________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) બધો અનુભવ, આખો દિવસનો અનુભવ આપણને જુદા ને જુદા રાખે છે, નહીં ?!
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : ભેગા થવા ના દે.
પ્રશ્નકર્તા : ચેતવાની ક્રિયા ખરી કે નહીં આત્માની ? દાદાશ્રી : ચેતવાની એ તો સ્વભાવિક ક્રિયા છે. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાની નહીં ? આત્માની કે પ્રજ્ઞાની ?
દાદાશ્રી : એ તો પ્રજ્ઞાની. એકનું એક જ ને બધું. આમાં બીજું કશું છે નહીં વસ્તુસ્થિતિમાં. એ ચેતવાનું આપણે નથી કહેતાં ? ઉપયોગ રાખો. ઉપયોગ એ ચેતવાનું.
પ્રશ્નકર્તા : આ જે તન્મયાકાર થઈ જાય છે ?
દાદાશ્રી : હા, એ જ અજ્ઞાશક્તિ અને તન્મયાકાર ના થવા દે એ પ્રજ્ઞાશક્તિ.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી આપણા હાથમાં માત્ર જોવાનું જ છે ને ?
દાદાશ્રી : એ સમજવાની-જોવાની બધી શક્તિ પ્રજ્ઞાની છે. શુદ્ધાત્માની જે શક્તિ ઉત્પન્ન થાય છે એ પ્રજ્ઞાશક્તિ અને અહંકારની શક્તિ છે એ અજ્ઞાશક્તિ છે. એ બુદ્ધિ તરીકે હોય છે. જ્યાં ને ત્યાં નફો ને ખોટ બે દેખાડે. બસમાં બેઠો ત્યાંય નફો-ખોટ દેખાડે. જમવા ગયો હોય ત્યાંય નફોખોટ દેખાડે.
પ્રશ્નકર્તા : સમજ પાડો છો એ પહોંચે છે કોને ? દેહને કે આત્માને?
દાદાશ્રી : આત્માને જ ને ! એ પણ કયો આત્મા ? જે શુદ્ધાત્મા છે તે નહીં. પ્રજ્ઞા નામની શક્તિ છે, તેની જોડે સત્સંગ ચાલ્યા કરે. દેહનેય નહીં, દેહ ને આત્મા બેની વચ્ચેની શક્તિ છે, તેને પહોંચે છે. પ્રજ્ઞાશક્તિ જ સમજે છે આ. અહીં સમજાવે, તેને કેચ અપ-ગ્રહણ કરે છે એ પ્રજ્ઞાશક્તિ છે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જ્યારથી શરૂ થઈ, ત્યારથી આત્માના અનુભવની શરૂઆત થઈ ને ?
દાદાશ્રી : આત્માનો અનુભવ થઈ જ જાય. તો જ એ ચેતવે, નહીં તો ‘હું આત્મા છું' એ લક્ષમાં જ ના રહે. આ તો નિરંતર લક્ષમાં રહે અને જાગૃતિ ય નિરંતર રહે છે. એ લાઈટ સળગ્યા જ કરે, પણ તમે બીજી જગ્યાએ જાવ તેમાં એ શું કરે ?! અને આજ્ઞા પાળે એટલે નિરંતર લાઈટ જ હોય. આવું વિજ્ઞાન પૂરેપૂરું સમજી લે તો કામનું ! મહીં અંદર ચેતવે છે તમને ? કંઈક આઘાપાછા ફર્યા કે ચેતવે.
પ્રશ્નકર્તા: હા, તરત જ ચેતવે છે અંદર. એ અમારો અનુભવ છે !
દાદાશ્રી : હવે જે ચેતવે છે એ તમને લાગે છે ને કે તમારું કોઈ કર્તવ્ય નથી છતાંય એવું ચાલ્યા કરે છે ! હરેક ભૂલ થાય તો ચેતવે છેને !
જ્યાં જ્યાં દોષ થાય ત્યાં ચેતવે છેને ! એ શું છે ? પ્રજ્ઞા. દોષ થાય કે તરત ચેતવે આમ. એટલે આ વિજ્ઞાન છે એ ચેતન વિજ્ઞાન છે, અને શાસ્ત્રજ્ઞાન હોય ત્યાં કરવું પડે આપણે. શાસ્ત્રમાં લખેલી વસ્તુ આપણે કરવી પડે અને આમાં તમારે કરવું ના પડે. એની મેળે થાય છે ને !
પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા ચેતવ ચેતવ હવે કર્યા કરે છે, એ તો અનુભવ થાય છે જ, પણ એની સાથે આપણો પોતાનો પુરુષાર્થ જોઈએને?
દાદાશ્રી : શું પુરુષાર્થ ?
પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાની મદદથી ખબર પડે કે આ ખોટું થઈ ગયું છે, તો પછી ત્યાં આગળ પ્રતિક્રમણ કરી અને એ ચોખ્ખું કરી નાખવું જોઈએને ?
મહીં ચેતવે એ જ આત્માનુભવ !
આખો દહાડો ચેતવે છે તે જ પ્રજ્ઞા છે. છૂટું ને છૂટું કર્યા કરે. આટલો