________________
૩૮૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
આ કહે છે, અમારા દોષો કેમ દેખાડતા નથી ? મેં કહ્યું, જોવામાં આવે તો દેખાડીએને ? અમારા હાથમાં આવે, તો એ ફાઈલ કાઢીએ. હાથમાં ના આવે, એટલે મેં જાણ્યું દોષો કાઢી નાખેલા હશે. એ જ્યારે આવે ત્યારે પાછાં દેખાડી દઈએ.
અને પોતાની ભૂલ પોતાને જ્યારે દેખાશે ત્યારે ડિસીઝન આવી ગયું. બાવો હવે રહેવાનો નથી બહુ ટાઈમ. હવે બહુ ટાઈમ બાવા તરીકે રહેશે નહીં. હવે ભગવાન થઈ જવાનો. પોતાની ભૂલ પોતે જુએ ત્યારથી એ ભગવાન થવાની તૈયારી થાય.
એટલે ‘મને ગાડીમાંથી ઉતારી પાડે તો શું થાય’ એ જોઈ લેવું. પ્રશ્નકર્તા : બરાબર, દાદા. સામાની પોઝીશનમાં આવી જવાનું તરત.
દાદાશ્રી : હા. સામા જોડે ભૂલ થઈ હોય, તે પાછું વાળી લેવું. ભૂલ થઈ હોય તો વાળી લેવું. છતાં એ એમની મેળે ગૂંચાય તેના માટે આપણે જવાબદારી નહીં. આપણે લીધે ગૂંચાય તો આપણી જોખમદારી. કેટલીક ભૂલો દેખાડાય નહીં. અને હું તો એવો નિયમવાળો છું કે પૂછું એમને કે ‘તમને ભૂલો કહીશ તો તમને તાવ નહીં ચડેને ?” ત્યારે કહે, “ના દાદા, એ તો મારે તમારી પાસે જાણવું છે તમારી જોડે જ.' એટલે હું દેખાડી દઉં. હવે તાવ ચડવાનો જ ક્યાં રહ્યો છે ? બાવા મટી જવું જ છે ત્યાં. અને બાવા છો ત્યાં સુધી ભૂલ થવાનો સંભવ છે.
પ્રશ્નકર્તા : તમારે મને ય કહેવાનું, દાદા. કારણ કે હજુ કંઈક પુદ્ગલમાં એવી ખામી હોય કે સ્થૂળ દેખી શકાય, પણ સૂક્ષ્મ કંઈક હોય તો ખબર નહીં પડે.
દાદાશ્રી : બરોબર છે. ઘણાં દેખાતા થઈ ગયા છે. પણ હજુ મહીં અમુક અમુક રહે. એ પછી અમે કહી આપીએ. આપણે તો કોઈ પણ રીતે બાવાપણું મટાડવું છે. બાવાપણું છૂટી જવું જોઈએ. અનંત અવતાર આ ધંધો માંડ્યો હતો. હવે જે તે રસ્તે છૂટવું જ છે. આપણો બધાનો દ્રઢ નિશ્ચય છે.
હું ભૂલ વગરનો થયો તો બીજાને ભૂલ દેખાડી શકું છું. તમને તમારી
હું, બાવો, મંગળદાસ
૩૮૧ ભૂલ હજુ જડતાં વાર લાગશે. પોતે કરે ને પોતે જાણે એ મુશ્કેલ છે. મેં જ્ઞાન આપ્યું એટલે જાણતાં થયાં, કે પોતે કોણ છે ? બાવો તો એ જાણે જ નહીંને ! તમે “હું” છો, તો બાવાની બધી ભૂલો જોઈ શકો. પણ હજુય કેટલીક વખત બાવા થઈ જાવ છોને !
આમ પોતાપણું રખાવે “એ' ! પ્રશ્નકર્તા: આ પોતાપણું જેને છે અને જે કહે છે ને આ હું છું. હું ચંદુભાઈ છું’ અને ‘હું શુદ્ધાત્મા છું' એવું ય કહે છે પાછો. પછી જે રક્ષણ કરે છે પાછો, એ બધું કોણ છે એમ ? ખરેખર કોણ છે એ ?
દાદાશ્રી : ના, ના. કોઈ છે જ નહીં, આ તો જ્ઞાન છે તે હું શુદ્ધાત્મા બોલે છે અને હવે પેલો પક્ષ લે છે, એ અજ્ઞાન છે. પોતાપણું રખાવે છે એ અજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : એ કોણ રખાવે છે પોતાપણું ?
દાદાશ્રી : એ અણસમજણ. આ હજુ એટલો અહંકાર તૂટ્યો નથી. અવળી સમજણ છે. હજુ આ છૂટતી નથી.
પ્રશ્નકર્તા : અહંકાર કોને ? એ કોણ છે ?
દાદાશ્રી : “હું શુદ્ધાત્મા’ કહે તે શુદ્ધાત્મા જ છે, એ જ્ઞાન જ છે અને જે અવળું કરે છે એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે બુદ્ધિ અને અહંકાર એટલે ‘હું ચંદુભાઈ છું’ તેનો તે જ !
પ્રશ્નકર્તા: એને તમે બાવો કહો છો?
દાદાશ્રી : ત્યારે ચંદુભાઈનો જ ને ! “હું ચંદુભાઈ છું” એ હજુ પોતાનો પક્ષ રાખે છે, “એને’ હું શુદ્ધાત્મા” થવું છે. શુદ્ધાત્મા થયા છો. તો ય ચંદુભાઈનો પક્ષ છોડતા નથી. માટે એ ચંદુભાઈનો પક્ષ નહીં છોડે, ત્યાં સુધી એ કાચું રહેશે.
પ્રશ્નકર્તા : એ બાવો ?