________________
ચારિત્ર
આ દેહને ‘હું આત્મા’ માને છે, હજુ દેહાધ્યાસ ગયો નથી, ત્યાં સુધી એ
લૌકિક ચારિત્ર છે. અને દેહાધ્યાસ જાય ત્યાર પછી અલૌકિક ચારિત્ર
૨૮૭
ઉત્પન્ન થાય. તે અમે આ જ્ઞાન આપ્યું છે એ બધાને અલૌકિક ચારિત્ર ઉત્પન્ન થયું છે ખરું, પણ એમને પોતાને ના સમજાય કે અમને અલૌકિક ચારિત્ર વર્તે છે. એનું કારણ કે એક કલાકમાં જ થઈ ગયો ને ઉકેલ. એટલે વિગતવાર અમને પૂછ પૂછ કરે તો સમજાય. વિગતવા૨, ઈન ડિટેઈલમાં જવું જોઈએ.
પ્રશ્નકર્તા: આપણા મહાત્માઓને તો ચારિત્રનો ઉદય થયો છેને ?
દાદાશ્રી : હા, થયેલો છે. તેથી સ્તોને. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રનું આ વાક્ય પૂરું થયું ને ! પણ એ ચારિત્રનો ઉદય કાયમ ના રહે. ‘ઉદય થાય ચારિત્રનો વીતરાગપદ વાસ.’ પણ પછી ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.’ ‘કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.’ અક્રમ છેને એટલે આત્માનું ચારિત્ર થાય.
પ્રશ્નકર્તા ઃ શું લક્ષણ હોય એમાં ?
દાદાશ્રી : એવું છે ને, એ ચારિત્ર એનું બહુ જૂજ પ્રમાણમાં થાય. જેને આ આંખેથી જોવું-જાણવું ના કહેવાય. બુદ્ધિથી જોવું-જાણવું, તે જાણવું ના કહેવાય. આંખ ના વપરાય, મન ના વપરાય, બુદ્ધિ ના વપરાય ને પછી જે જુએ-જાણે એ ચારિત્ર.
પ્રશ્નકર્તા : અંદરની પરિણતિ એમ.
દાદાશ્રી : હા. એ ચારિત્ર એનું, આત્માનું.
ત્યારે ઉદય થાય ચારિત્રતો !
પ્રશ્નકર્તા : ચારિત્રનો ઉદય આપણે કેવી રીતે કરવો ? આપણે અધ્યાત્મના ચારિત્રને કોમન લેન્ગ્વેજમાં ચારિત્ર આપણે કહીએ ને, એ જરા ઊંડાણથી વાત સમજાવોને !
દાદાશ્રી : ચંદુભાઈ શું કરે છે ? એને જોયા કરવું, જ્ઞાતા-દ્રષ્ટા એ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ચારિત્ર કહેવાય. ચંદુભાઈનું મન શું કરે છે ? બુદ્ધિ શું કરે છે ? એ જોયા કરવું, એનું નામ ચારિત્ર. એ ચારિત્ર ઉદય થાય.
૨૮૮
પ્રશ્નકર્તા : એ પુરુષાર્થ કરવાનું આપણા હાથમાં ?
દાદાશ્રી : હા, કારણ કે પુરુષ થયા પછી પુરુષાર્થ આપણા હાથમાં. આત્મા થયા પછી આપણા હાથમાં પુરુષાર્થ છે. કોઈ જગ્યાએ ઉપયોગ છે તે આમ બીજામાં ગયો હોય સંસારમાં તો આપણને ખરાબ લાગે કે ‘ભઈ, પાછો ત્યાં ગયો ? શું કરવા ગયો ? આત્મામાં રહો,’ એવું થાય.
પ્રશ્નકર્તા : લૌકિક ભાષામાં કંઈક આપણે કહીએ ને કે ચારિત્ર ખરાબ હોય એને પણ ‘જોઈએ’ એ આધ્યાત્મિક ચારિત્ર ?
દાદાશ્રી : બસ. એ જ આધ્યાત્મિક ચારિત્ર ! એ જે ચારિત્ર છે
તે ચારિત્ર. આ ચારિત્ર નથી, દેહનું ચારિત્ર નથી. આત્માનું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવું એ આત્માનું ચારિત્ર. જાણવું-જોવું ને સ્થિર થવું, એનું નામ ચારિત્ર.
જાગૃતિથી દર્શન ઊંચું આવે ને સ્થિરતાથી ચારિત્ર પ્રગટે. જ્ઞાનદર્શન તો મેં આપેલું છે તે અને ચારિત્ર જાણવું-જોવું ને સ્થિર થવું. આપણે કીધું હોય જે બધું થયા કરે આખો દહાડો, તે જાણો-જુઓ ને સ્થિર રહો. જોયા જ કરો, શું બને છે તે જોયા જ કરો. ખોટ આવતી હોય તે ય જોયા કરે ને નફો આવતો હોય તે ય જોયા કરો. છોકરો મરી જાય તે ય જોયા કરો, છોકરો જન્મે તે ય જોયા કરો. એનો કંઈ વાંધો નથી. ખાલી જોયા કરવાનું. રાગ-દ્વેષ નહીં. ક્રિયા તેની તે જ રહે. ભગવાને શું કહ્યું, બહારની ક્રિયા, દેહની ક્રિયા તેની તે જ હોય, અજ્ઞાની જેવી હોય પણ જો રાગ-દ્વેષ નથી તો એ વીતરાગ ધર્મને પામ્યો કહેવાય.
એ ચારિત્ર કહેવાય. રાગ-દ્વેષ રહિત થવું એનું નામ ચારિત્ર. અમને રાગદ્વેષ કોઈ જગ્યાએ ઉત્પન્ન ના થાય. ગમે તેવું નુકસાન ધંધામાં આવ્યું હોય, તમારા નિમિત્તે થઈને આવ્યું હોય તો ય નહીં.