________________
જગત શેમાંથી ઉત્પન્ન થયું છે ? અજ્ઞાનમાંથી. એટલે વિભાવિક આત્મા પ્રતિષ્ઠિત આત્મામાંથી ઊભો થયો, તેમાં પાછો લય પામે ને તેમાંથી પાછો ઉત્પન્ન થાય. એમ ચાલ્યા જ કરે..... આમાં મૂળ આત્માને કંઈ લેવા દેવા નથી. આત્માની માત્ર વિભાવિક દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે. એટલે બિલિફ બદલાયેલી છે. જ્ઞાન કે ચારિત્ર કશું બદલાયું નથી. ‘હું પણું” બદલાયું છે તે મૂળ જગ્યાએ બેસી જાય છે એટલે પૂરું.
જ્ઞાન કે અજ્ઞાનનું આદિ શું? વિજ્ઞાન.
બ્રહ્માંડમાં છ સનાતન વસ્તુઓ છે. એ ભેગાં થવાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. ક્રોધ-માન-માયા-લોભ એ વ્યતિરેક ગુણો કહેવાય. ક્રોધ અને માનથી ‘હું ને માયા ને લોભથી ‘મારું થયું. હવે આત્મા ને પુદ્ગલ તત્ત્વો છૂટા પડવાથી બધું ઊડી જાય છે.
દાદાશ્રી જ્ઞાન આપે તે કોને ? આત્માને કે અજ્ઞાનીને ? અજ્ઞાનીને. આત્માને જુદો જુએ ખરાં.
જ્ઞાન સહજ હોય, વિચારેલું ના હોય. વિચારેલું અજ્ઞાન કહેવાય. જ્ઞાનને જાણે તો અજ્ઞાનને જાણે. ઘઉને જાણે તો કાંકરાને જાણે.
એટલે અજ્ઞાનને જાણવું પણ જરૂરી છે. બંધનને સંપૂર્ણ સમજે તો જ મુક્તિની આરાધના થાય. એટલે એક્યમાં ભલીવાર જીવને આવ્યો નથી.
જગતમાં લાવનારું કારણ અજ્ઞાન ને જગતથી છોડાવનારું કારણ જ્ઞાન ! ‘હું કોણ છું’નું જ્ઞાન થયું કે છૂટ્યો ! | માયા વસ્તુ સ્વરૂપે નથી. માયા એટલે સ્વસ્વરૂપની અજ્ઞાનતા, સેલ્ફ ઈગ્નોરન્સ. સ્વરૂપનું અજ્ઞાન ગયું, ‘હું કોણ છું' જાણ્યું એટલે માયા ગઈ !
આ બધાનું રૂટ કોઝ અજ્ઞાનતા છે. માયા દર્શનીય નથી, ભાસ્યમાન
એ રોંગ બિલિફ એ જ અજ્ઞાન. પછી રોંગ બિલિફની પરંપરાઓ શરૂ થઈ ગઈ ! રોંગ બિલિફ એટલે મિથ્યાત્વ ને રાઈટ બિલિફ એટલે સમ્યકત્વ.
જ્ઞાન કીધેલું ના ચાલે. જાણેલું-અનુભવેલું હોય તે જ સાચું જ્ઞાન કહેવાય, અને તે જ મોક્ષે લઈ જાય, બીજું નહીં.
‘હું ચંદુલાલ, મને ના ઓળખ્યો?” એ અજ્ઞાનને આધાર આપ્યો. એનાથી ખડું છે જગત. જ્ઞાન મળ્યા પછી ‘હું’ ‘હું માં બેસી ગયું. એટલે અજ્ઞાન થયું નિરાધાર.
ભ્રાંતિ અને અજ્ઞાનમાં શું ફેર ? અજ્ઞાનમાંથી જન્મ પામે તે ભ્રાંતિ. અજ્ઞાનમાંથી ઘણું થાય, તેમાં એક ફણગો ભ્રાંતિનો પણ ફૂટે.
અક્રમ જ્ઞાન મળ્યું હોય, તેને ભ્રાંતિ ના હોય. કોઇ સારો શેઠ હોય પણ જો આટલી બ્રાંડી પીધી તો? ભ્રાંતિ ઊભી થાય ને ? એટલે જ્ઞાન થયું એટલે અમુક ભાગ અજ્ઞાનનો ઓછો થયો. ‘શુદ્ધાત્મા જ છું’ એ પ્રતીતિ બેઠી. સમ્યક્દર્શન થયું. હવે સમ્યકજ્ઞાન થવા માંડ્યું.
માનેલું જ્ઞાન ને જાણેલા જ્ઞાનમાં શું ફેર ? જાણેલું જ્ઞાન એટલે અનુભવેલું. સાકર મોંમાં મૂકી એટલે જાણેલું ને સાકર ગળી છે, ગળી છે. એમ સાંભળ્યું ને માન્યું, તે ના ચાલે.
સમજણ આવીને જતી ય રહે પણ જ્ઞાન ના જાય.
મૂળમાં અજ્ઞાન ને પછી મોહ. આત્મજ્ઞાન થાય પછી મોહના અંશો ઓછા થાય. આત્મજ્ઞાનના કંઈ અંશો હોતા નથી.
જ્ઞાનનો અંત ખરો, પણ અજ્ઞાનનો નથી.
અહંકાર કોને આવ્યો ? અજ્ઞાનને.
અજ્ઞાન શું છે ને ક્યાંથી આવે છે ? જન્મ્યા ત્યારે ‘ચંદુભાઈ” નામ ઓળખવા માટે આપ્યું પણ “આપણે” માની લીધું કે ‘હું જ ચંદુભાઈ છું.’
આખા જગતના તમામ સબજેક્ટસ્ જાણે તો ય એ બુદ્ધિ કહેવાય અને ‘હું કોણ છું' એટલું જ જાણે એ જ્ઞાન કહેવાય. - ક્રિયાવાળું જ્ઞાન એ બધું અજ્ઞાન કહેવાય અને ક્રિયા ય અજ્ઞાન કહેવાય. અહંકાર હોય તો જ ક્રિયા થાય, નહીં તો થાય નહીં. અને ચેતન
38