________________
ચારિત્ર
૨૭૯
ચારિત્ર તો દેખાયને ?! એટલે અંદર જ્ઞાતા-દ્રષ્ટા રહે, એને દરઅસલ ચારિત્ર કહેવાય. જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું એ જ ચારિત્ર.
૨૮૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) જેને ચારિત્રમોહનીય ઉત્પન્ન થાય ને, એને તો મોક્ષે જવાની તૈયારી કહેવાય.
ખચ્ચે ચાસ્ત્રિ મોહતીય, પ્રગટે પૂર્ણત્વ ! પ્રશ્નકર્તા : પરમાર્થ સમક્તિ એટલે શું ?
દાદાશ્રી : પરમાર્થ સમતિ, તમને ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે છેને, એ પરમાર્થ સમકિત.
પ્રશ્નકર્તા : તો એ ચારિત્રની ભૂમિકામાં આવે ?
દાદાશ્રી : હા, એ ચારિત્રની ભૂમિકામાં આવ્યું. પણ તે પૂર્ણ ચારિત્ર નહીં. જ્યાં સુધી ચારિત્રમોહનીય જાય નહીં ત્યાં સુધી પૂર્ણ ચારિત્ર ના કહેવાય.
અને હવે કોઈને આત્મજ્ઞાન થયું હોય તો અંદર ચારિત્રમાં રહી શક્તાં હોય તો ભગવાને વાંધો ઉઠાવ્યો નથી. અંદર જ્ઞાતા-દ્રષ્ટામાં રહે છે. કે નહીં, એટલું જ જોવાનું છે. બહારના ભાગને જેવું થવું હોય તે થાઓ.
ચાત્રિ મોહતે “જુએ' એ તે સમ્યક ચાસ્ત્રિ !
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. ‘હું શુદ્ધાત્મા છું' એ દર્શન, એ છે તે પોતાની શ્રદ્ધામાં છે. એ બે એકાકાર થાય એટલે આમાં ભેગું નહીં થવું, એનું નામ ચારિત્ર અને ભેગું ના થવામાં જે કષ્ટ પડે તે ઘડીએ જે તપ કરવું પડે, એનું નામ તપ કહેવાય.
આ દેહમાં ક્રોધ, હર્ષ, શોક બધું જ ભરેલું છે. પણ તેમાં આત્મા તન્મયાકાર ના થાય ને પુદ્ગલનાં દરેક સંયોગોને પરપરિણામ જાણ્યું, એને સમ્યક્ ચારિત્ર કહેવાય !
દર્શન શુદ્ધિ પછી બહારના સંયોગો ઊભા થાય ને તેમાં તન્મયાકાર થાય તે ચારિત્રમોહ, ચારિત્ર મોહનીયને જે જ્ઞાન જુએ તે સમ્યક ચારિત્ર છે. અને સમ્યક ચારિત્રમાં મૂક્યા છે તમને. બોલો, હવે તમને શું થાય તે ? સમ્યક્ દર્શન તો નહીં, પણ સમ્યક ચારિત્ર સુધી મૂક્યા છે તમને. ચારિત્ર મોહનીયને જે જ્ઞાન જુએ, એટલે ચંદુભાઈ ચિઢાય, ચંદુભાઈ કોઈની જોડે વિખવાદ કરે, તેને તમે ‘જુઓ’ કે ચંદુભાઈ વિખવાદ કરે છે. ચંદુભાઈ જે કંઈ કરે છે એ ચારિત્રમોહનીય કહેવાય. અને તમે જુઓ એને એટલે એ સમ્યક ચારિત્ર. એવી સ્થિતિએ મૂકેલા છે. પણ સમજણ પડે તો એને એ બોલી શકે ને !
પ્રશ્નકર્તા : મોહનીય સાથે પણ ચારિત્રની ભૂમિકા તો ખરી ? લક્ષ તેનું તે તરફ તો ખરું ને ?
દાદાશ્રી : હા. લક્ષ આવે ને એ ચારિત્રની ભૂમિકા કહેવાય. અને આ છે તે પ્રતીતિની ભૂમિકા કહેવાય. પણ આ થયું હોય ને તો ય ઘણું કહેવાય.
કૃપાળુદેવે કહ્યું છે કે “જેમ આવી પ્રતીતિ જીવની રે’ પછી જેમ ‘હું શુદ્ધાત્મા છું' એ શબ્દથી એને સમજાય અને આ બધું ‘ન્હોય તેમ પછી શું થાય ? ‘જાણે સર્વથી ભિન્ન અસંગ'. એ અસંગ જ છે પોતે.
પ્રશ્નકર્તા ઃ અસંગ થઈ જાય, ભિન્ન થઈ જાય તે પૂર્ણ ચારિત્ર ખરું ? દાદાશ્રી : ના. અસંગ અને ભિન્ન એને પ્રતીતિમાં બેસે.
એટલે ચારિત્રની ભૂમિકા ધીમે ધીમે તૈયાર થાય. પણ એ તૈયાર ક્યારે થાય ? ચારિત્ર મોહનીય જેમ ઘટે ને તેમ થાય. જેમ ચારિત્ર મોહનીય ઘટતી જાય ને એક બાજુ શુદ્ધ ચારિત્ર વધતું જાય.
ચારિત્ર મોહનીયને લોકો જોઈ શકે નહીં. ચારિત્ર મોહનીય લોકોને હોય કે નહીં. જગતના સાધુ-સંન્યાસીઓને ય ચારિત્ર મોહનીય ના હોય. ચારિત્ર મોહનીય આપણા મહાત્માઓને જ ફક્ત હોય. બીજે બધે ચારિત્ર મોહનીય ના હોય. ત્યાં તો મિથ્યાત્વ મોહનીય હોય.