________________
૩૬૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૬૫
છે અને બીજા પ્રકારના જ્ઞાની નિરાલંબ હોય. નિરાલંબ તીર્થંકરો હોય. તેમ છતાં ય અમે પણ નિરાલંબમાં છીએ. અમને શુદ્ધાત્મ સ્વરૂપ શબ્દમાં નથી. અમે નિરાલંબ આત્મામાં છીએ. જેનું અવલંબન જ કોઈ નથી. પેલું અવલંબન શબ્દનું અને આ નિરાલંબ છે. અગિયારમું આશ્ચર્ય છે !
આપણે આવું શું કરવું? અવલંબન, પરાવલંબન હોય ત્યાં સુધી સ્વાલંબન ના જડે. કોઈ અવલંબન તકીયો રાખ્યો હોય તો પછી બીજો જડે નહીં. તકીયો જ ના રાખ્યો હોય તો ખોળે કે ? અમે નિરાલંબ થઈ બેઠાં જ છીએ ને ! આપોપું ગયું.
અવલંબન નથી, જ્યાં કશું જ નથી. જ્યાં રાગ-દ્વેષ કે શબ્દ-બબ્દ કશુંય છે નહીં. કોઈ શબ્દ જ નહીં ત્યાં આગળ. અને નર્યું આનંદનો કંદ, વિચારતાં જ આનંદના કંદ ઉત્પન્ન થાય. અમે જે આત્મા જોયો છે, એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા જોયેલો છે. નિરાલંબ આત્મા જોયેલો છે એટલે શું કે ત્યાં શ્રદ્ધા પણ નથી, ત્યાં કેવળ છે. કેવળજ્ઞાન એ જ નિરાલંબ આત્મા. એટલે કેવળજ્ઞાન અમે જોયું. નિરંતર વત્યું નહીં.
જે અત્યારે આ એનો અર્થ ચાલે છે વ્યવહારમાં, એવો અર્થ નથી કેવળજ્ઞાનનો. કેવળજ્ઞાન અમે જોયું, પેલો અર્થ ખોટો પડ્યો. કેવળ છે જ્યાં આગળ, કેવળજ્ઞાન જ્યાં શબ્દ પણ નથી, અવલંબન નથી એવો ઉપયોગ, ઍબ્સોલ્યુટ જ્ઞાનમાત્ર ! ગણનારો હઉ છૂટી ગયો, નહીં તો આ એવું આટલુંક અમે, આટલું થયું, સમ્યક્ થયું, ફલાણું થયું કશું, એવું ગણનારો ય ખસી ગયો.
એની પાસે હરેક ચીજ હાજર હોય. એના માંગતા પહેલાં, ઈચ્છા, થાય તે પહેલાં તો આવી ગઈ હોય.
પ્રશ્નકર્તા : ભૌતિક ચીજો પણ બધી મળે એને ?
દાદાશ્રી : હા. બધી જ ભૌતિક, હરેક ચીજ મળે એને. કોઈ બાકી ના રહે. જે ઈચ્છે એ મળે. મહેનત કેટલી ? ઈચ્છા કરવા પૂરતી જ. બીજી મહેનત મજૂરોને હોય અથવા વિકલ્પીઓને હોય. નિર્વિકલ્પીને કોઈ મહેનત નહીં !
પ્રશ્નકર્તા: એવી વ્યક્તિનું પછી જગતમાં પ્રદાન કયા પ્રકારનું હોય છે ? અથવા જગત કલ્યાણ માટે એનું શું મહત્વ છે ?
દાદાશ્રી : એની હાજરી જ જગતનું કલ્યાણ કરે. હાજરી જ, પ્રેઝન્સથી જ. જગતનું કલ્યાણ થવાનું હોય ત્યારે એ હાજર થાય. એની હાજરી જ કલ્યાણ કરે. જેમ અહીંયા આગળ ઊનાળાના દહાડે પેલી બાજુ બરફ પડ્યો હોય, બારણા આગળ અને આપણે આ દરવાજાથી બધાં પેઠાં હોઈએ પણ પવન આવે. એટલે બરફનો પવન તો અંધારામાં આવે ને તો ય ખબર પડે કે આટલામાં બરફ છે. એ હાજરી જ કામ કરે છે. ઘાંટા-ઘાંટી કશું કામ કરતું નથી. કોઈ દહાડો ય હું આવું ઘાંટા કાઢીને બોલ્યો જ નથી.
અંતમાં વિજ્ઞાત સ્વરૂપ !
જેને જગતના લોકો ભગવાન કહે છે એ ભગવાનની અમારે જરૂર નથી. કારણ કે અમે નિરાલંબ થયા છીએ.
આ તમને જે આપી છે આજ્ઞા, એ આરાધન કરતાં કરતાં એનું ફળ એ આવીને ઊભું રહેશે. એ આરાધનનું ફળ. શુદ્ધાત્મા તો થઈ ગયા, પણ શુદ્ધાત્મા પછી જે આરાધન આપ્યું એનું ફળ અસ્પૃશ્ય અને નિરાલંબી આત્મા આવશે. આ તો હું શુદ્ધાત્મા છું' એ શબ્દનું અવલંબન છે. નિરાલંબ એ ભગવાન છે.
પ્રશ્નકર્તા : એટલે પછી જ્ઞાનનું ય અવલંબન નહીં, એમ ?
દાદાશ્રી : ના. જ્ઞાનનું અવલંબન એટલે પાંચ આજ્ઞાનું અવલંબન. બાકી મૂળ જ્ઞાન એ જ આત્મા છે. અને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. જ્યારે સંપૂર્ણ દશા એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય.
બાકી પરમાત્મા નિરાલંબ છે અને એક્ઝક્ટ પરમાત્મા છે. જ્યાં કશા