________________
[૬] તિરાલંબા ભયંકર દુ:ખો ભોગવે છે લોક પણ શેના આધારે જીવે છે ? આ બીજા બધાંથી તો હું મોટો છું ને ? એના આધારે કોઈ અહંકારના આધારે, તો કોઈ રૂપના આધારે, તો કોઈ સગાં-વ્હાલાના આધારે, કોઈ વિષયના આધારે જીવે છે ! દેહ ખોરાકથી જીવે પણ આ મન આવાં અવલંબનોથી જીવે. આ બધાં ટેમ્પરરી આલંબનો છે. સનાતનનું આલંબન હોય એ જ ખરું. નિરાલંબ. એક જ્ઞાની નિરાલંબ હોય. એમને કોઈ જાતનું આલંબન ના હોય, મનનો આધાર, પૈસાનો આધાર એ બધા આલંબન ના હોય. મનનો આધાર, પૈસાનો આધાર એ બધા નાશવંત આધાર.
પોતે જ ભગવાન થઈ ગયો ! કૃષ્ણ ભગવાન આત્મયોગેશ્વર કહેવાય. યોગીઓને મન-વચન-કાયાનો યોગ હોય. એનાથી થોડીક શાંતિ થાય.
દાદાશ્રી કહે છે કે અમને સંપૂર્ણ આત્માનો અનુભવ થયો છે. અમે નિરાલંબ આત્મા જોયો છે. અને બધામાં એવો જ નિરાલંબ આત્મા અમને દેખાય છે !
જગતના લોકો આલંબન વગર જીવી શકે જ નહીં. અને વારે વારે અવલંબન બદલ્યા જ કરે.
ફોરેનર્સને આધારની બહુ પડેલી નહીં. ડાયવોર્સ થાય તો બીજી, આપણે ત્યાં તો નિરાધાર થઈ જાય !
‘સત’ એ નિરાલંબ વસ્તુ છે, ત્યાં આગળ “અવલંબન’ લઈને ખોળવા જાય તો શી રીતે મેળ પડે ? એ તો નિરાલંબ એવા જ્ઞાનીનું અવલંબન લે તો જ કામ થાય. આ આલંબન એકલું જ એવું છે કે જે નિરાલંબ બનાવે !
મહાત્માઓને શુદ્ધાત્માનો આધાર મળ્યો, એટલે મોક્ષના વીઝા મળી ગયા ! આજ્ઞામાં રહે તો સીધો પહોંચે.
દાદાશ્રી નિજ દશાનું વર્ણન કરતાં કહે છે કે, ‘હું સમાધિની બહાર નીકળતો જ નથી. ‘એ. એમ. પટેલ’ તે હું હોય, એના મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર તે હોય. શુદ્ધાત્મા છે તે હું હોય. ‘શુદ્ધાત્મા’ શબ્દ સ્વરૂપે હું નથી, હું તો દરઅસલ સ્વરૂપે છું. નિરાલંબ સ્વરૂપે છું.’
આ પરદેશમાં કેટલા બધા રોજ હુલ્લડો ! એના કરતાં નિજ ઘેર હેંડ ! પાર વગરની ત્યાં છે જાહોજલાલી ! નિરાલંબ દશા !
એ અદ્દભૂત દર્શન શું છે ? જે ગુપ્ત સ્વરૂપ છે. આવી અભૂતતા દુનિયામાં અન્ય ક્યાંય ના મળે ! શાસ્ત્રોએ એને લાખો વાર અભૂત કહ્યું !!!
દાદાશ્રી કહે છે કે છતાં મારે ચાર ડિગ્રી ખૂટી પૂર્ણ દશા માટે. કેમ ? મારી એક ઈચ્છા રહી ગઈ. હું જે સુખ પામ્યો તે બધા પામો.
નિરાલંબની વાત શબ્દોથી સમજાવાય નહીં. જ્ઞાની પાસે ઘણા વર્ષો પડી રહે ત્યારે કંઈક ગેડમાં બેસે.
શરૂમાં શબ્દસ્વરૂપ પ્રાપ્ત થાય અને છેલ્લી વાત નિરાલંબ ! આત્મા એકલો જ જગતમાં નિરાલંબ છે. એને કોઈ આધારની જરૂર નથી, સ્વતંત્ર.
આત્મસન્મુખ થયો નથી ત્યાં સુધી સુખ-દુ:ખ છે, અવલંબન છે, પરવશતા છે. આત્મા સિવાયના તમામ અવલંબનો છૂટે ત્યારે દા'ડો વળે !
શાસ્ત્રો ય અવલંબન રૂપ છે. એને અધવચ્ચે ના છોડાય. પણ મંઝિલ આવે ત્યારે રોડને છોડવો પડે કે નહીં કે ઘેર રોડને લઈને જવાય ? પગથિયા લઈને મેડે ચઢાય ? ગમે એટલી સીડી વહાલી હોય પણ મેડે પહોંચ્યા પછી એને છોડવી જ પડે ને ?
મહાત્માઓને જે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એ શબ્દાવલંબન છે, આજ્ઞામાં જેમ જેમ રહેશે તેમ તેમ અવલંબન ધીમે ધીમે જશે ને નિરાલંબ થવાશે. હા, મોક્ષનો સિક્કો સો ટકા વાગી ગયો !
યોગી ય આલંબનવાળા હોય. આત્મયોગી નિરાલંબી હોય. આત્મયોગીને તો ભગવાનના આલંબનની ય જરૂર નહીં. કારણ કે એ
46
દાદાનું જ્ઞાન મળ્યા પછી નિરંતર સહજપણે શુદ્ધાત્માનું લક્ષ રહે,