________________
મહાત્માઓને દર્શન તો પૂરેપૂરું છે. આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. હવે આત્મસન્મુખના અનુભવ થવાં જોઈએ.
મહાત્માને અનુભવ શેના આધારે થાય છે ? ખીસું કપાય ત્યારે કાપનાર નિર્દોષ છે, બન્યું એ બધું વ્યવસ્થિત છે. એ અનુભવ વગર ના રહી શકે. પહેલાં અનુભવ થયો હોય તો બીજી વાર જ્ઞાન હાજર રહે. નહીં તો બહુ ભોગવટો આવે. જેટલા પ્રમાણમાં અનુભવ થયો તેટલા પ્રમાણમાં ચારિત્ર ચાલુ થઈ જાય.
અક્રમમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ને ક્રમિકમાં જ્ઞાન-દર્શન-જ્ઞાન-ચારિત્ર
હોય.
પહેલું જ્ઞાન ક્રમિકનું થાય તે શબ્દ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાનથી કે સાંભળવાથી થાય. શબ્દજ્ઞાનથી ધીમે ધીમે આત્માની શ્રદ્ધા બેસે ક્રમિકમાં દર્શન થતાં બહુ વાર લાગે. દર્શન થયા પછી નિશ્ચયથી જ્ઞાન પ્રાપ્ત થાય. પછી નિશ્ચય ચારિત્રમાં આવે. આમ ક્રમિકની રીત છે, જ્ઞાન બે વાર આવે. પહેલું વ્યવહારનું પછી નિશ્ચયનું. એટલે ક્રમિકમાં રિલેટિવમાંથી રિયલમાં જાય ને અક્રમમાં સીધું જ રિયલ મળે છે, જ્ઞાનવિધિથી !
જ્યાં કંઈ કરવું પડે તે બધું રિલેટિવ ત્યાગ, તપ, જપ, ધ્યાન બધું. રિલેટિવ પછી એમાંથી ઠેઠ છેલ્લે રિયલમાં અવાય.
અક્રમમાં જ્ઞાન જ સ્વયં ક્રિયાકારી હોય છે. એટલે અક્રમમાં કંઈ કરવું પડતું નથી. માત્ર જ્ઞાનને જ સમજવાનું.
ગુહ્ય, ગુહ્યતર ને ગુહ્યતમ જ્ઞાન શું છે ? આત્માની સો ટકા પ્રતીતિ બેસાડે એ ગુહ્યજ્ઞાન. એ દર્શનરૂપે છે. ગુહ્યતર જ્ઞાન એ અનુભવ રૂપે છે, દર્શન થયું તેનો અનુભવ થાય તે અને ગુહ્યતમ જ્ઞાન એટલે સંપૂર્ણ ચારિત્રમાં આવે તે. એટલે નિરંતર સ્વમાં જ રહે, પરમાં પ્રવેશે જ નહીં. અક્રમમાં ગુહ્યજ્ઞાન મળે છે. જે સ્વયં ક્રિયાકારી છે. ગુહ્ય જ્ઞાન મળે તે દિવસથી જ પ્રજ્ઞા પ્રગટે ને મહીં રાત દહાડો ચેતવ ચેતવ કરે !
અક્રમ વિજ્ઞાન એ અજાયબ વિજ્ઞાન છે ! એની ગહેરાઈ પામવી મહાત્માઓને ખૂબ કઠિન છે. આ તો દાદાશ્રી જેમ જેમ ફોડ પાડતા જાય
40
છે તેમ તેમ મહાત્માઓને ટેલી થાય છે કે આ તો અમને અનુભવમાં આવે છે, આ તો વર્તે છે, તેમ તેમ તેની કિંમત સમજાય છે. બાકી
બાલમંદિરના માનવોને દાદાશ્રી બે જ કલાકમાં ધાડ કરીને જ્ઞાનમંદિરમાં બેસાડી દે છે. તેના તો આટલો રોફ પડે છે મહાત્માઓનો, અધ્યાત્મમાં !!!
[૫.૨] ચાસ્ત્રિ
ચારિત્ર બે પ્રકારનાં. એક વ્યવહાર ચારિત્ર ને બીજું નિશ્ચય ચારિત્ર. વ્યવહાર ચારિત્ર એટલે બહાર દેખાય એવું જે પાળે તે. તીર્થંકરોની આજ્ઞામાં રહી વ્યવહાર ચોખ્ખો ને ઊંચો કરી નાખ્યો હોય. તીર્થંકરોની આજ્ઞામાં સંપૂર્ણ રહેવું તે વ્યવહાર ચારિત્ર, એમાં આત્માનું જ્ઞાન ના હોય. અને નિશ્ચય ચારિત્ર એ આત્માનું ચારિત્ર, એ જ્ઞાન થયાં પછી થાય. નિશ્ચય ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી, બસ ! કષાયરહિત વ્યવહાર. નિશ્ચય ચારિત્રમાં કોઈ મહેનત ના હોય. વ્યવહાર ચારિત્રમાં ખૂબ મહેનત કરવી પડે. લાખ જ્ઞાનીઓનો એક જ અવાજ હોય ને ત્રણ અજ્ઞાનીઓના સો મતભેદો હોય.
નિશ્ચય ચારિત્રમાં આવ્યો તે તો થઈ ગયો ભગવાન !
સમ્યક્ ચારિત્રમાં કષાય રહિત વ્યવહાર થાય અને દરઅસલ ચારિત્રમાં જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી હોય.
વ્યવહાર ચારિત્ર પાંચેય વિષયોમાં વૃત્તિ ના હોય, બ્રહ્મચર્ય હોય. આ ત્યાગીઓમાં મળે. બીજું વ્યવહારમાં પ્રમાણિકતા, નૈતિકતા, ન્યાયી
વલણ હોય. પરણેલો હોય તો એક પત્નીવ્રત જ હોય અને આગળ ઉપર તો વિષય બંધ જ હોય. લક્ષ્મીનો ય વ્યવહાર ના રહે. પાંચ મહાવ્રત એ વ્યવહાર ચારિત્રમાં લાવે.
દાદાશ્રીનો લક્ષ્મી વિષયનો વ્યવહા૨ સો ટકા શુદ્ધ. પૈસા સામું ક્યારેય ન જુએ, બીજા જ સંભાળે. ખાતાં-પીતાં, ઉઠતાં-બેસતાં, જ્ઞાતા-દ્રષ્ટા રહે એ છેલ્લામાં છેલ્લું ચારિત્ર. અને એ પમાડે નિર્વાણ પદને !
હજી એક વાક્યમાં દાદાશ્રી ચારિત્રની વ્યાખ્યા આપે છે કે હોમ
41