________________
હું, બાવો, મંગળદાસ
૩૭૯
૩૭૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : જે પૂછે છે તેને. જેને છૂટવું છે તે. હવે કોને છૂટવું છે ? તમારે છૂટવું છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તમે તો તમારી જાતને માની બેઠા હતા કે હું ચંદુભાઈ છું. ખોટું નીકળ્યુંને બધું ?
એ જે તમને પોતાને તમે પહેલાં માનતા હતા કે હું ચંદુભાઈ છું એ જે તમે છો, તે છૂટવા માંગે છે. પૂછનારને જ છૂટવું છે. કોને છૂટવું છે ? પૈણનારો ‘કોને પૈણવું છે ?’ એમ કહે ત્યારે લોક શું કહે, તારે જ પૈણવાનું છે ને ! તમારી જાતને જે તમે માનતા હોયને, તે તમે. તેને છૂટવું છે. અને અહંકારને છૂટવું હોય તો તું કોણ ? પૂછનારું કોણ ? પૂછતી વખતે એવું ના બોલાય. એમ ને એમ વાત કરવી હોય તો એમ થાય કે ભઈ, અહંકારને છૂટવું છે હવે. પૂછતી વખતે ભ્રમ થાય.
અહંકારે કરીને જે કુંવારો હતો, તે એમ કહેતો હતો કે મારે પૈણવું છે અને એ પૈણવાનો થયો, ત્યારે પાછો પૂછે કે કોને પૈણવું છે, ત્યારે અમારે કહેવું પડે કે અહંકારને પૈણવું છે ? તો તું કોણ થયો ? એટલે મારે કહેવું પડે કે તારે પૈણવું છે. પૂછનારને જ પૈણવું છે.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ એટલે એ.એમ.પટેલ ?
દાદાશ્રી : નહીં. એ.એમ.પટેલ તો આ બોડી. અમે જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ એટલે જે “આઈ’ ડેવલપ થતો થતો થતો “આઈ રહિત જે ડેવલપ તે થયેલો છે !
એટલે એ પ્રવાહ એવો ચાલ્યા કરે છે. તેમાં શૂન્યતાથી માંડી અને ડેવલપમેન્ટ વધતું જ જાય છે. એ ડેવલપમેન્ટ શું થાય છે ? ત્યારે કહે, આત્મા તો મૂળ જગ્યાએ ઊભો છે. પણ આ વ્યવહાર આત્મા એટલો બધો ડેવલર્ડ થતો જાય છે કે મહાવીર ભગવાન થયા, એ પુદ્ગલ ભગવાન થયું. એ માન્યામાં આવે, પુદ્ગલ ભગવાન થયું ?!
પ્રશ્નકર્તા : હા, થયું જ ને ! થાય જ છેને, જોવાય છે.
દાદાશ્રી : અમારું પુદ્ગલ ભગવાન પદ પુરૂં દેખાડે એવું નથી એટલે અમે ના કહીએ છીએ. ભગવાન નથી અમે. પણ આ પૂરું દેખાડે એવું નથી એનો શું અર્થ ? આવો ચંદુભાઈ. આમને બોલાવીએ એ બધું શું છે ? ભગવાનના લક્ષણ છે આ ? બીજું અમે કો'ક ફેરો ભારેય શબ્દ બોલી જઈએ. અમને પોતાનેય સમજાય કે આ ભૂલ થઈ રહી છે. એ પૂરી રીતે સમજાય, એક વાળ જેટલું એવું નથી જતું કે જે અમને અમારી ભૂલ ન દેખાય. ભૂલ થાય પણ તરત ખબર પડી જાય. એ ડેવલપમેન્ટ કાચું, ભગવાન થવા માટેનું. એટલે અમે ના કહીએ. ભગવાન થવું એટલે બધા આચાર-વિચાર, બધી હરેક ક્રિયા ભગવાન જેવી જ લાગે. એ શું થઈ ગયું ? આત્મા તો આત્મા જ છે, એ દેહ ભગવાન થયો. એનું નામ જ ડેવલપમેન્ટ. અત્યારે તમે આટલા ડેવલપમેન્ટ સુધી આવ્યા છો, હવે દેહ ભગવાન થાય એવું ડેવલપમેન્ટ બાકી રહ્યું, એ એવું જ થઈ રહ્યું છે, લોકોનું (બધા મહાત્માઓનું) એવું જ થઈ રહ્યું છે. એમાંથી કેટલાંક ઉતરી ય જાય, સંજોગો અવળા બાઝે તો ! અમે રોજ અમારું જોઈએ કે એક અક્ષરેય કોઈના માટે વિરોધ ના હોય અમને. બિલકુલેય ના ફાવતું હોય, ગમે તે અવળું બોલે તોય પણ એના માટે વિરોધ ના હોય.
સ્વદોષો દેખાય ત્યારથી બાવો જાય !
બે જ વાત છે, ત્રીજો કોઈ છે જ નહીં. એક મોક્ષ ખોળતો હતો તે છે અને એક ભગવાન છે, મોક્ષ સ્વરૂપ થઈને બેઠાં છે તે.
પગલ પણ થાય ભગવાત !
મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય એ મળ્યા કરવાનો, આપણે જોયા કરવાનું. શું બને છે એ જુઓ એ જ આપણો માર્ગ.
આ સંસાર એટલે શું છે ? ડેવલપમેન્ટનો પ્રવાહ છે એક જાતનો.