________________
આપણે” જ એવા છીએ ! ફાંસીય ના અડે. ચોગરદમ બોંબ ફૂટે તે ય ના અડે.
કેવળજ્ઞાન, એબ્સોલ્યુટ જ્ઞાન, નિરાલંબ દશા એવી છે કે જ્યાં રાગદ્વેષ નથી, અવલંબન નથી, શબ્દ ય નથી, કશું જ નથી. નર્યો આનંદનો કંદ જ છે ! ત્યાં છે કેવળજ્ઞાન જ. કોઈ અવલંબન નથી એવો ઉપયોગ !
ગજસુકુમારને માથે સગડી તપાવી તો ય વેદના ના અડી ને કેવળજ્ઞાન થઈ ગયું !
ભગવાને ગજસુકુમારને સમજાવેલું કે “મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ ના કરશો. શુદ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે ત્યારે સૂક્ષ્મમાં જતા રહેજો. કેવળજ્ઞાન સ્વરૂપમાં !” એ કેવું સ્વરૂપ ? કેવળજ્ઞાન એ આકાશ જેવું સૂક્ષ્મ છે, બાકી અગ્નિ સ્થળ છે. સ્થૂળ સૂક્ષ્મને બાળે ?
‘કેવળજ્ઞાન સ્વરૂપ કેવું દેખાય? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ દેખાય. બીજું કશું દેખાય નહીં. કોઈ મૂર્ત વસ્તુ જ ના હોય એમાં.” આકાશ અમૂર્ત છે, સૂક્ષ્મ છે ! આ સ્વરૂપનો અનુભવ ગજસુકુમારને રહ્યો ને મોક્ષે ગયા !
મહાત્માઓને એ દશા ક્યારે થશે? એ થયે જ છૂટકો. તીર્થંકરના દર્શન થતાં જ થશે ! તીર્થકરની સ્થિરતા, એમનો પ્રેમ જોતાં જ થઈ જાય !
મહાત્માઓને પુદ્ગલના અવલંબન હવે જોઈએ જ નહીં, એવો નિશ્ચય થઈ ગયો છે. તેથી નિરાલંબ થવા માંડે. પુદ્ગલનું અવલંબન લે જ નહીં એ પરમાત્મા ને પુદ્ગલના આધારે જીવે એ જીવાત્મા.
દાદાશ્રી કહે છે, “જે આત્મા તીર્થકરોએ જ્ઞાનમાં જોયો એ છેલ્લો છે ને તે અમે જોયો છે, જાણ્યો છે તે નિર્ભય ને વીતરાગ રાખે. દાદાશ્રી કહે છે પણ હું તો નાપાસ થયેલો તીર્થંકર છું, ચાર માર્કે !
જ્ઞાની બે પ્રકારના. એક શુદ્ધાત્મ સ્વરૂપના શબ્દાવલંબનવાળા ને બીજા નિરાલંબ દશાવાળા. દાદાશ્રી નિરાલંબ દશામાં હતા ! આ કાળનું અગિયારમું આશ્ચર્ય !!! દાદાશ્રીને કોઈ ઈચ્છા જ ના હોય, તેથી તેમને દરેક ચીજ એની મેળે હાજર થઈ જાય ! દાદાશ્રીની હાજરી જ જગતનું કલ્યાણ કરે ! જેમ બરફની લાદીની હાજરી અંધારામાં ય આપણને ઠંડક આપે ને !
મહાત્માઓને દાદાશ્રીએ આપ્યું છે જ્ઞાનનું અવલંબન, પાંચ આજ્ઞાનું અવલંબન, જે નિરાલંબ બનાવશે ! મૂળ આત્મા પ્રાપ્ત કરાવશે ! મૂળ આત્મા છે વિજ્ઞાન સ્વરૂપ !!! [૭] છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન - હું, બાવો તે મંગળદાસ !
પરમ પૂજ્ય દાદાશ્રીએ છેલ્લામાં છેલ્લી આત્મવિજ્ઞાનની વાત ‘હું, બાવો ને મંગળદાસ’નું રૂપક આપી ખૂબ ઊંડાણથી સમજાવ્યું છે અને તત્ત્વ સંબંધીના, કર્તા સંબંધીનાં તમામ ગૂંચવાડાઓનો એક્કેક્ટ ફોડ મળી જાય છે. આવાં ફોડ કોઈ શાસ્ત્રમાં કે કોઈ જ્ઞાની પાસેથી મળે તેમ નથી.
આત્મજ્ઞાન થયા પછી મહાત્માઓને ડગલે ને પગલે આ ગૂંચવાડો ઊભો થઈ જાય છે કે મારે તો સો ટકા આત્મામાં ને જ્ઞાનમાં જ રહેવું છે, અકર્તા પદમાં જ રહેવું છે. છતાં એવી ગુલાંટ ખવાઈ જાય છે કે કંઈ સારું થાય તો, “મેં કર્યું” ને બગડે તો “સામાએ કર્યું’ એ થઈ જાય. ‘હું શુદ્ધાત્મા જ છું’ એને તો આવું ના જ થાય. તો થાય છે કોને ? આ તન્મયાકાર કોણ થઈ જાય છે ? મન-વચન-કાયા તો મિકેનિકલ છે એ ય અનુભવમાં આવે છે, તો આ કોના ઈશારે ઊંધું કરે છે ? આત્મા તો આવું કરાવે જ નહીં, કંઈ જ કરાવે નહીં. આ રહસ્ય નહીં સમજાવાથી પ્રગતિ અટકે ને મહીં ભયંકર ફસ્ટ્રેશન આવે. શુદ્ધાત્મા અને આ મિકેનીકલી કામ કરતાં મન-વચન-કાયાની વચ્ચે કંઈક ફોર્સ છે એ શું છે ? કઇ રીતે કામ કરે છે ? એનું સ્વરૂપ શું છે ? એ તમામ પ્રશ્નો ઊભાં થતાં, તેનો ફોડ એકઝેક્ટ બેસી જાય છે દાદાશ્રીનાં આ ગુહ્યતમ જ્ઞાનના ફોડથી ‘હું બાવો ને મંગળદાસ.’ હવે એ શું છે ?
આપણામાં ગામડામાં કહેવત છે “હું બાવો ને મંગળદાસ” એટલે કે કોઈ માણસ એકલો જ ઘણું બધું સંભાળતો હોય તેને આપણે પૂછીએ કે તમે ઘણાં બધાં કાર્યો કરો છો ! તમને કોણ કોણ મદદમાં છે ? ત્યારે એ કહે, ‘ભઈ, અહીં તો કોઈ ભૂતો ભઈએ મદદમાં નથી. અહીં તો હું
55