________________
જ હું, હું બાવો ને હું જ મંગળદાસ ! હું જ બધામાં એક ! આની વિશેષ ને સ્પષ્ટતા કરતાં દાદાશ્રી દાખલો આપે છે કે અડધી રાત્રે કોઈ બારણું ઠોકે તો આપણે પૂછીએ કે કોણ છે ? ત્યારે પેલો કહે, ‘હું’. પણ અલ્યા હું કોણ? તો કહે, ‘હું બાવો ! અલ્યા પણ બાવો પણ કયો બાવો ? તો પેલો કહે, ‘હું, બાવો મંગળદાસ. ત્યારે જ ખ્યાલ આવે એનો. હવે આમાં છે તો એક જ વ્યક્તિ પણ ત્રણેય વખતે પોતાની ઓળખાણ જુદી જુદી આપે છે. એટલે કે બદલાયા કરે છે પોતાની ઓળખ.
હવે આમાં આત્મા ક્યાં આવે ?
હું એટલે શુદ્ધાત્મા, મૂળ પરમાત્મા, ૩૬૦ ડિગ્રીના ! બાવો એ વચ્ચેનો અંતરાત્મા ને મંગળદાસ એ ચંદુભાઈ ! જે મિકેનિકલ ભાગ છે શરીરનો તે. સ્થૂળ શરીર, ડૉક્ટરો ચીરીને જુએ તે, બધાં અવયવો માઈક્રોસ્કોપથી જુએ તે બધું જ મંગળદાસમાં જાય. શરીરમાં ફીઝીકલ ભાગ છે, જે પૂરણ-ગલન થાય છે, તે બધો મંગળદાસમાં જાય.
હવે બાવો એટલે શું ? પોતે ઘડીકમાં કહે, ‘હું ચંદુભાઈ ! પછી પાછાં ઘડીકમાં કહે, હું આ બાબાનો પપ્પા, આનો ધણી, આનો સસરો, આનો બૉસ !' અલ્યા ભઈ, તમે એકલા છો ને આટલા બધા જુદાં જુદાં નામ કેમ કહો છો ? જે તે એક કહોને ? ત્યારે કહે, ના, એ બધું જ હું તો ખરો ને ? રિયલમાં ? તો તે કહે, હા, રિયલમાં ! આ બદલાય છે તે બાવો છે.
જ્યાં સુધી ‘હું’ નામથી ઓળખાય છે ત્યાં સુધી એ મંગળદાસ. પણ ક્રિયાને આધીન તે બાવો કહેવાયો. ખરેખર મૂળ તો ‘હું’ જ છે. ‘હું’ તો કંઈ ખોટું નથી. પણ આ ‘હું’ અન્ય જગ્યાએ વપરાયું તે ખોટું છે. બાવો બદલાયા જ કરે વારે ઘડીએ, નામ તેનું તે જ રહે. બાવો વિશેષણવાળો છે. હું કારકુન, હું કલેક્ટર, હું કમિશ્નર એમ બદલાયા કરે એ બાવો. પાછલાં ડિસ્ચાર્જ ને નવાં ચાર્જ, આમ ચાર્જ ડિસ્ચાર્જ કરે તે બાવો !
દાદાશ્રી પોતાની ઓળખાણ આપતાં કહે છે કે આ શરીર એ અંબાલાલ. આમાં બાવો કોણ ? આ જે જ્ઞાની છે તે. અને હું કોણ ? આત્મા. એટલે આ જ્ઞાની બાવા જ કહેવાયને ! પાછા ત્રણેય એકનાં એક !
56
હું આત્મા, ડિઝાઈન એ મંગળદાસ ને કામગીરી એ બાવો ! કર્તાપણાનાં ભાવથી કામગીરી કરે તે બાવો.
સંસારની ખટપટ કરે એ બાવો, મોક્ષની ખટપટ કરે તે ય બાવો. આ બાવો જ બધાં ખેલ કરાવે છે !
બાવો જેવું ચિંતવે તેવો થઈ જાય. ‘આપણે રોમાન્સ જ કરવો છે’ તો બાવો તેવો થઈ જાય ‘આપણે બ્રહ્મચર્ય જ પાળવું છે' તો બાવો બ્રહ્મચારી થઈ જાય ને ‘આપણે મોક્ષે જ જવું છે’ એવું ચિંતવે તો તેમ થાય. નક્કી કરવું જોઇએ. ‘હું શુદ્ધાત્મા છું’ એવું ચિંતવે તો બાવો શુદ્ધાત્મા થઈ જાય !!!
મંગળદાસ મંગળી જોડે પૈણે ને સંસાર વધે.
‘હું સ્ત્રી છું’ એ બાવો, ‘હું પુરુષ છું’ એ બાવો. ઘરડો, નાનો બધા બાવા. પતિ-પત્ની રાત્રે ઝઘડે ને મનમાં નક્કી કરે કે મૂઆને સીધો કરીને જ ઝંપીશ. તે ય બાવો ! બાવો શું શું કરે છે ?!
કષાયી તે ય બાવો ને સંયમી તે ય બાવો. વિશેષણ બદલાય તે બાવો ને નામ કાયમ રહે તે મંગળદાસ.
મન બે પ્રકારનાં. એક ભાવમન ને બીજું દ્રવ્યમન. દ્રવ્યમન એટલે વિચારો આવે છે, તેને બાવો જોઈ શકે છે. એટલે એ મન બાવાનું નહીં, પણ તે મંગળદાસનું મન અને ભાવમન કે જે સૂક્ષ્મ છે, તે બાવો જોઈ ના શકે તે બાવાનું મન. ભાવ એ બાવો છે. મનમાં વિચાર આવે છે તેમાં બાવો તન્મયાકાર થઈ જાય એટલે એ થઈ ગયો મંગળદાસ ! અને આવતો ભવ ઊભો કર્યો ને મન ચોખ્ખું ના થયું. એને જુદો રહીને જુએ તો એટલો મુક્ત થયો ! ખરી રીતે આત્મા ક્યારેય મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં કે અહંકારમાં તન્મયાકાર થતો જ નથી. તન્મયાકાર થાય છે તે બાવો !
‘હું કર્તા છું’ માને છે, તેનાથી ભાવમન શરૂ થાય છે. ‘હું અકર્તા છું' થાય તો ભાવમન બંધ.
એટલે સ્થૂળ મન મંગળદાસમાં જાય ને સૂક્ષ્મ મન બાવામાં જાય છે.
57