________________
૪૨૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
છે શાથી ? કોઈ રહેલા નહીં અત્યાર સુધીમાં. બધાનું સ્મરણ કરવું પડે, આ એની મેળે આવે. આ તો વિસ્મરણ જ ના થાય અને પેલું સ્મરણ તો યાદ કરવાનું.
પ્રશ્નકર્તા : આ તો એની મેળે જ ચાલુ થઈ જાય.
દાદાશ્રી : એની મેળે જ ચાલે. લોક કહે છે ને કે ‘આ શી અજાયબી છે ?! અમે ના કહીએ તો ય એ ખ્યાલમાં જ રહે છે.’
...ત્યારે જ્ઞાત પ્રગટ થતું જશે !
પ્રશ્નકર્તા : તો અમારામાંય છે. તે કેવળજ્ઞાન સ્વરૂપ જ કહેવાયને ?
દાદાશ્રી : એ જ છે ને !
પ્રશ્નકર્તા : તો પછી એ જ્ઞાન બહાર કેમ નથી નીકળતું ?
દાદાશ્રી : બહાર શેનું નીકળે, પણ ? હજુ તો ગલીપચીઓ થાય છેને ?! જેટલી ગલીપચી થાય તેટલું જ્ઞાન અવરાય.
આ ડિસ્ચાર્જના રસો તૂટશે. જેમ જેમ તૂટશે તેમ તેમ પેલું જ્ઞાન પ્રગટ થતું જશે. આપ્યું છે કેવળજ્ઞાન સ્વરૂપ, પણ તે મેં કહ્યું કે મને પચ્યું નથી અને તમને પણ પચશે નહીં. અને કેવળજ્ઞાન સિવાય કોઈ દહાડો ચિંતા જાય નહીં. કોઈ ક્રમિક માર્ગમાં જ્ઞાની એવા થયેલા નથી કે જે ચિંતા વગરના હોય. એ છેલ્લા અવતારમાં જેને ચરમ શરીરી હોય, એને ચિંતા ગયેલી હોય.
પ્રશ્નકર્તા : આપ કહો છો ખરાં કે અમને ત્રણસોને છપ્પન ડિગ્રીનું જ્ઞાન છે, પરંતુ અમે તમને લોકોને તો ત્રણસો સાઠ ડિગ્રીનું આપી દીધું છે, એનો શું અર્થ ?
દાદાશ્રી : એનો અર્થ એટલો કે ત્રણસો સાઠનું મને હતું, પણ પચ્યું નહીં મને અને ત્રણસો છપ્પન ઉપર આવીને કાંટો ઊભો રહ્યો પાછો. એટલે તમને તો પચ્યું નથી, તે ત્રણસોને દસ ઉપર છે હજુ, ત્રણસો દસ-વીસ ઉપર
હું, બાવો, મંગળદાસ
છે. તમને ના પયુંને ? તે ત્રણસોને સાઠ આપ્યું, પણ ત્રણસો વીસ ઉપર આવી ગયું, કોઈને ત્રણસો દસ ઉપર આવી ગયું, પણ ત્રણસોની ઉપર છે બધું. અને હતા બસો ઉપર. સો-એક્સો દસ એકદમ ઓળંગ્યા છે. આ ચોખ્ખા માણસ હતા તેથી આ મળ્યું, નહીં તો દાદા ભગવાન ક્યાંથી ભેગા થાય તે ?! કંઈકેય ચોખ્ખો હોય, વધારે નહીં. પણ કંઈક ચોખ્ખો હોય તો દાદા ભગવાન પ્રાપ્ત થાય, નહીં તો દાદા ભગવાન પ્રાપ્ત ના થાય ! આટલો ફેર, જ્ઞાતી તે ભગવાતમાં !
૪૨૭
પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાની અને ભગવાનમાં શું ફેર છે ?
દાદાશ્રી : જ્ઞાનીમાં અને ભગવાનમાં એટલો ફેર કે જ્ઞાની સમજી શકે, બધું ય જોઈ શકે, જાણી શકે નહીં. આ જે દેખાય છેને, એ તો ભાદરણના પટેલ છે ને હું તો જ્ઞાની પુરુષ છું અને દાદા ભગવાન જુદા છે, એ તો પરમાત્મા જ છે ! ચૌદ લોકનો નાથ છે.
મારે ત્રણસો સાઠ ડિગ્રી પૂરી ના થઈ ને ત્રણસો છપ્પને ઊભું રહ્યું. તેથી અંદર જે પ્રગટ થયા છે તે ભગવાનને ને મારે માટે જુદાપણું રહ્યું છે. અને જો મને આ ત્રણસો સાઠ થયું હોતને, તો અમે બન્ને એકાકાર થઈ જાત. પણ આ હવે જુદાપણું રહ્યું છે. કારણ કે આ આટલું નિમિત્ત હશેને, આ લોકોનું કાર્ય કરવાનું, એટલે જુદાપણું રહ્યું છે. એટલે જેટલો કાળ અમે ભગવાન જોડે ભેગા રહીએ, અભેદભાવ હોય, એટલો કાળ સંપૂર્ણ સ્વરૂપ હોઈએ અને વાણી બોલીએ ત્યારે જુદું પડી જાય.
પ્રગટ્યો ચૌદ લોકનો નાથ !
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો કે ચૌદ લોકનો ધણી પ્રગટ થયો છે એટલે
શું?
દાદાશ્રી : એ બધું તમારામાં પણ છે.
ચૌદ લોકનો ધણી પ્રગટ થયો તે શું કે જ્યાં ફુલ સ્કેલમાં પોતે હાજર થયા છે. જ્યાં આવરણ નથી રહ્યું.