________________
કીર્તિની વાસના ના હોય. ઉઘાડા કષાય ના હોય. એમાં આત્માની ઓળખાણ ના હોય ને એની ઓળખાણ થાય એટલે સમ્યક ચારિત્ર જે મોક્ષનું છે.
દાદાનું ચારિત્ર સફળ ચારિત્ર હોય. આત્મજ્ઞાનીનું ચારિત્ર જોવા મળે તો ય ઘણું છે. જોવાથી જ તે રૂપ થઈ જવાય. છતાં દાદાશ્રી કહે છે કે અમારું ચારિત્ર એ ગયા અવતારનું પરિણામ છે, આ પૂર્ણ નથી.
ભગવાન મહાવીરે કહેલું જ્ઞાન-દર્શન ને ચારિત્ર એ ઈન્દ્રિય પ્રત્યક્ષ
નથી.
દેહાધ્યાસ જાય ત્યારે સમ્યક્ ચારિત્ર ઉત્પન્ન થાય, નહીં તો લૌકિક ચારિત્ર કહેવાય.
મહાત્માઓના ચારિત્રનું લક્ષણ શું ? આત્મદ્રષ્ટિથી જોવું જાણવું તે ચારિત્ર. એમાં મન, બુદ્ધિથી જોવાનું ના હોય.
પોતાના મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારને જોયા કરે એ ચારિત્ર. જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવું એ આત્માનું ચારિત્ર.
ચારિત્ર વર્તે છે તેનાં લક્ષણ શું ? વીતરાગતા. પોતે જાણપણામાં રહે તો સમ્યક્ ચારિત્ર છે.
પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો છતાંય શેયમાં જ્ઞયાકાર થઇ ગયો. તે વખતે જ્ઞાન છે, પણ ચારિત્ર નથી. એટલે આખું ફર્યું નથી.
ચારિત્ર બળવાન થયાની પરીક્ષા શું ? કોઇની જોડે અથડામણમાં ના આવે, મનથી પણ નહીં. એડજસ્ટ એવરીવ્હેર. મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર, કોઇથી ના અથડાય. ડખો ના થાય. મોટું ના ચઢે. કોઈને દુઃખ ના થાય. અથડાયા પછી પ્રતિક્રમણ કરી નાખે તો તે ચારિત્ર કહેવાય? ના. તે ચારિત્રમાં જવાની નિશાની.
શીલવાન તો પૂર્ણ ચારિત્રનો હોય.
ગમે તેવા સંજોગોમાં ય જોવા જાણવાનું જ રહે અંદરથી, ત્યારે એ નિશ્ચયની હદમાં આવ્યો. મામાની છોકરીને ઊઠાવી જાય તો નાટક બધું જ કરે બચાવવાનું, પણ અંદરથી નિર્લેપ જ હોય.
દાદાશ્રી કહે છે કે અમારું ચારિત્ર બહુ ઊંચું હોય. સમ્યક્ ચારિત્રમાં જ્ઞાન-અજ્ઞાન ભેગું ના થવાનો પુરુષાર્થ હોય અને કેવળચારિત્ર તો કેવળજ્ઞાન પછી જ હોય. સહજ હોય, કેવળજ્ઞાનીને કેવળ ચારિત્ર વર્તે.
આજે સો ઉપર હોય અસ્તિત્વ પણ દેખીતું ચારિત્ર અઠ્ઠાણું ઉપર હોય. અસ્તિત્વ આ ભવનું છે ને દેખીતું ચારિત્ર પરભવનું છે.
પ્રાપ્તિનો માર્ગ એક જ હોય. વિચારશ્રેણી જુદી જુદી હોય. અને તે દરેકની પ્રકૃતિની ભિન્નતાને કારણે, બાકી પ્રકાશમાં ફેર ન હોય. ક્રમિકમાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર હોય. અક્રમમાં દર્શન, જ્ઞાન ને ચારિત્ર હોય. કેવળજ્ઞાન પ્રકાશ તો બધામાં સરખો જ હોય. અક્રમની રીત મહા પુણ્યશાળીઓને પ્રાપ્ત થાય. આ રીત એકદમ સહેલી ને સરળ છે !
શુકલધ્યાન ઉત્પન્ન થાય એટલે યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય. શુક્લધ્યાન એટલે કેવળ પોતાના આત્મસ્વરૂપનું જ ધ્યાન.
યથાખ્યાત ચારિત્ર પૂરું થાય પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. ‘આત્મા શું છે” એનું આખું લક્ષ બેસી જાય તે યથાખ્યાત ચારિત્ર. એટલે જેમ છે. તેમ ચારિત્ર. સમ્યક ચારિત્ર કરતાં એ ઊંચું અને વીતરાગ ચારિત્ર કરતાં જરાક જ ઊણું.
સમ્યકુ ચારિત્ર એટલે પડે ને ઊભો થાય, પડે ને ઊભો થાય તે અને પડતો જ બંધ થઈ જાય તે યથાખ્યાત ચારિત્ર.
કેવળ ચારિત્ર કોઈ જોઈ ના શકે. સમ્યક્ ચારિત્ર જોઈ શકાય. એ ઈન્દ્રિયગમ્ય નથી, જ્ઞાનગય છે !
આમ દાદાશ્રી મોક્ષના ચારિત્રનો યથાર્થ ફોડ પાડે છે. કપડાં બદલવા એને ચારિત્ર નથી કહ્યું, મોક્ષનું ચારિત્ર સ્થળ નથી, સૂક્ષ્મ છે ! પહેલું સમ્યક ચારિત્ર પછી યથાખ્યાત ચારિત્ર ને છેવળ કેવળ ચારિત્ર, જે કેવળ જ્ઞાન સાથે હોય અને તે પછી તો થોડાક જ કાળમાં મોક્ષે જાય !
45