________________
૪૦૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
લખાવ્યું એ જ ભૂલ કરી. એ જો સમજણ પડી જાય તો આ તો બહુ સુંદર વાત છે. એટલે તમારે એમ જ કહેવું કે આ ત્રણસો ત્રણ ડિગ્રી નહીં, હું તો આ હતો.
પ્રશ્નકર્તા : એટલે જેને સમજ પડી કે હું આ ચંદુભાઈ નથી અને હું આ શુદ્ધાત્મા જ છું, એ જેને સમજ પડી એ ત્રણસો ત્રણ ડિગ્રી સુધી આગળ આવ્યો, બસ્સો બે ડિગ્રીથી.
દાદાશ્રી : હા, છું પણ થયો નથી હજુ. હવે થવાનો એણે પ્રયત્ન શરૂ કર્યો. શું શું અડચણો છે એ અડચણો તમને કહી. એ અડચણો દૂર કરતાં ગયા ને આગળ વધતા ગયા.
પ્રશ્નકર્તા : એટલે આપે જે રૂપક આપ્યું હું, બાવો ને મંગળદાસ. તો એમાં બાવો ત્રણસો ત્રણ ડિગ્રી સુધી આવ્યો.
દાદાશ્રી : હા. બાવો ત્રણસો ત્રણ ડિગ્રી સુધી આવ્યો છે, એ જ બાવો જ્યારે ત્રણસો ઓગણસાઇઠ થશે ત્યાં સુધી બાવો અને ત્રણસો સાઠ થયો એટલે શુદ્ધાત્મા !
પ્રશ્નકર્તા: સમજ પડી ગઈ હવે. એટલે મંગળદાસ તો બસ્સો બે ડિગ્રી ઉપર જ છે. એ તો જે લાવ્યો છે એ થયા કરવાનું છે એનું.
દાદાશ્રી : ચંદુભાઈને રિલેટિવ શું આપ્યું હતું ? પ્રશ્નકર્તા : બસ્સો બે ડિગ્રી.
દાદાશ્રી : એ બસ્સો બે ડિગ્રી ઉપર જ છે, ચંદુભાઈ તો. પછી ડિગ્રી વધતી ગઈ એ બાવો ગણાવા માંડ્યો. બસ્સો ત્રણ ડિગ્રી થયા એટલે બાવો. એ બાવો થતો થતો થતો થતો ત્રણસો ઓગણસાઠ ડિગ્રીએ આવશે, ત્યાં સુધી બાવો અને ત્રણસો સાઠ ડિગ્રી એટલે કમ્પ્લિટ.
પ્રશ્નકર્તા એટલે એના દર્શનમાં જેમ જેમ ફેરફાર થતો ગયો એમ ડિગ્રી વધતી ગઈ. એની એક પછી એક એની ડિગ્રી વધતી ગઈ...
હું, બાવો, મંગળદાસ
૪૦૯ દાદાશ્રી : એનો એ જ બાવો. બસ્સો ત્રણે જ બાવો કહેવાતો હતો અને ત્રણસો ઓગણસાઠ ઉપરેય બાવો કહેવાય.
પ્રશ્નકર્તા: હા. એટલે ત્રણસો ત્રણ ડિગ્રી ઉપર આવ્યો એટલે બાવાનું દર્શન વધતું ગયું.
દાદાશ્રી : હા. તે મહીં બાવો એ તમને જુદું પાડ્યું. અને મહીં એ એનો એ જ પોતે ચંદુભાઈ ગણાતો હતો, એનો એ જ પોતે હવે પાછો આવી રહ્યો છે. પોતે બાવો થતો ગયો પહેલો અને બાવો થઈને પછી આગળ આવતો રહ્યો.
એ ‘આ બાવો’ એવું મેં નામ આપ્યું છે એથી જો સમજણ પડે તો બહુ ઉત્તમ વસ્તુ. ક્યાં સુધી બાવો ને ક્યાં સુધી મંગળદાસ ને એ બધું.
પ્રશ્નકર્તા અને જ્યાંથી જન્મ્યો ત્યાંથી મંગળદાસ. બસ્સો બે ડિગ્રી પર જન્મ્યો તો બસ્સો બે ડિગ્રી પર મંગળદાસ.
દાદાશ્રી : મંગળદાસ તો કોણ છે ફક્ત ? જેટલો ફીઝીકલ ભાગ છે. એટલો જ, જન્મ્યો ત્યારથી નહીં. ફીઝીકલ છે એ બધું ય !
પ્રશ્નકર્તા : એટલે એવું મંગળદાસ નાનો, પછી જુવાન થયો, પછી ઘરડો થયો એ ફીઝીકલ ભાગ જ. શરીર !
દાદાશ્રી : શરીર જુવાન થાય છે એ બધું મૂળ છે તે ફીઝીકલ, ફીઝીકલ ભાગ રહે છે એ તો ચંદુભાઈનો, ચંદુભાઈ એ જ, પણ બાવો છે તે ધીમે ધીમે વધતો જાય છે.
પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું ત્યારથી બાવો જભ્યો. ત્યાં સુધી તો ચંદુભાઈ જ હતો.
દાદાશ્રી : હા. નહીં તો ત્યાં સુધી ચંદુભાઈ જ હતો. પછી બાવો થવા માંડ્યો. જેમ માણસ હોય બ્રાહ્મણ અને પરણવાનું ત્રીસ-ચાલીસ વર્ષ સુધી કશું ઠેકાણું ના પડે અને કોઈ જગ્યાએ મંદિરના મહંત તરીકે રાખ્યો અને બાવાજી કહેવાય ત્યારથી બાવો થયો. એટલે તમે ચંદુભાઈ જ હતા. હું ભેગો