________________
૪૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૪૦૭
દાદાશ્રી : એ જે રિલેટીવ હતો તે જ.
પ્રશ્નકર્તા ઃ રિલેટીવ ચંદુભાઈ છે, એ બસ્સો બે ડિગ્રીએ છે અને રિયલ હું છું, એ ત્રણસો સાઠ ડિગ્રી એ છે એવી મારી સમજ છે.
દાદાશ્રી : પણ એ વાત સાચી જ છે ! પ્રશ્નકર્તા તો ત્રણસો ત્રણ ડિગ્રી એ કોણ છે ?
દાદાશ્રી : એ છે કે જેને, અત્યારે માન્યતામાં તો ત્રણસો સાઠ ડિગ્રી જ છું હું, પણ વર્તનમાં છે તે ત્રણસો ત્રણ ડિગ્રી છે.
પ્રશ્નકર્તા : બરાબર હંઅ. વર્તનમાં ત્રણસો ત્રણ ડિગ્રી છે.
એના પરથી જુદાપણાનું જ્ઞાન થઈ ગયું એમને અને પછી છે તે નીરુબેન પ્રતિક્રમણ કરે.
એવી રીતે પછી તમારે છે તે મને કહેવું કે આ ચંદુભાઈ બોલ્યા. એટલે આપણું જ્ઞાન હાજર રહ્યું કહેવાય. અહીં એવું જ બોલવાનો રિવાજ છે. એને ‘બાવાજી' આપણે કહીએ છીએ. હું, બાવો ને મંગળદાસ ! મંગળદાસ અમુક હદ સુધી, પછી આગળ છે તે બાવો છે.
પ્રશ્નકર્તા અમુક હદ સુધી હું ?
દાદાશ્રી : ના, એ છે ત્રણસોને છપ્પને આ બાવો, સત્તાવન, અઠ્ઠાવન, ઓગણસાઠ, તે ઓગણસાઠ સુધી બાવો ગણાય. સાઈઠ થયો એટલે ‘હું' થઈ ગયો. એટલે ‘હું તો ‘શુદ્ધાત્મા” જ છું, પણ આ ય “હું” થઈ ગયો. બેઉ ત્રણસો સાઠ થયા અને ત્યાં સુધી બાવો.
બાય રિલેટીવ હી ઇઝ ઇનસાઈડ ટુ હંડ્રેડ. અહીં લખો (દાદાશ્રી લખાવે છે), બાય રિલેટીવ વ્યુ પોઈન્ટ એટલે ચંદુભાઈ. બાય રિયલ હી ઇઝ ઑન શ્રી હંડ્રેડ શ્રી.
ડિગ્રી કોતી, કેટલી ? પ્રશ્નકર્તા : આપે કહ્યું કે ચંદુભાઈ બસ્સો ડિગ્રીએ અને રિયલમાં ત્રણસો ત્રણ ડિગ્રી છે. તો રિયલમાં ત્રણસો સાઠ ડિગ્રીએ છે એવું ના કહેવાય, દાદા ?
દાદાશ્રી : રિયલમાં તો ત્રણસો સાઠ ડિગ્રી જ છે. પ્રશ્નકર્તા: તો ત્રણસો ત્રણ ડિગ્રીએ કોણ આવ્યું છે?
દાદાશ્રી : એ જે રિયલ થવા માગે છે તે. રિયલ, એ મેં કહ્યું છે કે ખરેખર તમે મૂળ સ્વરૂપે (શુદ્ધાત્મા) રિયલ છો. એટલે હવે તમે (બાવો) રિયલ થવા માગો છો. હવે ખરેખર રિયલ જ થવું છે.
પ્રશ્નકર્તા : પણ કોણ, દાદા ? ચંદુભાઈ તો ચંદુભાઈ છે.
દાદાશ્રી : હંઅ. પ્રશ્નકર્તા : પણ દાદા, કોનું વર્તન ? ચંદુભાઈનું કે.. દાદાશ્રી : જેને વર્તન વધતું આવ્યું તે જ એ. પ્રશ્નકર્તા : તે ચંદુભાઈ કે કોણ ?
દાદાશ્રી : ચંદુભાઈ હતો તે, ખરેખર ચંદુભાઈ ન હતો પણ ‘હું ચંદુભાઈ છું’ એય સાચી વાત છે ને આગળ વધતો ગયો તેમ સાચી વાત છે.
પ્રશ્નકર્તા: એટલે એનો અર્થ એમ કહેવાય કે ચંદુભાઈ ત્રણસો ત્રણ ડિગ્રીએ આવે છે કે ચંદુભાઈ બસો બે ડિગ્રીએ જ છે?
દાદાશ્રી : મૂળ ચંદુભાઈ અમુક જગ્યાએ, એની એ જ જગ્યા પર હતો ત્યાંની ત્યાં જ. અને પછી છે તે આ આવ્યો. તે ચંદુભાઈ આટલાં આટલાં ખર્ચા કરીને આવેલો છે. એટલે એ મૂળ ચંદુભાઈ હોય આ. ખર્ચ કરેલો ચંદુભાઈ (બાવો).
પ્રશ્નકર્તા એટલે શું, દાદા ? ખર્ચ કરેલો ચંદુભાઈ એટલે શું? દાદાશ્રી : એ વાત તમારું બ્રેઈન પહોંચે નહીં એટલે આ મેં તમને