________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એટલે આ મંગળદાસ એ છે તે જ્યાં સુધી એ નામથી ‘એને’ ઓળખે છે ત્યાં સુધી એ મંગળદાસ છે. એ પોતે ય જાણે છે કે હું મંગળદાસ છું, ત્યાં સુધી એ મંગળદાસ છે. બાવો ક્રિયાને આધીન બાવો કહેવાયો. અને મૂળ તો ‘હું' જ. ‘હું’ તો કંઈ ખોટું નથી. ‘હું’ બીજી જગ્યાએ વપરાયું છે તે ખોટું છે !
૩૬૮
જે મંગળદાસ છે એ જીવાત્મા છે, બાવો એ અંતરાત્મા છે અને હું એ પોતે પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : એક જ વ્યક્તિ ત્રણ પ્રકારે થઈ શકે છે ?
દાદાશ્રી : છે જ ત્રણ પ્રકારે, જ્યારે એ કોલેજમાં ભણે છે ત્યારે શું કહેવાય એ ?
પ્રશ્નકર્તા : સ્ટુડન્ટ, વિદ્યાર્થી.
દાદાશ્રી : એનો એ જ વિદ્યાર્થી. બીજે દહાડે એના લગ્ન હોયને તો પૈણવા જાય તો ત્યાં શું કહે એને ? વરરાજા. અલ્યા મૂઆ, વિદ્યાર્થીને વરરાજા શું કરવા કહો છો બધા ? ત્યારે આપણાં લોકો શું કહે છે બધાં ? અલ્યા મૂઆ, વરરાજા છે અત્યારે તો. વિદ્યાર્થી તો ત્યાં સ્કૂલમાં હતો ત્યારે, અહીં નહીં. અહીં તો વરરાજા છે અને શાદી કરતાં પહેલાં કશું થયું ને વહુ ત્યાં મરી ગઈ, તો પછી શું થયું ? આ વરરાજા રહ્યાં ? જાન સાથે પાછું. રીટર્ન વીથ થેન્કસ એટલે જે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, તે બાવો.
બાવો એટલે અહીં કેટલાંક સોલીસીટર થાય છે. તો બાવો એ
સોલીસીટર. પેલો બાવો અને આ સોલીસીટર. પેલો બાવો અને આ વેવઈ. બાવો તો બહાર લોકોને કહેવાય પણ બીજી જગ્યાએ તો એનો જમાઈ આવે તો મૂઓ બાવો કહે ? ના. ત્યાં ‘હું સસરો છું’ કહે. એ સંજોગો પ્રમાણે પોતાને ફેરવવું પડે, એ બધું બાવામાં જાય. એ તો જમાઈ આવે તો આપણે સસરા કહેવાઈએ, પણ સસરા આવે તો આપણે એના જમાઈ કહેવાઈએ. જે સસરો થયો છે, તેને જમાઈ મરી જાય તેનો આઘાત લાગે. તેમાં આત્માને શી લેવા-દેવા ?
હું, બાવો, મંગળદાસ
પ્રશ્નકર્તા : એટલે જેવાં સંજોગો આવે એવી બાવાની બિલિફ બદલાય કે બાવો બદલાય ?
૩૬૯
દાદાશ્રી : બાવો બદલાયા જ કરે. બદલાય એનું નામ બાવો. અને નામ તેનું તે રહે. નામ છે તે વિશેષણવાળું હોય. આ પેલો મંગળ ઓળખ્યો, પેલો લંગડો, નહીં ? વિશેષણ હોય એને, પણ હોય મૂળ મંગળનો મંગળ. પણ મૂઆ કોણ ખરેખર ? ત્યારે કહે, ‘મંગળ જ છું’ એ માનનારો આ ‘બાવો'. એટલે બાવો બદલાયા કરે. હું ક્લેક્ટર, વડોપ્રધાન, ‘પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયા' બદલાયા કરે. એક સ્ટેજે રહે નહીં અને પેલો જન્મ્યો તે અહીં ઠેઠ મરતા સુધી એનો એ જ મંગળદાસ રહે. હું આત્મા તેનો તે જ છે. આ બધું વળગણ વળગ્યું. વેવાઈ થઉં, મામો થઉં, કાકો થઉં, જાત જાતના પછી વળગણ આ તો. વકીલે ય કહેવાઉં.
વકીલાતપણું એ બાવાપણું કહેવાય. એ જ મંગળદાસ અને હું. આ ‘હું' ને ઓળખવાનું હતું. બાવા-મંગળદાસને ઓળખ્યા તો ફજેત થયા. ‘હું’ ને ઓળખ્યા એટલે ફજેતપણું બંધ થઈ ગયું. એ એકનો એક જ છે આ બધો.
એવું છે આ તો ! તમે ચંદુભાઈ છો ? હા. ત્યારે પૂછે, ‘ચંદુભાઈ કોણ પણ ?” ત્યારે કહે, ‘એન્જિનિયર છે તે.’ ઓહો, તમે ચંદુભાઈ છો ને પાછા એન્જિનિયર છો. અને પેલો શું કહે છે ? હું બાવો છું. એટલે હવે ‘તમે’ જાણ્યું કે એન્જિનિયરે ય નથી ને ચંદુભાઈ જ નથી. ‘હું’ શુદ્ધાત્મા છું. એટલે આ બાજુ ચાલ્યો હવે. અને હું કોણ ? હું શુદ્ધાત્મા. મંગળદાસ એ નામવાળો છે, તે આ સંસાર વ્યવહાર ચલાવે છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે, ઉઠે છે, હરે છે, ફરે છે.
બાવો એટલે ગમે તે સ્ટોરવાળો કે ખેડૂત કે નોકર કે ફોજદાર કે જે ધંધો કરેને તે. પછી મહીં ઊંધા-છત્તાં કરે છે, પાછલાં ડિસ્ચાર્જ કરે છે ને નવાં ચાર્જ કરે છે. આ ચાર્જ ડિસ્ચાર્જ કર્યા કરે છે તે બાવો.
એટલે હું, બાવો, મંગળદાસ છે આ જગત. સહુ બોલે, હું બાવો મંગળદાસ. અરે પણ એ મૂઆ, કોણ ખરેખર તું ? બાવો શાથી તું