________________
ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન છે અને એ જ કેવળ જ્ઞાનનું દ્વાર છે. આ કાળના પ્રભાવને લઈને દાદાશ્રી પૂર્ણ જ્ઞાની હતા છતાં નિરંતર કેવળજ્ઞાન સ્વરૂપમાં રહી નહતા શકતા !
છતાં પોતે કદિ ડગે નહીં, થાકે નહીં, હારે નહીં એવા આ વીતરાગ છે ! કેવાં ગજબના વીતરાગ !!!
નહીં દઉં. આપણા બધા ધર્મો શુભાશુભમાં છે. જ્ઞાન અને સમજણ શુભાશુભની છે. શુભ જ્ઞાન ને શુભ સમજણ એ સુપર હ્યુમન બનાવે. દેવલોકમાં જાય અહીંથી. અને શુદ્ધ જ્ઞાનવાળો કેવો હોય? કોઈ ગજવું કાપતું હોય તો ય તે એને દોષિત ના દેખાય. જગત નિર્દોષ દેખાય, એ વીતરાગ જ કહેવાય, એ જ પરમાત્મા.
રિલેટિવ જ્ઞાન અને રિયલ જ્ઞાન બેઉ સરખાં ચાલે, પેરેલલ ચાલે. ૯૯.૯૯ સુધી બેઉ સરખા ચાલે ત્યાં સુધી રિલેટીવ ફોટારૂપે છે, રિયલ એક્કેક્ટ રૂપે છે. એ છેલ્લા જ્ઞાનનો ફોટો ના પડે. પણ રિલેટિવ જ્ઞાન છે માટે તે ક્રિયાકારી ના હોય ને રિયલ જ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય !
આત્મા તો પૂર્ણ જ્ઞાની જ છે, હવે પૂગલનું જ્ઞાન છેવટે પર્ણ થશે ત્યારે મોક્ષે જશે. પુદ્ગલને ય ભગવાન બનાવવાનું છે. જ્ઞાનીની પાસે બેસી બેસીને, તેમને જોઈ જોઈને ભગવાનરૂપ થવાય.
જ્ઞાનના બે પ્રકાર. એક “અજ્ઞાન જ્ઞાન”. જે “જ્ઞાન” અજ્ઞાન સ્વરૂપે છે, તે એ જીવંત નથી. કાર્યકારી ના હોય. એ જ્ઞાન જેટલું જાણીએ એટલું આપણે જાતે કરવું પડે. જ્યારે ચેતન જ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય. દા.ત. ચોરી ના કરો એવું કોઈ સંતે કહ્યું, પણ તે માટે ખૂબ સ્ટ્રગલ કરવી પડે, બંધ કરવી પડે તો ય બીજી બાજુ ચોરી ચાલુ જ હોય અને જ્ઞાનની સમજણ તો સ્વયં બંધ કરાવે છે. વિજ્ઞાન મહીં ચેતવ ચેતવ કરે. બંધાવા જ ના
અજ્ઞાન પેસવા જ ના દે એનું નામ જ્ઞાન ! અજ્ઞાન ઊભું થવાનું થાય એ પહેલાં જ જ્ઞાન હાજર થઈ જાય એ જ ખરું જ્ઞાન. એ જ પ્રજ્ઞા.
જ્ઞાન મળ્યું એટલે રૂટ કોઝ ગયું. હવે બીજું ડાળા પાંદડા રહ્યા તે ખરી પડશે.
માન ઊભું થાય ત્યારે ફાઈલ નંબર વનને કહેવું કે બહુ રોફ મારો છો ? મઝા છે તમને ? આમ વાતો કરવાની, અગર તો એને જુદું જોવાનું.
અજ્ઞાનથી પરિગ્રહ ઊભાં થાય, પરિગ્રહથી ગૂંચ પડે ને જ્ઞાનથી ગૂંચ ઉકલે. એટલે પરિગ્રહ છૂટતા જાય.
દાદાશ્રી કહે છે કે અમને ફૂલહાર ચઢાવે ને મોટું હસે તેને ય જુદું અમે ‘જોઈએ. લાગણીઓ અજ્ઞાની જેવી જ થાય પણ તેને ય જુદું અમે જોઈએ.
આ લાગણીઓ પૂર્વના જ્ઞાનની અસર, તેને આજનું જ્ઞાન જુએ !
‘હું શુદ્ધાત્મા છું'ની પ્રતીતિ બેઠી ત્યારથી જ ક્રોધ-માન-માયા-લોભ નષ્ટ થયાં. ઉદયનું જ્ઞાન અને આજનું જ્ઞાન બે એક થઈ જાય ત્યારે ક્રોધમાન-માયા-લોભ કહેવાય. અને બેઉ જુદા હોય તો ના કહેવાય. ક્રોધ બહાર થતો હોય પણ અંદર એમ થતું હોય કે આ ખોટું છે, આમ ના થવું જોઈએ એટલે આજનો અભિપ્રાય જુદો પડ્યો. એટલે હિંસકભાવ ના રહે પછી. એટલે એને ક્રોધ ના કહેવાય.
જ્યારથી આત્માની પ્રતીતિ બેસે ત્યારથી પ્રજ્ઞા શરૂ થઈ જાય.
પુસ્તકનું જ્ઞાન એ સ્થળજ્ઞાન કહેવાય. એ મજબૂત કરી લે તો ય આગળ જ્ઞાન માટે અધિકારી થયો.
આત્મજ્ઞાન થતાં સુધીનું જ્ઞાન કહેવાય અને આગળ એને વિજ્ઞાન કહેવાય, વિજ્ઞાન એ એબ્સૉલ્યુટ કહેવાય. એટલે જ્ઞાનમાં કરવું પડે ને વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય ! ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે. જ્યાં સુધી જ્ઞાન વિજ્ઞાન ના થાય ત્યાં સુધી ખરો આત્મા કહેવાય જ નહીં. જ્ઞાન એ જ આત્મા છે, પણ ક્યું જ્ઞાન ? વિજ્ઞાન જ્ઞાન!
જે ફળ આપે તે વિજ્ઞાન, નહીં તો શુષ્કજ્ઞાન.
6
37