________________
[૭] છેલ્લામાં છેલ્લું વિજ્ઞાત - “હું બાવો, મંગળદાસ'!
ઓળખ, “હું, બાવો તે મંગળદાસ' તણી ! પ્રશ્નકર્તા: અહીં જરા કન્ફયુઝન થયું છે કે ત્રણસો સાઠ ડિગ્રી તે દાદા ભગવાન છે અને ત્રણસો છપ્પન ડિગ્રીએ અંબાલાલ ?
દાદાશ્રી : હા, તે કહીશું. એ ગૂંચવાડો કાઢી નાખો. દાદા ભગવાન ત્રણસો સાંઠ, જે મૂળ ભગવાન છે તે ‘હું'.
આપણે એક દાખલો આપીએ. રાત્રે બાર વાગે કોઈક બહાર આવ્યું હોય, તો બારણું ખખડાવે. તો આપણે કહીએ કે “કોણ છે અત્યારે ભઈ, રાતે બાર વાગે ?” ત્યારે કહે, ‘હું છું.’ ફરી આપણે કહીએ, ‘કોણ છે ભઈ, કહેને !' ત્યારે કહે “હું છું, હું. મને ના ઓળખ્યો ?” એવું કહે પાછો. ત્યારે કહે, “ના ભઈ, મને સમજણ નહીં પડતી, કોણ છે ?” ત્યારે કહે “હું બાવો”. ‘પણ બાવા તો મારે પાંચ-સાત ઓળખાણવાળા છે, કયો બાવો મને સમજણ પડવી જોઈએને ?! હા, પણ બાવો એટલે કોણ તું ?” ત્યારે કહે, ‘હું બાવો મંગળદાસ.' ત્યારે ઓળખે પેલો. ‘હું એકલું કહે તો ઓળખે નહીં. ‘હું બાવો’ કહે તો કહેશે, ‘પેલો બાવો આવ્યો કે પેલો બાવો આવ્યો ?” બાવા તો ચાર-પાંચ છે. ત્યારે કહે, ‘હું બાવો મંગળદાસ.” અને મંગળદાસ બેત્રણ હોય તો એમ કહેવું પડે કે ‘હું મંગળદાસ મહાદેવજીવાળો’ ઓળખ જોઈએને ? એટલે ‘હું બાવો ને મંગળદાસ’ એમ ત્રણ બોલે, ત્યારે પેલો
હું, બાવો, મંગળદાસ
૩૬૭ ઓળખે કે હા, મંગળદાસ પેલો. એને આમ છબી હઉ દેખાય. દેખાય કે ના દેખાય ? એટલે આવું કહીએ, ‘હું, બાવો ને મંગળદાસ’ ત્યારે ઓળખે મૂઓ. નહીં તો ઓળખે શી રીતે પેલો ? બારણું ઊઘાડે જ નહીંને ! પોતાની ગેડમાં બેસાડવી પડેને ઓળખ, કે કોણ છે એ ? એવું આ ‘હું'ને ઓળખેને તો ઊકેલ આવી ગયો. એવું આમાં ‘હું એ ‘આત્મા’ છે, આ ચંદુભાઈ એ મંગળદાસ અને બાવો એ અંતરાત્મા છે. તમને સમજણ પડીને ?
એટલે ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું’ એ દેહ ભાગને તમે કહેતા ચંદુભાઇ હતા. ચંદુભાઈ તમે શી રીતે ? ચંદુભાઈ તમારું નામ નહીં ? ત્યારે તમે કહેશો, ‘મારું નામ છે.’ એ તો ભાઈ તારું નામ જુદું અને તું જુદો, નહીં ? જુદો જ !
પ્રશ્નકર્તા: તો આ એ.એમ.પટેલ એ મંગળદાસ ?
દાદાશ્રી : એ.એમ.પટેલ એકલું નહીં, પણ જેટલું છે તે ડૉક્ટરો જોઈ શકે, કાપી કાપીને ઝીણામાં ઝીણું બધું જોઈ શકે, એ બધું છે તે મંગળદાસ. આ આટલું બધું મંગળદાસમાં આવે. ડૉક્ટરો બે જાતના હોય છેને, એક છે તે કાપનારા અને બીજા..
પ્રશ્નકર્તા : ફિઝિશિયન (Physician).
દાદાશ્રી : હા, એટલે આ શરીરમાં જે ફિઝિકલ ભાગ છે, એ બધું છે તે મંગળદાસ. મંગળદાસને તાબે કેટલું ? ત્યારે કહે, આટલું ફિઝિકલ (ભૌતિક). અને તે આપણા તાબામાં નથી પાછું. એટલે એનો છે તે, સમભાવે નિકાલ કરવાનો છે. એની સ્થિતિ શું થશે એ બધું વ્યવસ્થિત છે. એટલે તમારે વ્યવસ્થિત સમજીને સમભાવે નિકાલ કરવો !
બદલાય એ ‘બાવો' !
ચંદુભાઈને તું શું કહે ? ત્યારે કહે, ‘એ ચંદુભાઈ હું છું’, ત્યારે આપણે કહીએ, ‘પેલા બાબાના પપ્પા નહીં ?” ત્યારે કહે, ‘બાબાના પપ્પા ય હું.” ત્યારે આપણે કહીએ કે ‘એટલે આ બાઈના ધણી નહીં ?” તો કહેશે, ‘ભઈ એ ધણી ય હું.’ તો સાચું શું આમાં ? કયું કરેક્ટ ? હું, બાવો ને મંગળદાસ.