________________
૩૧૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એનો ઍબ્સોલ્યુટ સ્વભાવ છે !
આત્મામાં કોઈનું અવલંબન નથી. આત્માને કોઈ ચીજનું અવલંબન નથી, નિરાલંબ વસ્તુ છે અને આ પુદ્ગલ અવલંબન છે. આ અવલંબન છે જ્યાં સુધી હું આ છું. જ્યાં સુધી આત્મસન્મુખ નથી થયો, ત્યાં સુધી સુખદુઃખે અવલંબન છે એનું અને પરવશતા છે. અવલંબન એ જ પરવશતાને ! આત્મા સિવાય જે જે અવલંબનો લીધાં હોય તે જ્યાં સુધી ના નીકળે, ત્યાં સુધી કંઈ વળે નહીં.
‘હું શુદ્ધાત્મા’ એ શબ્દાવલંબત !
પ્રશ્નકર્તા : આત્મદર્શન કેવી રીતે થાય ? આત્મા પોતે પોતાને જુએ કેવી રીતે ?
દાદાશ્રી : આત્મા પોતે પોતાને ? આ પોતાને જુએ તો જુએ પણ બીજાને હઉ જુએ. પણ તે પેલી દ્રષ્ટિથી, આ દ્રષ્ટિથી નહીં.
આ જે આપ્યું છેને એ શુદ્ધાત્મા પદ છે. હવે શુદ્ધાત્મા પદ ત્યાંથી મોક્ષ થવાનો સિક્કો વાગી ગયો. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે. પણ શુદ્ધાત્મા એ શબ્દનું અવલંબન કહેવાય છે. જ્યારે નિરાલંબ થશે, ત્યારે આત્મા દેખાય બરોબર.
પ્રશ્નકર્તા : હા, તો એ નિરાલંબ દશા ક્યારે આવે ?
દાદાશ્રી : હવે ધીમે ધીમે નિરાલંબ ભણી જ જવાના. આ અમારી આજ્ઞામાં ચાલ્યા કે નિરાલંબ ભણી ચાલ્યા. એ શબ્દનું અવલંબન ધીમે ધીમે જતું રહેશે અને છેલ્લે છેવટે નિરાલંબ ઉત્પન્ન થઇને ઊભું રહેશે. નિરાલંબ એટલે પછી કોઇની કંઇ જરૂર ના હોય. બધું આખું ગામ જતું રહે તોય ભડક ના લાગે, ભય ના લાગે. કશું જ નહીં. કોઇના અવલંબન જરૂર ના પડે. હવે ધીમે ધીમે તમે એ તરફ જ ચાલ્યા. અત્યારે તમે ‘શુદ્ધાત્મા છું’ કર્યા કરો, એટલું જ બસ છે !
પ્રશ્નકર્તા : એટલે આત્મદર્શન પછી જે સ્થિતિ આવે તે તદ્દન નિરાલંબ
નિરાલંબ
સ્થિતિ જ હોઈ શકે ને ?
દાદાશ્રી : નિરાલંબ થવાની તૈયારીઓ થયા કરે. આ અવલંબનો ઓછાં થતાં જાય. છેવટે નિરાલંબ સ્થિતિ થાય.
૩૧૧
એટલે મારી પાસે શુદ્ધાત્મા તમે બધા પ્રાપ્ત કરો છો. હવે એ શુદ્ધાત્માનું લક્ષ તમને નિરંતર રહેતું હોય એની મેળે, સહજ રીતે રહેતું હોય, યાદ કરવું ના પડતું હોય, તમને ચિંતા-વરીઝ ના થતી હોય, સંસારમાં ક્રોધમાન-માયા-લોભ ન થતાં હોય તો ય એ મૂળ આત્મા નથી. જે શુદ્ધાત્મા છે
તે તમને પ્રાપ્ત થયો છે, એટલે મહીં મોક્ષના પહેલા દરવાજામાં તમે પેઠા છો. એટલે તમારું નક્કી થઈ ગયું કે તમે હવે મોક્ષને પામશો. પણ એથી તો ઘણો આગળ મૂળ આત્મા છેટો છે.
તમારે આ શબ્દનું અવલંબન જતું રહે, એટલા માટે આ પાંચ આજ્ઞા પાળો તો ધીમે ધીમે દર્શન દેખાતું જાય. દેખાતું દેખાતું દેખાતું પોતાના સેલ્ફમાં, જ અનુભવ રહ્યા કરશે. પછી શબ્દની જરૂર નહીં પડે. કેવું ઈન શોર્ટકટમાં તો આવી ગયાં ને !
પ્રશ્નકર્તા : એકદમ શોર્ટકટમાં આવી ગયા, હું.
દાદાશ્રી : નહીં તો દાદાની પાછળ પડવું પડે, મહિનો-બે મહિના. એકલાં પૈસાની પાછળ પડીએ, તો પછી દાદા રોજ ભેગા થાય નહીં. પ્રશ્નકર્તા : દાદાની પાછળ પડવું જ છે.
દાદાશ્રી : થોડા ઘણાં દાદાની પાછળ પડ્યા હોઈએ તો બધું આપણું એડજસ્ટમેન્ટ બરોબર થઈ જાય. પછી એવું કંઈ કાયમ જરૂર નથી. આ એવું કાયમવાળું ના હોય. કાયમ પડી રહેવાનું સ્થળ ના હોય આ. આ કાળમાં તો કાયમ પડી રહેવાય એવું કોઈ માણસને હોય નહીં. નર્યા લફરાંવાળો કાળ !
અંતે અનુભવ તે અનુભવી એક !
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્મા એ અવલંબન છે. જો એ ના હોય તો નિરાલંબ પણ ના હોય, પણ ‘આત્મા’ શબ્દ તો એક સંજ્ઞા જ છે ને ?!