________________
જ્ઞાનીમાં ને ભગવાનમાં શો ફેર ? જ્ઞાની સમજી શકે, જોઈ શકે બધુંય પણ જાણી ના શકે ! દાદાશ્રી કહે છે મારું જ્ઞાન ૩૫૬ ડિગ્રી એ અટક્યું, ૩૬૦ ડિગ્રી થયું હોત તો “” ને દાદા ભગવાન એક થઈ ગયા હોત ! પણ જુદું રહ્યું ૩૫૬ ડિગ્રીને કારણે. આ કાળમાં સંપૂર્ણ પ્રગટ થાય જ નહીં !
ચૌદ લોકનો નાથ એટલે પૂર્ણ પ્રગટ થયા છે, ફૂલ સ્કેલમાં હાજર થયા છે તે ! અને એવો ચૌદ લોકનો નાથ પ્રગટ્યો છે આ એ. એમ. પટેલમાં !
આ બે ભેદથી પહોંચી નહીં વળે ને દરેક જગ્યાએ શંકા પડશે ને ઊલટું બગડશે ! તે વિશેષ ફોડ પાડી સંપૂર્ણ ક્લેરિટી કરી આપી છે કે જેથી લોકોને ક્યારેય ક્યાંય ગૂંચવાડો ના થાય !
દાદાશ્રીએ પ્રથમ વાર જ હું, બાવો ને મંગળદાસનું ગુહ્ય રહસ્ય ખુલ્લું કર્યું. ૧૯૮૭માં અમેરિકામાં ! અને બોલેલા કે આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન હું તમને આપી દઉં છું. હવે આનાથી આગળ કશું જ જાણવાનું રહેતું નથી. “હું” બાવો ને મંગળદાસની એક્ઝક્ટ જાગૃતિમાં રહે તો જ્ઞાનીની જેમ, અમારી જેમ રહી શકે !
કોઈ શાસ્ત્રમાં આવું અંદરનું રહસ્ય નથી ખુલ્લું થયું. દાદાશ્રી કહે છે કે આ રહસ્ય કહેવા અને એટલા માટે રહ્યાં કે અમારી પૂર્ણાહુતિ આ કાળને લીધે ના થઈ. નહીં તો પૂર્ણ પદવાળા કંઈ પણ બોલ્યા કર્યા વગર મોક્ષે ચાલ્યા જાય ! દાદાશ્રી પોતાની આંતરિક આત્મિક દશાનું વર્ણન કરતાં કહે છે કે અમે રહીએ છીએ સંપૂર્ણ ત્રણસો સાંઠ ડિગ્રી દશામાં અને દર્શન થાય ત્રણસો છપ્પનનાં ! ને. તેથી દર્શન કરનારને ખૂબ ફાયદો થાય. આવાં દર્શન મળે ક્યાંથી ?
એક મહાત્મા દાદાશ્રીને પૂછે છે કે આપનામાં ક્યો ભાગ જ્ઞાનીનો ? આપ તો આત્મા જ છો ને ? ત્યારે પૂજયશ્રી કહે છે કે જેટલો પોતે આત્મારૂપ થયો એ જ્ઞાની. ૩૫૬ ડિગ્રીનો જ્ઞાની.
૩૫૬ ડિગ્રી અંતરાત્માની ને ૩૬૦ ડિગ્રી પરમાત્માની ! શ્રીમદ્ રાજચંદ્ર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્ઞાની એ દેહધારી પરમાત્મા જ કહેવાય ! ચાર ડિગ્રી પૂરી થયે પરમાત્મા થશે. કોઈ કલેક્ટર મહિના પહેલાં થયો ને કોઈ વીસ વર્ષથી થયેલો છે. બન્નેની પોસ્ટ સરખી જ ગણાય. બન્નેવ કમિશ્નર થવાના. પણ તો ય સરખું ના ગણાય. ૨૦ વર્ષવાળો કાલે કમિશ્નર થઈને ઊભો રહેશે ને મહિનાથી થયેલાને કેટલીય વાર લાગશે !
દસ લાખ વર્ષે પ્રગટ થયાં છે. આ અક્રમ જ્ઞાની !
દાદાશ્રી કહે છે અમારે કંઈ ઉતાવળ નથી કેવળજ્ઞાનની ! આ કાળમાં એ પરીક્ષા લેવાતી જ નથી તો મારે તેની તૈયારી કરવાની શી જરૂર ? હું શા માટે જગત કલ્યાણમાં ન પડું ? જગત કલ્યાણ કરવાની કેવી ઉત્કૃષ્ટ ભાવના છે આમાં દાદાશ્રીની !
હું બાવો ને મંગળદાસનું વિજ્ઞાન જબરજસ્ત નીકળ્યું છે. આ છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન છે. મીઠા પાણીના એક વરસાદથી આખું અનાજ ઊગી નીકળે તેના જેવું !
‘હું બાવો ને મંગળદાસ'ની વાત આ પ્રથમવાર જ પ્રગટ થાય છે. દાદાશ્રીના હૃદયની વર્ષોની વ્યથા હતી કે કઈ રીતે આ ગુહ્ય જ્ઞાન બધાંને સમજાવું ?! એ મથામણ કરતાં કરતાં આ ‘હું ‘બાવો’ ને ‘મંગળદાસ'માં રૂપક આવ્યું ને બધું ફીટ થઈ ગયું ! જગતની ય પુર્વે જબરજસ્ત કે દાદાશ્રી દેહ છોડતાં પહેલાં આ ગુહ્યજ્ઞાન ખુલ્લું કરતાં ગયા ! ધન્ય છે એ મહાત્માઓને કે જેમણે પ્રત્યક્ષ આ હું બાવો ને મંગળદાસનો સત્સંગ સાંભળ્યો અને ધન્ય ધન્ય છે એ મહાત્માઓને કે જેની જાગૃતિમાં નિરંતર આ વણાઈ ગયું છે જ્ઞાન !!!
આવા જ્ઞાનીનો જોગ જગતમાં જડે નહીં. બધું જડે પણ આ ભેગું ના થાય. જ્યાં બ્રહ્માંડનો ભગવાન પ્રગટ થયો છે, એનો સાંધો મેળવીને
કામ કાઢી લો !
હું, બાવો ને મંગળદાસ. આમ ત્રણ ભેદ દાદાશ્રીએ શા માટે પાડ્યા ? નહીં તો આ દુષમકાળના લોકો દાદા ભગવાન અને અંબાલાલ,