________________
નિરાલંબની વાટે કઈ રીતે જવાય ? આલંબન ઓછાં કરતાં કરતાં જવાનું. આલંબનની જરૂર કેમ લાગી ? ભક્તિ જ અવલંબનની કરી તેથી. પુદ્ગલની જ ભક્તિ કરી. હૂંફને લીધે પૌદ્ગલિક ઈચ્છાઓ થઈ અને ઈચ્છા પૂરી થાય એટલે હૂંફ જાય. આમાંથી છૂટાય કેવી રીતે ? લીધેલાં અવલંબનો કડવાં ઝેર જેવા લાગે ત્યારે. જ્ઞાન જાગૃતિ હોય તો અવલંબન ના હોય. પણ એટલી જાગૃતિ લાવે ક્યાંથી ? અવલંબનનું કારણ ઇચ્છા ! મીઠું લાગે ત્યાં સુધી અવલંબન છૂટે જ નહીં. જ્ઞાનીને ય બધાં સંયોગો ભેગાં થાય, પણ તેમને તેની જરૂર જ ના હોય. તેનો નિકાલ કરી નાખે.
મહાત્માઓને વસ્તુઓનાં અવલંબનો છૂટી જાય છે પણ વ્યક્તિઓનાં અવલંબનો રહે છે. એના માટે દાદાશ્રી સુંદર ફોડ આપે છે કે વ્યક્તિઓ સાથે ઋણાનુબંધને કારણે થોડું કોપ્લેકસ થઈ જાય છે. પણ તે ય ધીમે ધીમે એની મેળે છૂટી જશે. દાદાશ્રી પોતાનું પણ સુંદર કહે છે કે “વ્યવહારમાં તો અમારે ય નીરુબેનના અવલંબન છે, બીજાના છે. પણ નિશ્ચય અવલંબન ઊભું થાય એટલે કે જેના આધારે મહીં અડચણ થાય ત્યારે અવલંબનથી ઉપર જઈએ. બીજા લોકો અવલંબનનું સન્સ્ટિટ્યુટ ખોળે. જ્ઞાનીને તેવું ના હોય.
મહાત્માને તો શોર્ટકટ એક જ. બધાં અવલંબનો છોડી એક દાદાશ્રીનું અવલંબન પકડી લે એ જ મોટામાં મોટો ઉપાય. અને ખરેખર આ અવલંબન એ અવલંબન જ નથી. કારણ કે એમાં કોઈ પણ જાતનું રિએક્શન નથી.
કડવા-મીઠાં સંયોગોથી ખસે શી રીતે ? એના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો.
દાદાશ્રી સિવાય કોઈ મહાત્મા નિરાલંબ નથી થયો. માટે આજ્ઞામાં રહી આગળ વધવું.
જીવમાત્ર હૂંફ ખોળે એ જ અવલંબન. હૂંફ વગર ગભરામણ થાય એને. એના માટે અરીસા પાસે જઈને પોતાનો ખભો પોતે જાતે થાબડીને કહીએ કે “અમે છીએ ને ! શું કામ ડરો છો !' એટલું કરવાથી કોઈની જરૂર નહીં પડે.
હૂંફ વસ્તુ કેવી છે ? સ્ત્રીને ધણી વગર એકલા ઊંઘ ના આવે. પછી ભલે ને, પેલો ઊંઘી ગયો હોય ! હૂંફ વગરનું જીવન, એનું નામ મોક્ષ. હૂંફથી પરવશતા હોય.
મહાત્માને મનમાં બોજો રાખવાનો દાદાશ્રીએ ના કહ્યો છે. શેનો બોજો ? નિરાલંબ પદ નથી તેનો ! એ તો એની મેળે સામું આવશે. મોક્ષના દરવાજામાં પેઠા હવે પાછું તો જવાય એવું જ ના રહ્યું, આગળ જ વધવાનું. ત્યાં છેડે તો મોક્ષ જ છે ને !
દાદાશ્રી કહે છે કે અમે થિયરી નહીં પણ થિયરમ ઑફ એબ્સૉલ્યુટિઝમમાં છીએ. થિયરમ એટલે અનુભવમાં છીએ. એબ્સોલ્યુટ એટલે મૂળ આત્મા, નિરાલંબ આત્મા !
આ ધણી-બૈરી વચ્ચે કંઈ પ્રેમ હોય ? આસક્તિ ! હૂંફના આધારે. આ પ્યાલા-રકાબી જોડે સૂતાં હોય, તેથી તેને કંઈ પ્રેમ હોય ?!
જ્ઞાનીની હૂંફ રાખે તો જ નિરાલંબ થવાય.
મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ તીર્થંકર હોય જ છે ! બોલો, બ્રહ્માંડ તો કાયમ પવિત્ર જ છે ને ! આપણે ત્યાં પહોંચી દાદાશ્રીના અક્રમ જ્ઞાનના વિઝા બતાવ્યા કે મોક્ષમાં એન્ટ્રી !
મહાત્માઓને દાદાએ બધાથી છોડાવ્યા. હવે જે હૂંફ રહી, તે ડિસ્ચાર્જ હૂંફ છે.
જ્ઞાનીનો આધાર ક્યાં સુધી ? નિરાલંબ થતાં સુધી. જેમ છોકરાંને દરિયામાં ઊંચકવો પડે. પણ જેવા તેના પગ રેતીમાં પહોંચે કે તરત છોડી દેવાનો ! માટે ત્યાં સુધી જ્ઞાનીની પાછળ પાછળ ફર્યા કરવાનું !
દાદાશ્રી કહે છે કે મેં તમને બધું જ આપી દીધું છે, મારા જેટલું જ. પણ તમારી ફાઈલો તમને નડે છે.
એબ્સોલ્યુટ સ્થિતિ એટલે શું ? પરસમય બંધ થઈ ગયો. સમય એટલે કાળનું નાનામાં નાનું યુનિટ ! કોઈ વસ્તુ ટચ થાય નહીં એવો આપણો આત્મા છે, એટલે કે
53