________________
૩૬૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૬૩
અનાદિકાળના અન્-અભ્યાસને ‘જ્ઞાની પુરુષ'ના કહેવાથી અભ્યાસ થતો જાય, અભ્યાસ થયો એટલે શુદ્ધ થઇ ગયું !
ગજસુકુમારે આત્મા પ્રાપ્ત કર્યો છે, એ આત્મા અમારી પાસે છે અને એ તીર્થકરો પાસે એ આત્મા હતો. અને એ આત્મા આ કાળમાં કોઇને પ્રાપ્ત ન થાય એવો છે. વાત સાચી છે. શુદ્ધાત્માથી આગળ વધ્યો એટલે બહુ થઇ ગયું. શબ્દથી આગળ વધ્યો કે આ તો શબ્દનું અવલંબન છે એટલું સમજતો થયો, એ ત્યાંથી નિરાલંબ તરફ એ જાય. પછી એ નિરંતર નિરાલંબ તરફ જાય. શુદ્ધાત્મા એ ય શબ્દ છે ને, અવલંબન શબ્દનું ને મૂળ શુદ્ધાત્મા એવો નથી.
પ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓ જે છે એ બધાં એ કક્ષાએ પહોંચી શકશે ને ?
દાદાશ્રી : એ તો જયારે ત્યારે પહોંચ્યું જ છૂટકો છે, બીજું કશું નહીં. આ કક્ષા ક્યારે મળે કે તીર્થકરને જુએ ને દર્શન કરે કે તે કક્ષા થઈ જ જાય. ખાલી દર્શનથી જ એ કક્ષા ઊભી થાય ! ઉપરની કક્ષાઓ તો ખાલી તીર્થંકરના દર્શન કરે, એમની સ્થિરતા જુએ, એમનો પ્રેમ જુએ, તે ઊભી થઈ જાય. તે કંઈ શાસ્ત્રની બનાવેલી બનેલી નથી. આ તો જોવાથી જ થઈ જાય છે.
પોતાનો આધાર પ્રાપ્ત થયો છે એ બધા જ્ઞાની, એ પછી નિરાલંબ થઈ શકે. આ પુદ્ગલનું અવલંબન મને જોઈશે નહીં. હવે નક્કી થઈ ગયું છે કે મારે આનાં, પુદ્ગલનાં અવલંબનની જરૂર નથી. એ અવલંબન વગર હું તરીશ. છતાં પણ હજુ પુદ્ગલનું અવલંબન લેવું પડે છે. એ હજુ બધો પાછલો હિસાબ છે પણ નક્કી થઈ ગયું છે કે હવે પુદ્ગલનું અવલંબન નહીં હોય તો ચાલશે. એ નિરાલંબ થવા માંડે. પુદ્ગલનું અવલંબન ના લે એ પરમાત્મા. પોતાનાં આધારે જીવે એ પરમાત્મા અને પુદ્ગલના આધારે જીવે એ મનુષ્ય (જીવાત્મા).
અને તે આત્મા તીર્થંકરોએ જે જ્ઞાનમાં જોયો, એ જ આત્મા છેલ્લો છે. અને તે આત્મા મેં જોયો છે ને જાણ્યો છે. સંપૂર્ણ નિર્ભય બનાવી શકે, સંપૂર્ણ વીતરાગ રાખી શકે એવો એ આત્મા છે, પણ સંપૂર્ણપણે મને હજી અનુભવાયો
નહીં. કારણ કે કેવળજ્ઞાન ન હોવાથી સંપૂર્ણ અનુભવાયો નહીં. એટલે એટલી કચાશ રહી છે. બાકી એ આત્મા તો જાણવા જેવો છે !
અમને આલંબન ના હોય. તે આ કાળમાં જોવાનું મળ્યું ને, નિરાલંબ. રાગ-દ્વેષ રહિતનું જીવન જોવાનું મળ્યું. ગુસ્સો થાય છતાં ક્રોધ ના કહેવાય. પરિગ્રહ છતાં અપરિગ્રહી એવું આપણું જીવન જોવાનું મળ્યું.
પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું કે તીર્થંકરોએ જે આત્મા જોયેલો અને જે અનુભવેલો તેવો જ અમે અનુભવ્યો છે. એટલે એ શું વસ્તુ છે ?
દાદાશ્રી : એટલે એ શું હશે ને શું નહીં, પણ અમે એ એવો જ જોયેલો છે.
પ્રશ્નકર્તા : મારા લક્ષમાં આમ રહ્યા કરે છે પણ એ વસ્તુ એક્કેક્ટ આમ પકડી નથી લેવાતી.
દાદાશ્રી : એને તો ટાઈમ લેશે. આ શુદ્ધાત્માના દરવાજામાં પેઠા એટલે મોક્ષ થવાનો નક્કી થઈ ગયો, આપણે આજ્ઞામાં રહીએ એટલે.
હું નિરાલંબ આત્મામાં છું. જે તીર્થકરોનો જે નિરાલંબ આત્મા હતો, શબ્દનું પણ અવલંબન જેને ના હોય એવો નિરાલંબ આત્મા. અને તેથી કરીને આ બધું તરત કામ સ્પીડી થઈ શકે છે. નાપાસ થયેલો તીર્થંકર જ કહોને !
પ્રશ્નકર્તા ઃ નાપાસ કેમ થયા?
દાદાશ્રી : એવો કોઈ રોગ હશે તેથી. રોગ વગર નાપાસ થાય નહીંને ! અને રોગને અમે સમજી ગયા, કયો રોગ હતો તે ! રોગ નીકળી ય ગયો.
તેથી નાપાસ થયા કેવળજ્ઞાતમાં ! જ્ઞાની બે પ્રકારના. એક શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરેલું હોય અને તેના અનુભવમાં જ રહેતા હોય છે. પણ શુદ્ધાત્મ સ્વરૂપ એ શબ્દનું અવલંબન