________________
૪૦૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એની વાત જુદી છે. પણ સમજણ પડે તો કામનુંને ?
કોઈ અવતારમાં જે જ્ઞાન નથી મળ્યું તે મળ્યું અને એમનું રાગે પડી ગયું. એના દાખલા-દલીલ સાથે, હું કોણ ? બાવો કોણ ? ને મંગળદાસ કોણ ? બાવાને જોયો, મંગળદાસનેય જોયો. હવે આપણે આપણી જાતમાં આવ્યા. કેટલા વર્ષે !
જો એ ‘હું’માં આવી જાય તો અક્રમ વિજ્ઞાનનો ધ્યેય પૂરો પડે ! તમને સમજાયુંને બરોબર ? હવે આપણે આપણામાં રહેવું, ‘હું’માં રહેવું. બાવો તો હતા જ. બહુ દહાડા એમાં રહ્યા. વગોવાયા, પૈણ્યા, પસ્તાયા હઉ, ના પસ્તાયા કોઈ ?
પ્રશ્નકર્તા : આમાં રિલેટિવમાં તો ભરપટ ડૂબેલા હતા.
દાદાશ્રી : ભ૨૫ટ એટલે ડૂબેલા હતા તેય ડબલ ડૂબાડવાનું હોય તો ય મજા આવે એવું હતું. હજુ હમણે જ બદલાયુંને ?
પ્રશ્નકર્તા : માર્ગ મળ્યો છે, એટલે હવે નીકળી જવાશે એવી ખાત્રી છે અંદર.
દાદાશ્રી : એ ખાત્રી થઈ ! ધનભાગ્ય છે ! આ વાત સમજી ગયોને, તેનું તો કલ્યાણ થઈ ગયું.
હવે બહાર કોઈ જ્ઞાની થયા હોય ને તો એ મનમાં જાણતા હોય કે હું જ્ઞાની છું. તે રાતે હઉ એ કેફમાં સૂઈ જાય. દરેકનો કેફ ચડે. તે રાત્રે હઉ ઘેનમાં સૂઈ જાય. એમાં એ ખરેખર છેવટે પસ્તાય. આ તો બાવો છે, બાવો ! તેમાં તું કમાયો શું ? તું જુદો છે, તું તો શુદ્ધાત્મા છે.
‘બાવો’ શુદ્ધ તો ‘હું' શુદ્ધ !
રિયલ માટે તમારે કશું કરવાનું નહીં. આ આટલું છે તે ચંદુભાઈ કરે અને રિલેટિવ શુદ્ધ થતું જાય. રિલેટિવ શુદ્ધ થતું જાય, એટલે ‘બાવાજી’ શુદ્ધ થતા જાય. અત્યારે એ ‘બાવાજી’ સંપૂર્ણ શુદ્ધ ના કહેવાય. ‘બાવાજી’ સંપૂર્ણ
હું, બાવો, મંગળદાસ
શુદ્ધ થઈ રહેશે ત્યારે ‘હું’ શુદ્ધ થશે, કમ્પ્લીટ શુદ્ધ. ‘હું’ પણ ભગવાન !
અત્યારે ‘હું’ જ્ઞાન સ્વરૂપ, પછી ‘હું’ વિજ્ઞાન સ્વરૂપ પ્રગટ થશે ! એટલે તમારે આ એવું જ બેઠું છે. આ બાવો શુદ્ધ થતો જાય છે અને જ્યારે તે ‘હું’ એ શુદ્ધ, એ ચોખ્ખું થઈ ગયું, અને તો એ ‘હું’ થઈ ગયો કમ્પ્લિટ ! પ્રશ્નકર્તા : પછી ‘હું’ વિજ્ઞાન સ્વરૂપ થતું જાય.
દાદાશ્રી : જ્યાં સુધી બોલે છે, ત્યાં સુધી જ્ઞાન સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : હંસ. ‘હું’ બોલે છે ત્યાં સુધી જ્ઞાન. ‘હું’ સાંભળ્યા કરે અને જ્ઞાન બોલ્યા કરે.
૪૦૩
દાદાશ્રી : જ્ઞાનેય પછી બોલવાનું બંધ થઈ જાય, એ વિજ્ઞાન. વિજ્ઞાન પછી અવાજ-બવાજ ના હોય, પૂર્ણાહુતિ, પૂર્ણ દશા !
પ્રશ્નકર્તા : એટલે ત્રણસો સાઠ ડિગ્રી કહે છે તે વિજ્ઞાન સ્વરૂપ ! દાદાશ્રી : હા. એ થ્રી સીક્સ્ટી(ત્રણસો સાઠ) થયા પછી બોલ, શબ્દ ના હોય.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન બોલે છે અને ‘હું’ સાંભળ્યા કરે, તેમ ડિગ્રીઓ વધતી જાય.
દાદાશ્રી : વધતી જાય.
શબ્દો છે ત્યાં સુધી અમે બાવા છીએ. પણ શબ્દ જુદો છે, આ રિલેટિવ છે અને રિયલમાં શુદ્ધ, વિજ્ઞાન છે. અમે બે બાજુ છીએ. એક વિજ્ઞાન સ્વરૂપ છે અને બાવા સ્વરૂપે છે એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન રિલેટિવ છે અને પેલું વિજ્ઞાન રિયલ છે. આ અમારું રિલેટિવ બંધ થયું કે પેલું પૂરું થઈ ગયું. રિલેટિવ એકાદ-બે અવતારમાં બંધ થઈ જાય. એટલે પેલું પૂરું થઈ જાય. એટલે ‘અમે’ વિજ્ઞાન જ છીએ. પણ અત્યારે જ્ઞાન સ્વરૂપ છીએ, બાવાજી. હું, બાવો ને મંગળદાસ.
પ્રશ્નકર્તા : ‘હું’ બાવા સ્વરૂપે હોય છે જ ?