________________
૩૧૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૧૩
દાદાશ્રી : એવું છે ને, આ શબ્દ કરતાં કરતાં, આ રસ્તો છે, સીડી છે. સીડી ચડતાં ચડતાં ત્યાં આગળ ઉપર પહોંચીએ પછી પ્રાપ્ત થાય. આ શુદ્ધાત્મા કરતાં કરતાં જેમ જેમ અનુભવ થશે ને પછી એ અનુભવનો ભાગ રહેશે. પછી શુદ્ધાત્મા શબ્દ ઊડી જશે. તે નિરાલંબ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ આપ જે લોકોને જ્ઞાન આપો છો, તેનાથી મૂળ આત્મા પ્રાપ્ત થાય છે ?
દાદાશ્રી : એ આત્માનો અનુભવ રહે છે ને, એ જ મૂળ આત્મા છે. પણ એ અનુભવ એક જગ્યાએ ભેગો થતો થતો મૂળ જગ્યાએ આવે, તેમ તેમ તે પોતાનું આખું રૂપ થઈ જાય. અત્યારની દશામાં અનુભવ અને અનુભવી બે જુદું હોય, જ્યારે ત્યાં આગળ એકાકાર હોય.
આ માલ ખાલી થાય ત્યારે બધા અનુભવ થાય, જે માલ અનુભવમાં ડખલ કર્યા કરે, સ્વાદ ના આવવા દે. જેમ એક માણસે ચાલીસ લાખ રૂપિયાનો ઓવરડ્રાફટ લીધેલો હોય અને બેકાર થઈ ગયો હોય, ધંધો નોકરી કશું ના હોય તો કોઈ માણસ એને પંદર હજારની નોકરી અપાવડાવે તો એનો ઉપકાર તો માનવો જોઈએ કે ના માનવો જોઈએ ? વેપાર હતો ત્યારે જરાકે ય સમજણ ન્હોતી, ચાલીસ લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું !
ઉપકાર માનવો જોઈએ ને ? ઉપકાર પણ માને. બે-ચાર મહિના પછી પેલો ભેગો થાય ત્યારે કહેશે, “કેમનું છે ? હવે આ આનંદ છે ને ?” ના, શેનો આનંદ ! આ તો પૈસા ભરું છું ત્યાં આગળ અને ખાવાનું મળે છે એ.' અલ્યા મૂઆ, દેવું કરેલું છે તો ભરવાં જ પડેને ! એટલે આ બધું તું દેવું દઉં, ત્યાં સુધી તો રહેશે. પછી મજા આવે, નહીં તો ય શાંતિ રહે, ચિંતા ન થાય. પાંચ આજ્ઞામાં રહેને તો ચિંતામુક્ત થવાય.
કોઈક પાંચ હજાર માણસનું કામ થતું હોય ને, તો સારી વાત છે. બાકી ત્યાં મોક્ષમાં જઈને શું ઉતાવળ છે ? હવે આપણે એવી જગ્યાએ ગયા છીએ કે અહીંથી કોઈ પાછો કાઢનાર નથી. તમે મારી આજ્ઞા પાળો, તો આ જવાબદારીમાંથી તમને કોઈ પાછા ના કાઢે. કારણ કે આજ્ઞાને આધીન રહેવું પડશે તમારે, નહીં તો પાછાંય કાઢે. અને મને કોઈ પાછા કાઢનારા
નથી. કારણ કે હું તો કહું છું, નિરાલંબ થયેલો છું, તમને તો શુદ્ધાત્મા શબ્દનું અવલંબન છે. પણ એ શબ્દ અનુભવરૂપે છે અને મૂળ આત્મા તો નિઃશબ્દ છે, એટલે પાછો અનુભવ થતો થતો અનુભવરૂપ થશે, એટલે શુદ્ધાત્મા થઈ જશે.
પ્રશ્નકર્તા : એ શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ ક્યારે થશે ?
દાદાશ્રી : નિરંતર થયા જ કરે છે ને ! “હું ચંદુભાઈ છું’ એ દેહાધ્યાસ અનુભવ હતો એ અનુભવ તૂટી ગયો. અને હવે છે, તે આત્માનો અનુભવ થયો. બીજો અનુભવ કેવો ? આવો જ્ઞાન અનુભવ આ રેગ્યુલર સ્ટેજમાં આવે તો પછી એને આનંદ આવતો થાય.
અને આત્માનો અનુભવ કેટલા કલાક કહે છે ? ચોવીસેય કલાક આત્માનો અનુભવ રહે છે. પહેલાં હું ચંદુભાઈ છું’ એ અનુભવ હતો અને આ ‘હું શુદ્ધાત્મા છું' એ અનુભવ !
શબ્દાલંબત પછી મોક્ષ એક-બે ભવમાં ! સાપેક્ષ એટલે બીજાની અપેક્ષા રાખનારી વસ્તુઓ પરાલંબી કહેવાય અને મને કોઈનો આધાર નથી, હું નિરાલંબી છું. આ બધાંય પરાલંબમાંથી છૂટ્યા છે પણ શબ્દનું અવલંબન છે એમને. એ ચિંતારહિત મોક્ષના દરવાજામાં પેઠેલા, તે મોક્ષ એમનો થવાનો છે. એક અવતાર-બે અવતાર પછી.
નિરાલંબ આત્મા છેલ્લામાં છેલ્લું. ત્યાં સુધી આ ગાડી ચાલે. એ તો મેં કહ્યું, શબ્દાવલંબનથી ગાડી ચાલુ થવી જોઈએ. શબ્દાવલંબન અનુભવ આપે. આપણે બધા મહાત્માઓને અનુભવ છે. પણ આ છે તે સંસારી છે એટલે પેલો આત્માનો સ્વાદ ન આવે, એની ઓળખ ન પડે, આમાં શું ફેર છે, ખબર ના પડે. કારણ કે એક જ ફેરો વિષય ભોગવે તે ત્રણ દહાડા માણસની ભ્રાંતિ છૂટવા ન દે. ભ્રાંતિ એટલે ડિસીઝન ના આવે કે આ કે તે! અમને એવી માથાકુટ નહીં ને ! ભાંજગડ નહીં ને ! ઉપાધિમાંય સુખ વર્યા કરે. તમને હઉ સમજ પડી ગઈ કે આ અવલંબનવાળો આત્મા કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું' એ શબ્દાવલંબન કહેવાય !