________________
સ્થળ મનને જોનારો બાવો ને બાવાને જનારી પ્રજ્ઞાશક્તિ ! બાવો છે તે મંગળદાસ શું કરે છે તેને જાણે. વળી આ બધાને જુએ જાણે છે, તે દરઅસલમાં આત્મા જ આત્મદ્રષ્ટિથી જુએ-જાણે છે.
પ્રજ્ઞા છે ત્યાં સુધી બાવો છે. પ્રજ્ઞા બાવાને ય જુએ-જાણે.
બાવો પોતાને કર્તા માનતો હતો તેથી કર્મ બંધાયા જ કરે. હવે “હું બાવો છું’ એ માન્યતા ના રહી ને ‘હું શુદ્ધાત્મા છું' માને એટલે અકર્તા થયો એટલે કમ ના બંધાય.
તીર્થકરે ય નામકર્મ છે, એ ચેતન નથી. આ સર્કલ (સંસારી અવસ્થાઓ)ની બહાર ઊભો છે તે ચેતન. ‘સર્કલ'માં ક્યાંય મારાપણું ના થાય તો તે પ્યૉર ચેતન છે. પુદ્ગલની બધી જ અવસ્થાને દાદાશ્રીએ સર્કલ’ કહ્યું. દાદાશ્રી કહે છે આ વાત તમને કરે છે તે બાવો, સાંભળનારો ય બાવો. આપણે સર્કલની બહાર આવ્યા છીએ એવું બાવાને જ્યારે ખબર પડે ત્યારે સમકિત થયું કહેવાય.
મૂળ જાણનાર આત્મા છે પણ બાવો રોંગ બિલિફથી માને છે કે ‘હું જાણું છું.’ ‘હું કરું છું ને હું જાણું છું.” બેઉ મિચર છે તે બાવો ને ‘હું જાણું છું’ ‘હું કર્તા નથી’ તો તે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો બાવો ને મંગળદાસને જ નહીં પણ તેમની અંદરનાં બધાં જ ભાગને જાણે છે !
બાવો જે જુએ છે તે શુદ્ધાત્માને લીધે જ જુએ છે. પોતે સ્વયં જ્ઞાતાદ્રષ્ટા નથી.
ઊડ્યો ને જ્ઞાની થયો. ખરેખર તો બે જ છે. એક મોક્ષ ખોળતો હતો તે (બાવો) ને બીજા ભગવાન જે મોક્ષ સ્વરૂપ જ છે !
મૂળ આત્મા તો પરમાત્મા જ છે ! પણ આ સમસરણ માર્ગમાં વ્યવહારમાં આત્મા ડેવલપ થતો થતો ઠેઠ ભગવાન મહાવીર જેવો થઈ જાય છે !!! જુઓને, આ પુદ્ગલ પણ ભગવાન થયું !
દાદાશ્રી પોતાની જાત માટે કહે છે કે અમારું પુદ્ગલ હજુ ભગવાન જેવું નથી થયું. થોડી ભૂલ રહી જાય છે. હજી બધાને મોક્ષે લઈ જવાની ખટપટો થાય. વળી કો'કને ભારે શબ્દ પણ કહી દેવાય ! ભગવાનનું તો કંઈ એવું લક્ષણ હોય ? એટલું ખરું કે, “અમારી ભૂલો અમને તરત ખબર પડી જાય ! હા, કોઈનાં માટે એક વાળ જેટલો ય વિરોધ ના હોય.”
મંગળદાસનું ઉપરાણું પોતે લે તો સમજી જાય કે એ બાવાનો બાવો જ રહેવાનો. આપણે ‘જોયા જ કરવાનું એને.
નિજ દોષ જ્યારે પોતાને દેખાશે ત્યારથી બાવો જવાનો અને ભગવાન થવાનો !
સામાં જોડે આપણી ભૂલ થઈ હોય તો તેને આપણે પાછું વાળી લેવાનું. છતાં એની મેળે સામો ગૂંચાય તેની આપણી જવાબદારી નહીં. આપણે લીધે ગૂંચાય તો આપણી જોખમદારી. જ્યાં લગી બાવો છે ત્યાં સુધી ભૂલ થવાની શક્યતા. શુદ્ધાત્મામાં રહે તો જ ભૂલો બધી દેખાય. પણ પાછા બાવા થઈ જવાય છે ને !
બાવાને ખત્મ કરવા શું કરવું ? બાવાના પક્ષમાં ના બેસીએ તો તેનો વંશ વધવાનો જ નથી. કોઈ અપમાન કરે ત્યારે પોતાનું ઉપરાણું ના લે તો બાવો ખત્મ.
મોક્ષે કોને જવું છે ? જે બંધાયો છે તેને. જેને દુઃખ થાય છે તેને. એટલે કે અહંકારને. એને જ છૂટવું છે.
જ્ઞાની પુરુષ એટલે એ. એમ. પટેલ ? એ. એમ. પટેલ તો મંગળદાસ છે. જ્ઞાની પુરુષ તો જે ‘આઈ (હું) ડેવલપ થતો થતો ‘આઈ” (હું) રહિત ડેવલપ થયેલો છે તે. એ જ અહમ્ છે. ખોટો અહમ્
પોતાપણું કોણ રખાવે છે ? અજ્ઞાન. શુદ્ધાત્મા થયા તો ય હજુ પક્ષ ચંદુભાઈનો રાખવો છે એ બાવો.
ચરણવિધિ કોણ બોલે છે ? જેને છૂટવું છે બંધનમાંથી તે એટલે અહંકાર. અહંકાર એ જ પ્રતિષ્ઠિત આત્મા.
એક ભાઈ દાદાશ્રીને કહે છે કે આપ એવા આશીર્વાદ આપો કે અમે (બાવો) વધુ જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહીએ. ત્યારે દાદાશ્રી એને ધોઈ નાખે છે, ‘અલ્યા, એવા તે આશીર્વાદ હોતા હશે ? કે તમે એવું કંઈક કરો કે અમે ઊંઘતા હોયને તે ખોરાક મોંમાં પેસી જાય ! આવી ખોટી
59