________________
પ્રજ્ઞા
૧૩
દાદાશ્રી : એ તો પ્રતિક્રમણનો પુરુષાર્થ હોય જ. પ્રતિક્રમણ થાય છે જ. જેને અતિક્રમણ થાય છે એને પ્રતિક્રમણનો પુરુષાર્થ થયા જ કરે છે. પુરુષ પુરુષાર્થ ધર્મ બજાવ્યા જ કરે છે.
એ પ્રતિક્રમણ બધું થઈ જ જાય. સહજ સ્વભાવે થયા કરે અને ના થતું હોય તો એણે કરવું જોઈએ. એમાં કરવાનું કશુંય નહીં, ભાવ જ કરવાનો. અજાગૃતિ હોય, તેનું હવે જાગૃત રહેવાનું.
પ્રજ્ઞાથી ઊંધું ચલાવે કોણ ?
પ્રશ્નકર્તા ઃ પ્રજ્ઞા ચેતવે છતાં એ પ્રમાણે ના થાય, તો એ ઊંધું કોણ કરાવે છે ?
દાદાશ્રી : એ પ્રમાણે ના થાય તે આપણે જ એવાં અંતરાય પાડેલાં. તે આપણે ઈચ્છા હોય તો ય ના થાય.
પ્રશ્નકર્તા : આ બધું અંતરાય પાડેલાં હોય ને, એનો ઉપાય શું ? દાદાશ્રી : જે બની ગયું એ અંતરાયનું ફળ આવી ગયું. એ તો અંતરાય ભોગવ્યે જ છૂટકો અને નવા પાડવા ના જોઈએ.
પ્રજ્ઞા અને દિવ્યચક્ષુ !
પ્રશ્નકર્તા : અમોને આપે બક્ષેલા દિવ્યચક્ષુથી, અમારામાં ઉદ્ભવતા ક્રોધ-માન-માયા-લોભ, અબ્રહ્મચર્યનાં પરિણામો દ્રષ્ટિગોચર થયા કરે છે, તે દિવ્યચક્ષુ તે જ પ્રશાશક્તિ ?
દાદાશ્રી : પ્રજ્ઞાશક્તિથી જ આ દેખાય છે. જ્યારે દિવ્યચક્ષુ તો એક જ કામ કરે, કે બીજાનામાં શુદ્ધાત્મા જોવાનું. બાકી આ બીજું બધું ક્રોધમાન-માયા-લોભ, અબ્રહ્મચર્યના પરિણામ બધાં મહીં દેખાય છે, એ બધું પ્રજ્ઞાશક્તિનું કામ છે. જ્યાં સુધી સંસારના પરિણામ નિકાલ કરવાના બાકી છે, ત્યાં સુધી એ પ્રજ્ઞા કામ કરે છે.
એટલે દિવ્યચક્ષુ તો એક જ કામ કરે, બસ. આ ચામડાના ચક્ષુ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
રિલેટિવ દેખાડે અને દિવ્યચક્ષુ રિયલ દેખાડે. દિવ્યચક્ષુ બીજું કશું કામ જ નથી કરતાં.
૧૪
અજ્ઞાતીને કોણ ચેતવે ?
પ્રશ્નકર્તા : કેટલીક વાર એમ થાય, આપણે કશું ખરાબ કર્યું હોયને પછી એમ થાય કે આ ના થવું જોઈએ. એ કોને થાય છે ? અહંકારને થાય છે કે ખરેખર આત્માને થાય છે ?
દાદાશ્રી : એ ‘ન થવું જોઈએ’, તે આત્માને થતું નથી. એ મહીં આ જે પ્રજ્ઞાશક્તિ છેને, તેને થાય છે એટલે અભિપ્રાય બદલાઈ ગયો કે ‘આ ન થવું જોઈએ’. આ અહંકાર કહે છે, ‘થવું જોઈએ’ ને આ પ્રજ્ઞા કહે છે ‘ન થવું જોઈએ’. બેઉના જુદા જુદા અભિપ્રાય. આ પૂર્વમાં ચાલ્યો ને આ પશ્ચિમમાં ચાલ્યો.
પ્રશ્નકર્તા : હવે જેણે જ્ઞાન નથી લીધું, એને પણ એમ થાય કે, ‘આ કામ ના કરવું જોઈએ મારે.’ તો પછી એને પોતાને પણ પ્રામાણિકતાનું કોઈ લેવલ હોય ? પણ !
દાદાશ્રી : એ તો એણે જે જ્ઞાન જાણ્યું છેને, તે જ્ઞાન એને જણાવે છે, પણ એ જ્ઞાન સફળ ના હોય, ક્રિયાકારી ના હોય.
પ્રશ્નકર્તા : હા. એટલે મારે એ જાણવું હતું કે, એ કેવી રીતનાં ? દાદાશ્રી : એ જ્ઞાન ઊગે નહીં. એ શુષ્કજ્ઞાન છે અને વિજ્ઞાન ઊગે. આ વિજ્ઞાન કહેવાય.
પસ્તાવો કોને થાય ?
આત્મા જાણી લીધો હવે પછી શું જાણવાનું બાકી છે ? આત્મા જાણી લીધો કે આ ભાગ આત્મા ને આ ન્હોય. સમભાવે નિકાલ કરે તે ઘડીએ આ હોય આત્મા.
પ્રશ્નકર્તા : એ સમભાવે નિકાલ આત્મા કરે છે કે ચંદુભાઈ કરે છે?