________________
પ્રકૃતિમાં થઈ ગયો ને બાકીનો બાવા પાસે રહી ગયો. જે ચેન્જ ના થાય તે પ્રકૃતિ ને ચેન્કેબલ તે બાવો.
દાદાશ્રીને બધાંને મોક્ષે લઈ જવાની ખટપટ રાત દા'ડો હોય.
બાવા પાસેનું જ્ઞાન ચેર્જેબલ ખરું ? હા, જ્ઞાન હંમેશાં ચેબલ હોય. અજ્ઞાનેય ચેજેબલ હોય.
મંગળદાસ જભ્યો ત્યારે સપોઝ(ધારો કે) ૨૦૨ ડિગ્રી સુધીનો હતો. તે તો તેનો તે જ રહે છે ઠેઠ સુધી. પણ જ્ઞાન મળ્યા પછી બાવો છૂટો પડે છે. એટલે એની ડિગ્રીઓ આજ્ઞામાં રહેવાથી, જાગૃતિમાં રહેવાથી ૨૦૨ ડિગ્રીથી આગળ વધવા માંડે છે તે ઠેઠ ૩૬૦ ડિગ્રી થઈ જાય ત્યારે બાવાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. તે કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે ! બાવાનો જન્મ જ જ્ઞાન મળ્યા પછી થાય છે ! ત્યાં સુધી ‘હું ને મંગળદાસ ને બાવો બધું એક જ હોય છે.
એટલે શ્રદ્ધામાં ૩૬૦ ડિગ્રી છે પણ વર્તનમાં ૩૦૩ ડિગ્રી છે. શ્રદ્ધામાં ‘હું શુદ્ધાત્મા છું' પણ વર્તનમાં ૩૦૩ ડીગ્રીનો બાવો છે ! એટલે ૨૦૨ ડિગ્રી મંગળદાસની રિલેટિવ, ૩૬૦ ડિગ્રી શુદ્ધાત્માની, રિયલની ને ૩૦૩ ડિગ્રી બાવાની, નીયર રિયલની !
જ્ઞાન મળતાં પહેલાં આપણે બાવા તો હતા જ નહીં. હું ચંદુભાઈ, હું ડૉક્ટર, બધું એક જ માનતા હતા.
જ્ઞાન મળતાં પહેલાં બાવો હોય પણ તે ડ્રેસ વગરનો બાવો. જ્યારથી હું કર્તા છું, મારે કર્મ ભોગવવાં પડશે એવું જાણ્યું ત્યારથી જ એ બાવો થઈ ગયો. પણ તે એક્ઝક્ટ ડેસવાળો બાવો નહીં. આ દેહાધ્યાસ મને વર્તે છે એવું સમજે ત્યાંથી તો એ રોફવાળો બાવો થયો કહેવાય. ઘણો આગળ વધેલો કહેવાય. પણ તો ય તે અસલ ડ્રેસવાળો તો નહીં જ. અસલ ફૂલ પ્રેસવાળો બાવો તો આ જ્ઞાન મળ્યા પછી જ કહેવાય.
મંગળદાસને, બાવાને બધાંને જાણે તે ‘હું' ! જ્ઞાની તે ય ‘હું’ નહીં. ૩૬૦ ડિગ્રીનો જ્ઞાની છે તેને પણ ‘હું જાણું છું.
તીર્થંકરોને ૩૬૦ ડિગ્રી ને દાદાશ્રીને ૩૫૬ ડિગ્રી છે. એમાં ફેર એટલો કે દાદાશ્રી ખટપટીયા વીતરાગ ને તીર્થંકરો પૂર્ણ વીતરાગ.
મંગળદાસની પ્રકૃતિ બદલાય નહીં. પ્રકૃતિની અસર બાવાને કરે, પણ એટલા જ ભાગને કરે જ્યાં અજ્ઞાન રહ્યું છે. ૩૬૦ ડિગ્રીવાળાને કંઈ જ અસર ના કરે.
બાવાનું સ્વરૂપ જ્ઞાનથી દેખાય. જેમ ડિગ્રી વધતી જાય તેમ વધારે અષ્ટ સ્વરૂપ સમજાતું જાય.
બાવાનું ને મંગળદાસનું સ્વરૂપ સમજે છે તે ‘હું’ અને તે ય પ્રજ્ઞા સ્વરૂપે.
એક મહાત્મા દાદાશ્રીને પૂછે છે કે બાવા અને અહંકારમાં શું ફરક ? ત્યારે દાદાશ્રી કહે છે કે અહંકાર પોતે જ બાવો છે ને અહંકાર જેમ ઓછો થાય તે ય બાવો છે ને ખલાસ થાય તે ય બાવો છે.
દાદાશ્રી કહે છે કે અમારે અહંકાર ખલાસ થયેલો જ છે. ‘હું અહંકાર ખલાસ થયેલો છું, પણ બાવો હજુ અહંકારી છે. ૩૫૬ ડિગ્રીવાળા એટલે અમને ડિસ્ચાર્જ અહંકાર રહે, જેના આધારે બધી દૈહિક ક્રિયાઓ થાય.
દાદાશ્રી કહે છે, ‘દાદા ભગવાન' એ ભગવાન છે અને દાદા એ ભગવાન નથી. દાદા ય બાવા છે. એટલે જ્ઞાની ય બાવા (ને) તમે ય બાવા.
દાદાશ્રી એકદમ પ્યૉર છે તેથી બધાંને નિરંતર યાદ રહે છે, નહીં તો કોઈ યાદ ના રહે.
આ ૩૬૦ ડિગ્રીનું જ્ઞાન કેમ પ્રગટ થતું નથી ? હજુ બહાર બધે કેટલા રસો પડ્યા છે ! કેટલી કેટલી જગ્યાએ હજી ગલીપચીઓ થાય છે ?!.
અક્રમ જ્ઞાન દાદાશ્રી આપે છે તે ૩૬૦ ડિગ્રીનું પૂર્ણ કેવળજ્ઞાન જ આપે છે પણ પૂરેપૂરું પચતું નથી. દાદાશ્રીને જ ૩૫૬ ડિગ્રી જઈને અટક્યું. મહાત્માઓને ૨૦૦ ઉપરથી ૩૦ કે ૩૧૦ કે ૩૨૦ પર આવે છે !