________________
જ્ઞાન - દર્શન
૨૬૩
૨૬૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
છે. તેનું ગમે એટલું દર્શન બેસે તોય રિલેટિવ જ્ઞાન છે. અને આત્માનું, શબ્દોથી જે જ્ઞાન થાય છે, એ બધું રિલેટિવ છે અને નિઃશબ્દ જ્ઞાન થાય છે, એ રિયલ છે.
પ્રશ્નકર્તા: પણ દાદા, તીર્થકરોએ ગણધરોને જે જ્ઞાન આપ્યું તે એ એ લોકો રિલેટિવથી રિયલમાં ગયા ?
દાદાશ્રી : હા, બધું રિલેટિવથી રિયલમાં ગયા. એ રિલેટિવથી બધું. ઠેઠ સુધી ત્યાગ કરતાં કરતાં.
પ્રશ્નકર્તા : પણ પ્રત્યક્ષ તીર્થંકરની હાજરી હતી ?
દાદાશ્રી : હાજરી હોય તોય પણ આમ રિલેટિવ જ્ઞાન કહેવાય. જ્યાં કંઈ પણ ત્યાગ કરવાનો હોય. ત્યાં બધો રિલેટિવ માર્ગ, રિયલ માર્ગ નહીં. રિયલ માર્ગમાં ત્યાગ કરવાનો હોય નહીં. તે ત્યાં તો અહંકાર હોય. અહંકાર સિવાય થઈ શકે નહીં.
પ્રશ્નકર્તા: હવે આ હિન્દુસ્તાનમાં જેટલાં ધર્મો છે, એને તમે કહી દીધાં, બધાં રિલેટિવ.
દાદાશ્રી : બધાં રિલેટિવ ! એટલે ક્રમિકમાં, પુસ્તકમાંથી જાણ્યું કે ગુરુઓની પાસે જાણ્યું. આપણે ત્યાં તો જ્ઞાન હું તમને આપી દઉં છું. એટલે રિયલ દર્શન ઊભું થઈ જાય છે અને પેલું શાસ્ત્રજ્ઞાન નથી આપણે ત્યાં. પેલું જ્ઞાન આપણે લીધું જ નથી. એ તો ખાંડી ખાંડીને કેટલું ખાંડીએ ? બે મણ ખાંડીએ ત્યારે પા શેર છે તે વસ્તુ નીકળે.
અક્રમમાં સ્વયં ક્રિયાકારી જ્ઞાત ! પ્રશ્નકર્તા: ક્રમિકમાં પહેલું જ્ઞાન થાય છે ને પછી દર્શનમાં આવે છે. એનો દાખલો આપોને.
દાદાશ્રી : એ જ્ઞાન કેવું છે કે, આમ કરશો તો પાપ લાગશે, આમ કરશો તો પુણ્ય થશે, એવું એ જ્ઞાન છે. જડજ્ઞાન છે, ચેતનજ્ઞાન નથી. ચેતનજ્ઞાન કયું કહેવાય ? આપણું જ્ઞાન ચેતનજ્ઞાન છે કે જે
સમજમાં આવ્યા પછી જ્ઞાન થાય છે. અને પેલા જ્ઞાનથી પેલો સમજમાં આવે ભાન થાય આ કંઈક છે. ભાન થાય, કંઈક છે, ભાન થવા માટેનું એ જ્ઞાન છે. તે પણ ભાન થતું નથીને લોકોને. જુઓને, લાખો વરસથી ફર્યા જ કરે છે ને લોકો ! અને “હું ચંદુભાઈ ચંદુભાઈ” બોલીને રખડે જ છે ને ! હું ચંદુભાઈ છું, આ બાઈનો ધણી થઉં ને આનો મામો થઉં ને આનો કાકો થઉં ને !
પ્રશ્નકર્તા ઃ ચંદુભાઈનો અભ્યાસ પૂરો ના થયો હોય, ત્યાં પાછાં બાપજી બને.
દાદાશ્રી : જ્યાં જુઓ ત્યાં આને આ જ અભ્યાસ, ડખો ઊંચકવાનોને !
એટલે જગતમાં જ્ઞાન-દર્શન ને ચારિત્ર હોય. આપણે તો અક્રમ છે, એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર. તે તેથી આપણું જ્ઞાન ક્રિયાકારી છે. જ્ઞાન એની મેળે કામ કર્યા જ કરે, તમારે કશું કરવું ના પડે. મહીં જ્ઞાન જ કર્યા કરે અને પેલા જ્ઞાનમાં પોતાને કર્તાપણું થશે, આ કરવું છે પણ થતું નથી. પછી “થતું નથી, થતું નથી” ગા ગા કર્યા કરે.
જ્ઞાન એટલે શબ્દોથી જે જ્ઞાન સમજવું એનું નામ જ્ઞાન કહે છે એ લોકો અને એમાંથી જો મહીં સૂઝ પડી, તો દર્શન કહેવાય. અને આપણે ત્યાં તો પહેલું સૂઝ, દર્શન, પછી જ્ઞાન ને ચારિત્ર. એટલે આ જગતમાં ક્રિયાકારી જ્ઞાન કોઈ જગ્યાએ ના હોય. ક્રિયાકારી જ્ઞાન આપણે ત્યાં જ છે કે આ ચંદુભાઈ છે તે સૂતાં સૂતાં હોય, એની મહીં જ્ઞાનક્રિયા કામ કર્યા જ કરે. તમારે જ્ઞાન કામ કર્યા કરે છે ને ! ‘આ હું છું, આ હું નથી, આ ચંદુભાઈ જુદા. આ ભૂલ થઈ. ચંદુભાઈએ ભૂલ કરી’ એ બધું જ્ઞાનક્રિયા કામ કર્યા કરે છે. જ્ઞાન જ કામ કર્યા કરે.
તેથી આ કહેતા હતા કે આ જ્ઞાન કામ કર્યા જ કરે છે. એ દાદા શું અજાયબી છે, તમે શું મૂક્યું છે ? મેં કહ્યું, ના, એનો સ્વભાવ જ છે એવો, આ ક્રિયાકારી જ્ઞાન છે. એ તમને મોક્ષે લઈ જશે ત્યાં સુધી છોડશે નહીં. એ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે.