________________
ચારિત્ર
૨૬૯
૨૭૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
- દાદાશ્રી : ચારિત્ર એ તમારી ભાષામાં ચારિત્ર તમને શું સમજાયું છે એ કહો. જે તમને સમજાયું હોય.
પ્રશ્નકર્તા: હં. ચારિત્ર એટલે સારી રીતે વર્તન કરવું તે, સ્ટ્રેટફોરવર્ડ જેને કહીએ. વાંકોચૂંકો કે કુકેડ નહીં એ ચારિત્રવાન કહેવાય. પ્રામાણિક હોય, ઓનેસ્ટ હોય, મોરલ હોય.
દાદાશ્રી : એવાં તો ઘણાં સીધા માણસો મળે, એને ચારિત્ર કેમ કહેવાય છે ? આ તો મોક્ષનું કારણ જે ચારિત્ર છે, તેને વિશે કહ્યું છે. પેલું ચારિત્ર તો સીધો માણસ હોય તો કોઈ વાહ વાહ બોલે, કોઈ પૈસા ધીરે એને, બસ. તે બીજું કોઈ કારણ એવું છે નહીં. અને તોય કેટલાંક અવળું બોલે.
ચારિત્ર બે પ્રકારના. એક નિશ્ચય ચારિત્ર અને એક વ્યવહાર ચારિત્ર. વ્યવહાર ચારિત્ર એટલે કોઈ પણ વિષય ઉપર વૃત્તિ નહીં. પાંચેય વિષય ઉપર વૃત્તિ નહીં. વૃત્તિઓ પાંચ વિષયમાં ના હોય, એ વ્યવહાર ચારિત્ર. હવે ક્યાં જડે એ ? ખાસ કરીને ત્યાગીઓમાં વધારે જડે એ. કો'ક કો’ક જડી આવે. કારણ કે પૈણેલા કરતાં ત્યાગીઓમાં જડી આવે. કોકે ય જડી આવે. અત્યાર તો ત્યાગીઓમાં ય જડતા નથી. કારણ કે આ તો એ જીભના ચાખું થઈ ગયેલા. આંખો જો જો કર્યા કરે. એટલે પાંચેય વિષયમાં વૃત્તિઓ ના જાય એવું જોઈએ. એને વ્યવહાર ચારિત્ર કહેવાય.
પ્રશ્નકર્તા એ જે કહે છેને, માણસમાં ચારિત્રબળ હોવું જોઈએ. એ કર્યું ચારિત્રબળ ?
દાદાશ્રી : એક તો વ્યવહારમાં બહારનું અને બીજું આંતરિક હોય. બહાર વ્યવહારમાં પ્રમાણિકપણું અને નૈતિકતા. ન્યાયી અને પ્રમાણિક હોય અને આંતરિકમાં હક્કના વિષયમાં વાઈફની જોડે સિન્સીયર હોય, બીજું બધું ના હોય. એને ચારિત્ર કહેવાય.
પ્રશ્નકર્તા : ચારિત્ર એટલે પેલું બ્રહ્મચર્યનું એવું સમજે. દાદાશ્રી : એ વ્યવહાર ચારિત્ર, તે વ્યવહારમાં કોઈને સહેજે દુઃખ
ના થાય બધું વર્તન હોય. દુ:ખ દેનારનેય દુઃખ ના થાય એ વર્તન એ વ્યવહાર ચારિત્ર. અને વિષય બંધ હોવો જોઈએ. વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ ? એક વિષયબંધ. કયો વિષય ? ત્યારે કહે છે, સ્ત્રીચારિત્ર વિષય. અને બીજું શું ? લક્ષ્મી સંબંધી. લક્ષ્મી હોય ત્યાં આગળ ચારિત્ર હોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા : લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર ના હોય એ કેવી રીતે ?
દાદાશ્રી : ત્યાં ચારિત્ર ના જ કહેવાય ને ! લક્ષ્મી આવી એટલે લક્ષ્મીથી તો વ્યવહાર કરવાનો બધો. અમારાથી લક્ષ્મી ના લેવાય.
પ્રશ્નકર્તા : પણ એમાં દુરવ્યવહાર થાય ને વ્યવહારે થાય ને !
દાદાશ્રી : નહીં, એ તો સદ્ કરીએ ત્યાંથી જ દુરવ્યવહાર ચાલુ થાય. સ૬ નહીં ને અસય નહીં, એવો વ્યવહાર જ નહીં. આ મેં પચ્ચીસ વર્ષથી કશું પૈસાનો વ્યવહાર જ નહીં કરેલો ને કોઈ જાતનો ! ભાંજગડ જ નહીં ને ! ચાર આનાય મારા ગજવામાં હોય નહીં કોઈ દહાડોય. નીરુબહેન વહીવટ કરે બધો !
અને ખરું ચારિત્ર કોને કહેવાય કે બધું ખાતો-પીતો હોય પણ જ્ઞાતા-દ્રષ્ટા એ ખરું ચારિત્ર. આત્મા પોતાના સ્વભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટામાં આવે એ ખરું ચારિત્ર. એ ચારિત્ર વિના મોક્ષ નથી. ‘આત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા છે. ‘તમે જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એ જ ચારિત્ર અને તે જ મોક્ષનું કારણ ખરું. અને મોક્ષ એટલે સર્વ દુઃખોથી મુક્તિનું કારણ એ, અને પછી એવો મોક્ષ થયા વગર નિર્વાણ થાય નહીં. નિર્વાણ એટલે આત્યંતિક મુક્તિ !
ચારિત્રની યથાર્થ વ્યાખ્યા ! પ્રશ્નકર્તા : નિશ્ચય ચારિત્ર એક વાક્યમાં કહો ને ?
દાદાશ્રી : હોમ ડિમાર્ટમેન્ટમાં રહેવું, એનું નામ નિશ્ચય ચારિત્ર. ફોરેનમાં આવવું નહીં, એનું નામ ચારિત્ર.
પ્રશ્નકર્તા : આત્મામાં સ્થિરતા જે છે એ ચારિત્ર ?