________________
પ્રજ્ઞા
૪૩
૪૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : શુદ્ધ ચિત્ત થાય ત્યારે શુદ્ધાત્મામાં ભેગું થાય. ત્યારે પછી પ્રજ્ઞા શક્તિની શરૂઆત થઈ જાય. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ ચિદ્રુપ આત્મા.
પ્રશ્નકર્તા : આ જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન રહે એને પ્રજ્ઞા કહી આપે. તો જેટલું નિદિધ્યાસન વધારે રહે એટલું ચિત્ત શુદ્ધ થાય એવું પણ કહો છો ને?
પ્રશ્નકર્તા: પણ શુદ્ધ ચિત્ત તો આ બધાને થઈ ગયું છે સંપૂર્ણ, એમ કહો છો ?
દાદાશ્રી : હા, ત્યારે જ આત્મા પ્રાપ્ત થાયને !
પ્રશ્નકર્તા : તો શુદ્ધ ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું તો એટલી પ્રજ્ઞા ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : ચિત્તશુદ્ધિ તો થઈ ગયેલી છે ને !
દાદાશ્રી : હં. અમે જ્ઞાન આપીએ એટલે તો આત્મા શુદ્ધ થઈ ગયો એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ, પછી એની શક્તિ જે આ પાંચ આજ્ઞા પાળવાની છે ને, એમાં જેટલી ભાંજગડ હોય તેટલો લોભ જાય એનો !
પ્રશ્નકર્તા: મૂળથી જ થઈ ગઈ છે સંપૂર્ણ, તો પેલું અશુદ્ધ ચિત્ત હોય એનું શું થાય ?
દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત તો સંસારી કાર્ય બધું કરી લે. મન-બુદ્ધિચિત્ત ને અહંકાર, શુદ્ધ ચિત્તની મહીં ડખલ થાય છે કોઈ દહાડો ? અશુદ્ધ ચિત્ત હોય તો ડખલ થાય વચ્ચે. શુદ્ધ ચિત્ત હોય તો ડખલ થાય નહીં. જો ત્રીજું માણસ હોય તો ડખલ થાય. ડખલ હોય છે ? તમે નિદિધ્યાસન કરી આવો કોઈ દહાડો.
પ્રશ્નકર્તા : નિદિધ્યાસન થવામાં કોની ડખલ હોય છે ? દાદાશ્રી : એ તો આ ઉદયકર્મ.
પ્રશ્નકર્તા : કારણ કે જો પ્રજ્ઞાનું પોતાનું સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ હોય તો પ્રજ્ઞા બધા મહાત્માઓને ઉત્પન્ન થઈ છે, છતાં પેલું આપણા મહાત્માઓને જ્ઞાન પછી સરખું...
દાદાશ્રી : બધાને સરખું જ્ઞાન ના ઉત્પન્ન થાય. સહુ સહુના ગજા પ્રમાણે થાય. પછી એ પ્રમાણે આજ્ઞા પળાય.
પ્રશ્નકર્તા : એટલે ગજા પ્રમાણે કહ્યું? એવું કેમ ?
દાદાશ્રી : હાસ્તોને. એનો નિશ્ચયબળને એવું બધું હોવું જોઈએ ને ! જુદું જુદું ના હોય દરેકનું? દરેકનું જુદું. તારું જુદું, એનું જુદું, એ બધાનું જુદું હોય ને !
પ્રશ્નકર્તા : એટલે જેટલી આજ્ઞા પળાય એટલી એ પ્રજ્ઞાશકિત ખીલતી જાય ?
દાદાશ્રી : હા, એ નિશ્ચયબળ બધું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ આમાં નિશ્ચયબળ કોનું? દાદાશ્રી : બધું પોતાનું જ.
પ્રશ્નકર્તા : નિશ્ચય પોતે જ કરે ને પછી પોતે જ બળવાન થાય, એવું ? એ ના સમજાયું.
દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત ને મન ને એ બધું જોર કરે એટલે નિશ્ચયબળ બંધ થઈ જાય. આ પ્રમાણે જેનું ઓછું છે, તેને પેલું વધારે મજબૂત રહે. ડખો કરેને આ બધો. નહિતર આપણે ઘણું ય એકાંત કરીને ધ્યાનમાં બેઠા હોય, પણ બહાર લોકો હો હો કરે તો ? એ બધું આ બહાર હો હો હો થાયને તે જેને વધારે હો હો હો, તેનું ઠેકાણું ના પડે.
પ્રશ્નકર્તા : એ બહુ કરેક્ટ છે વસ્તુ. બહારનું હો હો ઓછું થાય. તો...
દાદાશ્રી : આ અમારે બહારની હો હો નહીં, તો છે કશું ભાંજગડ ?