________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જે આત્મા જોઈ શકે એને કેવળજ્ઞાન કહેવાય છે. તેથી અમે કહ્યું ને, અમને કેવળજ્ઞાન પચ્યું નથી. આટલું બધું જ્ઞાન હોવા છતાં અમારે બધું જગત દર્શનમાં આવ્યું પણ જ્ઞાનમાં નથી આવ્યું અને કેવળજ્ઞાન કેવું હોય ? કંઈ બાકી જ ન રહે. એટલે અમે સમજી ગયા કે આટલે આ ડિગ્રીએ આવીને ઊભું રહ્યું હવે. આ તો ત્રણસો છપ્પન અમે કહી દીધું, પણ સત્તાવન થતું નથી પાછું અને આપણે કરવું ય નથી. મારી ઇચ્છાએ ય નહીં. મારે શું ? હે વ્યવસ્થિત, તારે ગરજ હોય ત્યારે કરજેને ! આપણે તો ગાડીમાં બેઠા પછી ગાડીવાળાને ભાંજગડ !
૪૨૮
જ્ઞાતી પુરુષ એ જ દેહધારી પરમાત્મા !
પ્રશ્નકર્તા : આપ તો આત્મા છો તો પછી આપનામાં જ્ઞાની ક્યો ભાગ ?
દાદાશ્રી : જેટલો આત્મા થયો એટલો આ જ્ઞાની. જેટલો ત્રણસો છપ્પનનો આત્મા થયો, એટલો ત્રણસો છપ્પનનો જ્ઞાની. આત્મા જ્ઞાની જ છે પણ તેનું આવરણ ખસવું જોઈએ. જેટલું આવરણ ખસ્યું, ત્રણસો સાઠ ડિગ્રીનું ખસ્યું તો સંપૂર્ણ થઈ ગયો. ત્રણસો છપ્પનનું ખસ્યું તો ચાર ડિગ્રીનું આવરણ છે. તમારે તો વધારે ડિગ્રીનું આવરણ છે. ધીમે ધીમે તમારું આવરણ તૂટતું જશે. આવરણ તૂટવું એ જ્ઞાની જ છે પોતે. આવરણને લઈને અજ્ઞાની દેખાય છે.
ત્રણસો છપ્પન ડિગ્રી અંતરાત્માની અને ત્રણસો સાઠ પરમાત્માની. આ જ્ઞાન મળ્યા પછી તમે ય અંતરાત્મા છો અને અમેય અંતરાત્મા છીએ. અમારી ડિગ્રી ૩૫૬ છે.
પ્રશ્નકર્તા : દર્શનમાં ત્રણસો સાંઠ ડિગ્રી છે, જ્ઞાનમાં નથી આવતી એટલે જ આવું છે ને ?
દાદાશ્રી : પણ એ પદ ગણાય નહીંને ! છતાં શ્રીમદ્ રાજચંદ્રે ખુલ્લા દિલથી કહ્યું કે જ્ઞાની પુરુષ એટલે દેહધારી પરમાત્મા જ છે. એ શા માટે કહ્યું ? એટલે એમની આબરૂ વધારવા માટે નહીં. એમની પાછળ
હું, બાવો, મંગળદાસ
પડશો તો તમારું કામ થશે, નહીં તો કામ જ નહીં થાય. દેહધારી પરમાત્માના પ્રગટપણા સિવાય કોઈ દા'ડો કામ નહીં થાય. દેહધારી રૂપે પરમાત્મા જ છે.
૪૨૯
પ્રશ્નકર્તા : જ્યારે આપ કહો છો કે આ જ્ઞાની પુરુષ છે એટલે શું સંકેત કરો છો આપ ?
દાદાશ્રી : અંતરાત્મા ! એ અંતરાત્મા ચાર ડિગ્રી પછી એ પરમાત્મા તો થવાનો. કોઈ કલેક્ટર તો છે તે પહેલા વર્ષમાં હોય, હમણે જ કલેક્ટર થયો હોય નવો નવો. અને બીજા કોઈ ને કલેક્ટરની વીસ વર્ષની નોકરી થઈ હોય, ત્યારે કમિશ્નર થાય. વીસ વર્ષની નોકરી થઈ, જે કમિશ્નર થવાના મહિના પહેલાં તે કલેક્ટર હતો ને આય કલેક્ટર હતો. પણ તેમાં સરખું ના કહેવાય. પેલો મિશ્નર કાલે થઈ ઊભો રહે અને આપણે તો વાર લાગશે, વીસ વર્ષ જશે ત્યારે.
પ્રશ્નકર્તા : નહીં દાદાજી, આપ આ જે કહો કે ભગવાન બેઠાં છે અંદર અને આ હું ત્રણસો છપ્પન છું ત્યારે આત્મા તો એક જ છે.
દાદાશ્રી : એ રેગ્યુલર કહેવાય. વિગતવાર. એટલે પેલા કલેક્ટર તો વીસ વર્ષ કલેક્ટરમાં રહેલા હોયને એટલે જાણતા જ હોય કે મને ક્યારે કમિશ્નરનું કહેશે, કહેવાય નહીં. એવું આ જ્ઞાની ય જાણતા હોય કે ક્યારે આ ત્રણસો સાંઠ આપણા પૂરા થાય, કહેવાય નહીં. એટલે પોતે પોતાના પૂરા પદને જાણતા હોય. પણ અત્યારે જે પદે છે તેવું કહે લોકોને. નીચે કલેક્ટર લખેલું હોય. આ વીતરાગોનું જ્ઞાન. સહેજ પણ ગપ્પુ કે આડાઅવળી કશું ચાલે નહીં. ‘છે’ એને ‘છે’ જ કહેવું પડે અને ‘નથી’ એને ‘નથી’ જ કહેવું પડે. ‘નથી’ એને ‘છે’ કહેવડાવે નહીં. એવું અમારી પાસે કહેવડાવા જાય તો અમે ના કહીએ એમાં. અમે હવે અશક્ત છીએ અમારી શક્તિ કામ કરતી નથી. ‘નથી’ એને ‘છે’ કહેવડાવાય જ નહીં.
તથી ઉતાવળ કેવળજ્ઞાતતી ! પ્રશ્નકર્તા : પણ તો ય દાદા પૂરા વીતરાગી કહેવાય ને ?