________________
જ્ઞાન - દર્શન
૨૬૫
૨૬૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જ્ઞાન, ભૌતિક જ્ઞાન બધા, જેની પાછળ કારણ હોય. કારણ ના પડે એટલે એને જ્ઞાન જડે નહીં. હા, પણ આ ગુહ્યતમ એટલે શું કહેવા માંગે છે, ગુહ્યતમ એટલે જગતના લક્ષની બહાર જ જ્ઞાન છે. આમાં ભૌતિકનો પ્રશ્ન જ નથી. આ બધું જ્ઞાન જ ભૌતિક છે અને જે છે તે પપૈયા જેવું છે. પેલો પપૈયો ફળ ના આપે તે શુષ્ક જ્ઞાન. અને આ ગુહ્ય જ્ઞાન એ છે તે શુષ્ક નથી. જીવંત છે, સજીવ છે. અને બીજા જે કારણ ને કાર્યના જ્ઞાન એ બધા નિર્જીવ. આ સજીવ છે. તમને મહીં ચેતવે છે ને, આ મારી પાસે બેઠા પછી ? પહેલું ગુહ્ય જ્ઞાન મેં આપ્યું પહેલે દહાડે, પછી ધીમે ધીમે ગુહ્યતર મહીં ઉત્પન્ન થવા માંડ્યું અને જેટલું ગુહ્યતર થઈ ગયું, તેમાં તમારું ચારિત્ર વર્તે છે, એ ગુહ્યતમ. બીજું થયું નથી, તેટલું બાકી છે. ત્યાર પછી આ ચારિત્રની પૂર્ણાહુતિ થશે.
ગુહ્ય, ગુહ્યતર તે ગુહ્યતમ જ્ઞાત ! પ્રશ્નકર્તા : ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન કોને કહેવું?
દાદાશ્રી : જે જ્ઞાન આપણને પ્રતીતિ બેસાડે, કે ના, આ સાચું લાગે છે હંડ્રેડ પરસેન્ટ, એ સાચું થઈ ગયું નથી, પણ સાચું લાગે છે. જે જ્ઞાન હંડ્રેડ પરસેન્ટ પ્રતીતિ બેસાડે એ ગુહ્ય જ્ઞાન કહેવાય. પ્રતીતિ બેસાડે કે ખરેખર હું આત્મા જ છું, આ દાદાજી કહે છે તેમ જ છું, એ ગુહ્ય જ્ઞાન કહેવાય.
અને ગુહ્યતર જ્ઞાન એટલે હવે ગુહ્ય જ્ઞાન એ શું છે? એ દર્શનરૂપે છે અને આ ગુહ્યતર જ્ઞાન એ અનુભવ છે. જે દર્શન થયું તેનો અનુભવ છે અને ગુહ્યતમ એ છે તે ચારિત્ર છે, સંપૂર્ણ ચારિત્ર. એટલે સ્વમાં જ રહે, પરને અડે નહીં. સ્વમાં રહીને પરનું નિરીક્ષણ કર્યા કરે. પરનો દ્રષ્ટા રહે. જ્યાં સુધી જ્ઞાન ગુહ્ય અને ગુહ્યતર જ્ઞાન છે ત્યાં સુધી બન્નેમાં ભેળસેળ ચાલ્યા કરે. કો'ક ફેરો આમ લપસી પડે, આમ લપસી પડે. પેલું લપસવા-બપસવાનું નહીં, ગુહ્યતમ જ્ઞાન. આ એનો અર્થ મારી સમજણ પ્રમાણે આ થાય. બીજાને સમજણ પડે છે એ બુદ્ધિના ભેદ છે એ જુદી વાત છે, મારે તો આ બુદ્ધિ વગરનું આ જ્ઞાન !
પ્રશ્નકર્તા: આપે તો અધ્યાત્મની વાત કરી, પણ શાબ્દિક અર્થ કાઢે તો જરા જુદું થાય.
દાદાશ્રી : મારું કહેવાનું ગુહ્ય જ્ઞાન કોઈ હોતું જ નથી. કંઈ ને કંઈ રીતે ઓપન થયેલું હોય છે. ગુહ્ય જ્ઞાન કોને કહેવાય કે જે જ્ઞાન જગતના જ્ઞાનની બહાર જ છે.
પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુ ગુહ્ય હોય, એનું રીઝલ્ટ આવતું હોય પણ એનું કારણ સમજણ ના પડે ત્યારે ગુહ્ય ગણાય.
દાદાશ્રી : ના, ના એવું નહીં. કારણવાળા જ્ઞાન એ બધું આ સંસાર