________________
ચારિત્ર
૨૭૭
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાતા-દ્રષ્ટાનું મુખ્ય પરિણામ કે ઈમોનલ ન થાય. દાદાશ્રી : જે બુદ્ધિ વગરનો હોય તો જ થાય જ્ઞાતા-દ્રષ્ટા. બુદ્ધિ ઈમોનલ કર્યા વગર રહે નહીં. બુદ્ધિ ખલાસ થાય ત્યાર પછી એ પદ ઊભું થાય.
પ્રશ્નકર્તા ઃ અમને ધારો કે દિવસમાં સો પ્રસંગ થતાં હોય તો એમાં દાખલા તરીકે અમુક પચાસ-સાઈઠ પ્રસંગમાં બુદ્ધિ ઊભી ના થાય અને અમુકમાં બુદ્ધિ ઊભી થાય, તો એમાં કયા આધારે ઊભી થાય છે અને ક્યા આધારે નથી થતી મહાત્માઓને ?
દાદાશ્રી : એ તો ઓછી કિંમતનું હોયને, ઓછી કિંમતનું માટલું હોય તો બુદ્ધિ શું કરવા ઊભી થાય ? એણે કિંમત માની છે...
પ્રશ્નકર્તા : ત્યાં બુદ્ધિ ઊભી થાય છે.
દાદાશ્રી : એટલે આપણા જ્ઞાનથી જ્યારે આ કિંમત ઊડી જાય છે બધાની, આ સંસારની ચીજોની કિંમત ઊડી જાય છે ત્યારે એને કશો અર્થ નથી લાગતો. સમજાય એવી વાત છેને આ ?
પ્રશ્નકર્તા : હાજી, હા. એનો અર્થ એમ કે જ્યાં જ્યાં પોતે સંસારી ભાવમાં વેલ્યુ માની, કિંમત મૂકી છે, ત્યાં બુદ્ધિ ઊભી થવાની.
દાદાશ્રી : કિંમત મૂકી છે માટે બુદ્ધિ ઊભી થાય કે ‘આ ખોટ જાય છે, ખોટ જાય છે.’ અલ્યા ભઈ, બુદ્ધિનો સ્વભાવ છે નફો-ખોટ દેખાડવું. એનો સ્વભાવ શું ? આ ખોટ જાય છે અને આ નફો થાય છે. નફો-ખોટ દેખાડે. પ્રૉફિટ એન્ડ લોસ દેખાડવું, એનું નામ બુદ્ધિ.
પ્રશ્નકર્તા : અમને મહાત્માઓને આત્માની પ્રતીતિ બેઠી છે તો અજ્ઞાનીને અને અમારે, એ પ્રતીતિ બેઠેલી એના હિસાબે અનુભવમાં શું ફેર પડે છે ? અજ્ઞાનીનેય ખબર છે કે આત્મા છે.
દાદાશ્રી : આખોય ફરક પડે, આખોય ચેન્જ થઈ જાય. અજ્ઞાની માણસ ભગવાન તરીકે વાતો કરે મોટી બધી, આત્મા છે એમાં, બધામાં
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
છે, પણ ઘરાક થઈને દુકાને આવેને એટલે એની પાસે પડાવી જ લે. કેમ કરીને છેતરું એવું હોય ને આર્તધ્યાન-રૌદ્રધ્યાન એ બે એમને નિરંતર થયા કરે. અને આપણને અહીં એ બંધ થઈ જાય. ત્યાં ચિંતા કાયમ જ, આખો દહાડો સળગ્યા જ કરતી હોય. અજંપો, ચિંતા, ભય, કંકાસ મનમાં થયા જ કરતું હોય. એ બધું અહીં બંધ થઈ જાય. બહુ બહુ ફેરફાર બધો થઈ જાય. મહાત્માઓને રૌદ્રધ્યાન અને આર્તધ્યાન બંધ થઈ ગયા, એને ભગવાને મોક્ષ કહ્યો અહીં બેઠા સંસારમાં.
૨૭૮
અત્યારે તમે પૂછો કે, ‘સાહેબ, મારે ત્યાં દસ પ્યાલા પડી ગયા છતાંય મારા ઘરમાં બધાય માણસોએ એકદમ સમતા રાખી હતી', એ ભગવાન કહેવાય ! નહીં તો કઢાપો-અજંપો થયા વગર રહે નહીં, એ પછી ગમે તે હોય ! એમને કઢાપો-અજંપો થાય જ. હવે એમાં કો'ક
બુદ્ધિશાળી હોય અને એને આ અનુભવ થયેલા હોય આગળ કે હવે એની કિંમત નથી, તો એને ના થાય. બાકી નહીં તો બાપજીને આવડું પેલું લોટું હોયને તે તૂટી ગયું હોય તોય તરત કઢાપો-અજંપો થઈ જાય. હવે એમને ક્યાં વેચાતું લેવા જવાનું છે ! પણ સ્વભાવ છોડે નહીંને ! આપણે ત્યાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ ગયેલા હોય, બહુ ફેરફાર, એટલો બધો ફેરફાર, જો કાઢવા જાવને તો એટલો બધો ફેરફાર છે ને !
જ્ઞાતા-દ્રષ્ટા, એ દરઅસલ ચારિત્ર !
પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર - એ ત્રણ અલગ હોય છતાં પણ એક જ સાથે થાય છેને ?
દાદાશ્રી : ના, એક સાથે ના થાય. દર્શન, જ્ઞાન સ્ટેમ્પિંગમાં થાય છે. ચારિત્ર વસ્તુ જુદી છે. જે લોક કહે છે ને, ચારિત્ર એ જુદું છે.
સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર- એમાં ક્રોધ-માનમાયા-લોભ એ કષાયનું નિવારણ થાય, એને સમ્યક્ ચારિત્ર કહેવાય છે. અને દરઅસલ ચારિત્ર, જોવું ને જાણવું તે. પણ આ ચારિત્ર હોય તો પેલું દરઅસલ હોય મહીં. પણ લોકોને દરઅસલ ના દેખાય પણ આ સમ્યક્