિનો એક નંબરની ફાઈલ ઉપર કંટ્રોલ ખરો કે નહીં ?
દાદાશ્રી : ના, નો કંટ્રોલ.
પ્રશ્નકર્તા : હવે હું કહું કે ‘ચંદુભાઈ, તમે જરા આમાં બરાબર ધ્યાન રાખો.’ હવે એ ચંદુભાઈને કોણે કહ્યું, તે વખતે વ્યવહારની ક્રિયા થાય છે. તે બુદ્ધિની થાય છે કે અહંકારની થાય છે કે પ્રજ્ઞાની થાય છે ?
દાદાશ્રી : વ્યવહાર ક્રિયા, બુદ્ધિ અને અહંકાર બેઉની હોય.
પ્રશ્નકર્તા : એમાં પ્રજ્ઞા ખરી ?
દાદાશ્રી : પ્રજ્ઞા નહીં. પ્રજ્ઞા તો જે એમ કહે છે કે સમભાવે નિકાલ કરવો છે, એ પ્રજ્ઞા છે.
પ્રશ્નકર્તા : પણ તે બુદ્ધિ અને અહંકાર, એમાં જ્યારે બે ભાગ ભજવે તો તો પછી એ ક્રિયા વ્યવસ્થિતને આધીન રહીને થઈને ?
દાદાશ્રી : વ્યવસ્થિતને આધીન જ, કશી તમારે જોખમદારી નથી.
પ્રશ્નકર્તા : જ્યારે ચંદુભાઈને ‘હું કહું, ત્યારે ‘હું’ એટલે તો પછી પ્રજ્ઞા જ કહે ને ચંદુભાઈને ?
દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા જ કહે. ‘હું’ હોય તે પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : પછી બાકીની ક્રિયા વ્યવસ્થિતને આધીન થાય છે ?
દાદાશ્રી : હા, વ્યવસ્થિતને આધીન. પણ વ્યવસ્થિતને આધીન થઈને પેલાને હાથ વાગી ગયો તો તમારે કહેવું કે ‘ચંદુભાઈ, આ અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરો, બસ.' અને પેલું સેફસાઈડ રહ્યું. એને કંઈ દુ:ખ થયું હોય તો વાંધો નહીં, નાનું અમથું. પણ પ્રતિક્રમણ કરી લે પછી આપણે કશું લેવા-દેવા નહીં.
પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ કોણ કરે છે?
દાદાશ્રી : એ પ્રજ્ઞાશકિત. એ જ ચેતવે-બેતવે, બધું એ જ કરે. ફાઈલોનો નિકાલ-બિકાલ બધું એ જ કરે.
પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈની પણ ફાઈલ ખરી એટલે મને શંકા પડી એટલે મેં પૂછયું. નહિતર ચંદુભાઈ બધી ફાઈલોને જુએ એવું નહીં ?
દાદાશ્રી : એવું બને નહીંને ! ચંદુભાઈને લેવા-દેવા નહીં. ફાઈલોનો નિકાલ પેલી પ્રજ્ઞાશક્તિ કર્યા કરે અને ચેતવે હલે. કંઈક ભૂલ થાયને તો ચેતવે. તે ચંદુભાઈ ચેતવતાં નથી. ચંદુભાઈ તો ભૂલવાળા છે. આત્મા ય ચેતવતો નથી. આત્મા એ ચેતવવાનો ધંધો કરે નહીં. એટલે આ પ્રજ્ઞાશક્તિ આ બધું કામ કરી રહી છે. એટલે ફાઈલોનો સમભાવે નિકાલ એ