________________
ચારિત્ર
૨૭૩
૨૭૪
લોક કહેશે, તમે શું સગા થાવ ? તો કહીએ, ભઈ, અમે એના સસરા થઈએ. પણ આ તો છે તે પેલો દબડાવેને તો પોતે દબાઈ જાય. શાથી ? સસરો છું એના વર્તનમાં હોય. એટલે દબાઈ જાય. દર્શનમાં, જ્ઞાનમાં ને વર્તનમાં એ જ બધું ત્રણે ય ભેગું થઈ ગયું. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર આ જાય એટલે સમ્યક્ દર્શન ઉત્પન્ન થાય.
એટલે જ ભગવાને કહ્યું ને કે સમ્યક્ દર્શન મુખ્ય કારણ. પછી મોક્ષ થશે કે ? તો ચારિત્રનું શું ? ત્યારે કહે, એનું સમ્યક્ દર્શન એ ચારિત્ર લાવશે. તું તારી મેળે સમ્યક દર્શન કરી લે, સમ્યક દર્શન ચારિત્રને બોલાવી લાવશે. જેમ મિથ્યા દર્શન હોય, તે ચારિત્રને બોલાવી લાવે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, મિથ્યા ચારિત્રને બોલાવી લાવે છે.
દાદાશ્રી : નાનું છોકરું હોય તે પેન્ટના ગજવામાંથી કોઈ ના હોય તો એ કાઢી લે. કારણ કે એને મિથ્યા દર્શન થઈ ગયેલું છે. એટલે એ પ્રતીતિ જ એને પછી કાઢી લેવડાવે. અને કેવી રીતે કાઢવું બધું ય જાણે.
પ્રશ્નકર્તા : એટલે મૂળ મહત્વ પ્રતીતિનું છે. દાદાશ્રી : પ્રતીતિની જ છે કિંમત બધી.
પ્રશ્નકર્તા : એટલા માટે કહેવાય છે કે આ સમ્યક્ દર્શનની જ વધારે કિંમત છે, જ્ઞાનની તો નથી ને ?
દાદાશ્રી : જ્ઞાનની ને ચારિત્રનીય જરૂર નથી. સમ્યક્ દર્શન કહે છે, હું તને ઠેઠ પહોંચાડું છું, હું !
પહેલું દર્શનમાં આવે. દર્શન એટલે પ્રતીતિમાં આવે કે આ કરેક્ટ છે. અને હંમેશા નિયમ એવો છે કે જ્યાં પ્રતીતિ ત્યાં જ્ઞાન અને ચારિત્રને જવું પડે. માટે આપણે તમારે શું કરવાનું ? પ્રતીતિ એકલી કરાવી લેવડાવે જ્ઞાની પુરુષ એટલે બહુ થઈ ગયું. પછી તમારું જ્ઞાન, ચારિત્ર એની એ તરફ જ જવાનો પ્રયત્ન કરશે. તમારે કશું વાળવું નહીં પડે. જયાં આગળ બિલિફ ગઈ ત્યાં એની પાછળ બધું આવે. આ બિલિફ એ બહાર બેઠેલી
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) છે, રોંગ બિલિફ બેઠેલી છે. તે બધું આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.
નિશ્ચય ચારિત્ર તથી ભાળ્યું જગતે ! ચારિત્ર તો મુખ્ય વસ્તુ છે. પણ ચારિત્ર મળવું બહુ મુશ્કેલ છે ને ! આ વર્લ્ડમાં કોઈ માણસ એવો હશે, જેને સહેજે ચારિત્ર હોય ! એક સેન્ટય ચારિત્ર હોય એવો કોઈ માણસ હશે ખરો ? આ શાસ્ત્રકારોએ જે ચારિત્ર કહ્યું છેને, એ ચારિત્ર જ ન હોય. એ તો જરા ધ્રાંતિ ખસી તે બદલનું ચારિત્ર. ખરું ચારિત્ર તો જોયું નથી, સાંભળ્યું નથી. આ જ્ઞાન મળ્યા પછી ખરાં ચારિત્રના એક અંશમાં તમે બેઠા છો ને તેનો આ સ્વાદ લાગે છે. તમને. એ ખરાં ચારિત્રનો અંશ ચાખ્યો. અંશનો ય અંશ, હજી હવે ધીમે ધીમે વધશે. ચારિત્ર જગતે એ જોયું નથી, સાંભળ્યું નથી. કંઈ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે આ, પણ શબ્દમાં હોય. પણ શબ્દો એ તો સ્થળ છે. ને વાણી ય સ્થળ છે. એમાં ચારિત્ર હોય નહીં. ચારિત્ર વસ્તુ જ જુદી છે ને ! એક સેકન્ડેય જેને ચારિત્ર રહે એ ભગવાન કહેવાય. આ લોકો તો ચારિત્ર શેને કહે છે ? બ્રહ્મચર્ય ને ફલાણું ફલાણું, એને ચારિત્ર કહે છે ! એ તો ચારિત્ર એમની ભાષાનું છે. સહુ સહુની ભાષાનું, ભ્રાંતભાષાનું ચારિત્ર. ભ્રાંતિવાળાય આને કહે, આ ચારિત્ર. તો પછી જ્ઞાનીની ભાષાનું ચારિત્ર કેવું ? એ ભ્રાંતિવાળાનું ચારિત્ર કંઈ ચારિત્ર-બારિત્ર નથી, છતાંય આ રૂમમાં અહીંના માટે વાત કરું છું, બહાર ના કરાય. બહાર તો એ ચારિત્રને જ કહેવું પડે ! એના ઉપર જ મુખ્ય આધાર છે. બહાર તો આગળની વાત જ નથી ને ! ભ્રાંતિની જ વાત છે ને ! એટલે અહિંસા પાળો, સત્ય બોલો, ચોરી ના કરો, અબ્રહ્મચર્ય ના કરો, પરિગ્રહ ના કરો એ બધું ચારિત્ર. બહાર તો મારે એવું કહેવું પડે. આ તો અહીંની ભાષાનું તમારે જાણવું છે કે ત્યાંની બહારની ભાષાનું?
પ્રશ્નકર્તા : બહારેય જીવીએ છીએ એટલે બહારનું ય જાણવું પડે ને અંદરનું ય જાણવું પડે, બવ.
દાદાશ્રી : હા. તે બહારનું આવું છે અને અંદરનું આવું છે. આ