________________
૨૬૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
[૬.૨] ચાસ્ત્રિ
વીતરાગોતું યથાર્થ વ્યવહાર ચારિત્ર ! પ્રશ્નકર્તા: જીવનમાં જે કાયમ વર્તાય એ વસ્તુને આપણે ચારિત્ર કહીએ છીએને ! આમાં આત્મજ્ઞાનની વાત એટલે આત્માનું જ્ઞાન કાયમ વર્તે એ ચારિત્રમાં આવ્યું કહેવાય ?
દાદાશ્રી : ચારિત્ર બે પ્રકારના. એક આ વ્યવહાર ચારિત્ર કે બહુ ઊંચા માણસને વ્યવહાર ચારિત્ર ચોખ્યું હોય. વ્યવહાર ચારિત્ર તો શું હોય ? તીર્થકરોની આજ્ઞાપૂર્વક હોય આખું ચારિત્ર એ બધું વ્યવહાર ચારિત્ર કહેવાય. તે દેહનું બધું ચારિત્ર પણ તેથી કંઈ જ્ઞાન થયું નથી. અને પેલું આત્માનું ચારિત્ર. આત્માનું ચારિત્ર જોવું-જાણવું અને પરમાનંદ. જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી બસ. રાગ-દ્વેષ નહીં. અને પેલું વ્યવહાર ચારિત્ર એટલે આજ્ઞામાં રહેવું તીર્થંકરોની, સંપૂર્ણ આજ્ઞામાં રહેવું.
આ ચારિત્ર બહાર જે પાળે છે, તેને ચારિત્ર ગણાતું નથી. એને વ્યવહાર ચારિત્ર નથી ગણાતું. વ્યવહાર ચારિત્ર ક્યારે કહેવાય ? વીતરાગ માર્ગમાં હોય તે જ. આ તો ગચ્છ-મતમાં છે. ગચ્છ-મત એટલે બીજા લોકો જે રીતે ચારિત્ર પાળે છે એવું આ ત્યાગી કહેવાય બધાં, પણ ચારિત્ર ના ગણાય. વ્યવહાર ચારિત્ર ક્યારે કહેવાય ? વીતરાગ માર્ગમાં હોય એટલે કોઈ ધર્મને પરાયો માનતો ના હોય છતાં વીતરાગ ધર્મને પોતાનું
ધ્યેય રાખતો હોય. ધ્યેય શું રાખે ? વીતરાગ ધર્મ. વીતરાગોને માન્ય રાખે અને બીજા કોઈને અમાન્ય ના કરે. કોઈના પર દ્વેષ નહીં, ત્યારે વ્યવહાર ચારિત્ર કહેવાય. કોઈ ધર્મ પર દ્વેષ ના હોય.
ભગવાને જે વ્યવહાર ચારિત્ર કહ્યું છે, એ તો બહુ ઊંચી વસ્તુ છે. વ્યવહાર ચારિત્ર તો વીતરાગનાં મતને જાણે, કે વીતરાગોનો અભિપ્રાય શો છે ! પોતાનો અભિપ્રાય શો છે તે તો જુદી વસ્તુ છે, પણ વીતરાગોનાં અભિપ્રાય માન્ય રાખીને બધું કામ કરે એ વ્યવહાર ચારિત્ર. પોતાથી જેટલું થાય એટલું, પણ વીતરાગના અભિપ્રાયને નક્કી રાખીને કે આ પ્રમાણે વીતરાગનો અભિપ્રાય, એ પ્રમાણમાં જ ચાલ્યા કરે, પછી પોતાથી થાય એટલું, પણ એ વ્યવહાર ચારિત્ર.
અને જેનો આત્મા પ્રગટ થઈ ગયોને, તેનામાં બધી જ શક્તિઓ ઉત્પન્ન થઈ ગઈ. બધા જ્ઞાનીઓ, પાંચ લાખ જ્ઞાનીઓ હોય તેનો એક જ અવાજ હોય અને ત્રણ અજ્ઞાનીઓ હોય તો સો જાતનાં ભેદ પડી જાય. આ મતભેદ બધાં અજ્ઞાનીઓનાં હોય અને જ્ઞાનીઓમાં મતભેદ ના હોય. આપણાં અહીં બધાનામાં મતભેદ જેવું લાગે છે તમને કશું ? ભલેને ઓછુંવધતું જ્ઞાન હશે, જ્ઞાન તો એક જ પ્રકારનું આપ્યું છે, પણ પાત્ર પ્રમાણે પરિણામ પામે. ઓછું-વધતું પણ તોય હિસાબમાં કોઈ મતભેદ છે કશુંય ? કંઈ ખેંચતાણ એવું તેવું કશું છે ? એટલે આનું નામ ચારિત્ર કહેવાય, વ્યવહાર ચારિત્ર. નિશ્ચય ચારિત્રમાં તો મહેનત જ નથી હોતી. કોઈ જાતની મહેનત હોતી નથી. બધી મહેનત વ્યવહાર ચારિત્રમાં. દેહ ડાહ્યો થયો, તેનું નામ વ્યવહાર ચારિત્ર ને આત્મા ડાહ્યો થયો, તેનું નામ નિશ્ચય ચારિત્ર. આત્મા ડાહ્યો થયો એટલે જ્ઞાતા-દ્રષ્ટ, પરમાનંદમાં જ રહે. બીજા કશી ભાંજગડમાં હાથ ઘાલે નહીં ‘નિશ્ચય ચારિત્રમાં” આવ્યા, એ તો ભગવાન થઈ ગયા ! ‘કેવળજ્ઞાન’ સિવાય ‘નિશ્ચય ચારિત્ર” પૂર્ણ દશાએ ના હોય.
ભેદ, વ્યવહાર તે નિશ્ચય ચારિત્રતા ! પ્રશ્નકર્તા : “ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના નિર્વાણ
નથી.’