________________
નિરાલંબ
૩૦૯
૩૦૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા: ના, દાદા. જ્યાં નિરાલંબનની સમજ છે, ત્યાં આગળ વર્તન-ચારિત્ર બધું એક જ હોય છે ને ?
દાદાશ્રી : વર્તન બહુ જૂજ હોય, થોડું ઘણું. જેમ ભમરડો ફરતો ફરતો થાકી જાય છે, પછી ધીમે ધીમે ફરે એવું !
પ્રશ્નકર્તા : એ તો બાહ્યની વાત કરી તમે.
દાદાશ્રી : તો બીજું શું ? અંદર તો કશું હોય નહીં. ક્લિયર હોય, ચોખ્ખું જ હોય.
પ્રશ્નકર્તા તમારી દશા છે, અમે જોઈએ છીએ પણ અમને કંઈ ખ્યાલ નથી આવતો. પણ તમારી દશા કેવી હશે ? પરમ જ્ઞાનની અંદર જે દશા હોય છે એ દશા કેવી હોય ?
દાદાશ્રી : હા, એ દશા અમે જ જાણીએ. હું સમાધિની બહાર નીકળતો જ નથી. અત્યારે ય મારી સમાધિ નિરંતર ચાલ્યા કરે છે. આ અંબાલાલ પટેલ તે હું હોય, આ અહંકાર તે હું હોય, આ ચિત્ત તે હું હોય, બધી ચીજની પાર હું છું. આ શુદ્ધાત્મા ય હું હોય. શુદ્ધાત્મા તો આ લોકો બન્યા છે તે. હું તો શબ્દરૂપેય નથી. હું દરઅસલ સ્વરૂપ છું, નિરાલંબ સ્વરૂપે છું પણ ચાર ડિગ્રી હજુ ખૂટે છે. જે મારી પૂરી થઈ નથી, ત્યાં સુધી મારી ઈચ્છા શું છે ? કે આ જે સુખ હું પામ્યો છું એવું સુખ લોકો પામો એટલી ઈચ્છા રહી.
હું જ ભગવાન તે તિરલંબ ! દાદાશ્રી : પોતે પોતાના કાનમાં જોઈ શકે એવું સાધન નથી. પોતે પોતાનું મોટું જોઈ શકે એવું સાધન નથી ?
પ્રશ્નકર્તા : ના, નથી. દાદાશ્રી : અવલંબન પરાવલંબનવાળું છે.
અવલંબન હોય ત્યાં બધા અવલંબન ખસી જાય તો શું થાય ? માટે વીતરાગ વિજ્ઞાન, મહાવીર ભગવાન શું કહે છે કે નિરાલંબ, કોઈ અવલંબનની જરૂર નથી, એ જ સંપૂર્ણ સ્વતંત્રતા. એ નિરાલંબનું સુખ અમે ચાખ્યું છે અને નિરાલંબ અનુભવ થયેલો છે.
પ્રશ્નકર્તા : લોકો એને શોધવા માટે અવલંબનનો પ્રયત્ન કરે છે.
દાદાશ્રી : મહીં અવલંબનથી જગત ઊભું રહ્યું છે. આ અવલંબનની મદદથી જીવે છે બધા.
પ્રશ્નકર્તા : પણ એમ માને છે કે અવલંબનથી જ મળશે.
દાદાશ્રી : હા, પણ એ જ છે ને બધા, અવલંબન વગર મળે જ કેમ કરીને ? એ આત્માનું સ્વરૂપ જાણતો નથી. એ નિરાલંબ, ‘હું સ્વતંત્ર છું એવું જાણતો નથી. કોઈ પણ ભગવાનથી હું સ્વતંત્ર, ‘હું ભગવાન જ છું” એવું જાણતો નથી. ‘હું ભગવાન છું’ એવું જાણે તો એ નિરાલંબ થયો કહેવાય. કોઈ અવલંબન રહ્યું નહીં એને.
પ્રશ્નકર્તા : હા, પણ અવલંબનથી તો એ મળે નહીં ને ? આત્માપ્રાપ્તિની વાત કરું છું.
દાદાશ્રી આત્માપ્રાપ્તને એવું કશું ના હોય. એ તો આ આત્મા જેને પ્રાપ્ત થયો ત્યાં આપણને પ્રાપ્ત થાય. આ બધું તો ઠીક છે. આ તો બધા આલંબન જ છે ને ! અવલંબન બધા. નિરાલંબ એ જ આત્માનો ગુણ. ઊંચામાં ઊંચો ગુણ કયો છે ? નિરાલંબમણું, કોઈ અવલંબન નહીં. એ જ
પ્રશ્નકર્તા ઃ જે કહેનારા રહ્યા છે અને નિરાલંબન સંબંધી વાતો કરી છે તે પહોંચતી નથી.
દાદાશ્રી : ના, એ પહોંચે જ નહીં ને ! એ તો ઘણાં વર્ષ મારી જોડે બેસી રહે ત્યારે કંઈક ગેડમાં બેસે. નિરાલંબ તરફ તો હજારો વર્ષથી જગત નથી પહોંચ્યું.
પ્રશ્નકર્તા : નથી પહોચ્યું. આ નવી વાત છે, દાદા.