________________
જ્ઞાન - અજ્ઞાન
૨૨૩
૨૨૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
છે, એ તો ભૌતિક જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન એ પરમાત્મા છે. શુદ્ધ જ્ઞાન એટલે જેમ છે તેમ દેખાડે. યથાર્થ દેખાડે. એટલે શું કે બધી અવિનાશી ચીજોનો દેખાવ કરી આપે. વિનાશીને વિનાશી જાણે ને અવિનાશીને અવિનાશી જાણે. યથાર્થ દેખાડે અને શુદ્ધ જ દેખાડે.
જે જ્ઞાન છે ને, તે જ આત્મા. પણ તે સાચું જ્ઞાન, સમ્યક્ જ્ઞાન. આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કહેવાય. આ મારા સસરા ને આ મારા મામા ને આ મારા કાકા એ બધું ભ્રાંતિ જ્ઞાન. એ આત્મા નહીં. સાચું જ્ઞાન એ આત્મા.
શુદ્ધ જ્ઞાન એ ભગવાન છે અને અશુદ્ધ જ્ઞાન, અવળું-ઊંધું જ્ઞાન એ શેતાન છે. શેતાન જોડે ફ્રેન્ડશીપ ફાવતી હોય તો તે કરવી અને ભગવાન જોડે ફ્રેન્ડશીપ ફાવતી હોય તો એમની જોડે કરવી. આ શેતાન શબ્દ તો મૂકું છે તે સમજવા પૂરતું જ !
શુભાશુભ જ્ઞાત ! જ્ઞાન એ જ આત્મા છે. અશુદ્ધ જ્ઞાન હોય તો ત્યાં અશુદ્ધ આત્મા છે, શુભ જ્ઞાન હોય તો શુભ આત્મા છે અને શુદ્ધ જ્ઞાન હોય તો દરઅસલ આત્મા છે. પણ એ આત્મા જ છે બધું. જ્ઞાન માત્ર આત્મા છે.
ફોરેનર્સે એ બધાંને અશુભ જ્ઞાન હોય. એટલે માંસાહાર, બકરો કાપે ખરાં. એ કહેશે, કાપવો જોઇએ ને કાપીએ નહીં તો માંસ શી રીતે ખઇએ ? એ કર્યું જ્ઞાન કહેવાય ? અશુભ જ્ઞાન કહેવાય. અશુદ્ધ ના કહેવાય. કારણ કે એમાં હેતુ એનો ખાવાનો છે. એટલું તો એને સમજણ પડે ને ? કે આ અશુભ જ્ઞાન છે. અશુભ શાથી કે કોઈ જીવને મારીને, દુઃખ-ત્રાસ આપીને આપણે મોજથી ખાઈએ તે અશુભ કહેવાય. એ કૂકડો મારે છે ને, તે ઘડીએ એ બૂમાબૂમ કરી મેલે છે. તમે સાંભળ્યું નથી કોઈ દહાડો કૂકડો કાપતી વખતે ?
પછી આપણે શુભ જ્ઞાન આવે. શુભ સમજણ ને શુભ જ્ઞાન આવે. તે ફોરેનવાળાએ કહેશે કે કોઈને મારશો નહીં, કોઈને દુઃખ દેવું નહીં ને કોઇ આપણને દુઃખ ના દે. એ શુભાશુભ જ્ઞાન કહેવાય. જો કોઇ મને દુઃખ દે તો હું તો દઇશ, પણ દુઃખ ના દે તો હું દઇશ નહીં. એ શુભાશુભ જ્ઞાન કહેવાય. તે આપણાં બધાં ધર્મો શુભાશુભમાં પડેલાં છે. જ્ઞાન અને સમજણ શુભાશુભની છે. અને શુભ જ્ઞાન એકલું હોય તે ત્રાસ આપે, તેનેય ત્રાસ ના આપે અને કોઈને દુઃખ ના દે, એવું શુભ જ્ઞાન અને શુભ સમજણ એ સુપર હ્યુમન કહેવાય, દેવલોકમાં જાય અહીં મનુષ્યમાંથી. એ શુભ સમજણ કહેવાય, શુભ જ્ઞાન. અને તેનાથી આગળ શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાનવાળાને કેમ કરીને ઓળખાય ? ત્યારે કહે, શુદ્ધ જ્ઞાન જેને છે તેનું કોઇ ગજવું કાપતો હોય તો ય એને નિર્દોષ દેખાય. એટલે ફોરેનવાળાને સમજણ પાડીએ કે તમને નિર્દોષ દેખાય છે ? ત્યારે કહે, નહીં, નિર્દોષ કેમ કરીને દેખાય ? કાપે જ છે તે ઉઘાડું છે ને ! ત્યારે આપણે કહીએ કે અમારે ત્યાં વીતરાગ કોને કહે છે કે જેને સામો નિર્દોષ દેખાય. તેને અમે વીતરાગ કહીએ છીએ. તો એ વીતરાગ સમજે કે ના સમજે ?
પ્રશ્નકર્તા : સમજે.
દાદાશ્રી : આવી રીતે પગથિયે પગથિયે સમજણ પાડીએ. મારીઠોકીને સમજણ પાડવા જોઇએ તો ના પામે. રાગ-દ્વેષ નહીં એ વીતરાગ. એ તો સમજે નહીં ને ? રાગે ય નહીં ને દ્વેષેય નહીં. એટેચમેન્ટ, એ કહે છે કે થયા કરે છે. એવું કેમ બને? પણ આ જ્ઞાન અને સમજણ પાડીએ
આ ફોરેનવાળા કહે કે તમે વીતરાગ ભગવાન કહો છો, પણ વીતરાગ તો કોણે જોયો ? તે પોસીબલ (શક્ય) કેમ કરીને થાય ? એ લોકોને સમજાય નહીં. એટલે આપણે કહીએ કે તારી ભાષામાં સમજ. આ તમને જ્ઞાન ને સમજણ છે, તે કિંમત છે કે નહીં ? ત્યારે કહે, હા, એની કિંમત તો ખરી. તો આપણે કહીએ કે આફ્રિકનોના કરતાં તમારી જ્ઞાન ને સમજણ ઊંચી છે કે નીચી છે? ત્યારે શું કહે ? ઊંચી છે, એમ કહે. હવે પેલી સમજણ કેવી છે ? અશુદ્ધ સમજણ છે ને અશુદ્ધ જ્ઞાન છે, એ લોકોની સમજણ અશુદ્ધ જ છે. એટલે હેતુ વગર જ મારી નાખે. સામું કોઇ જનાવર મળે તો કાપીને ખલાસ કરી નાખે ! માંસ-બાંસ ખાવા માટે નહીં. એ આફ્રિકનોને સમજણેય અશુદ્ધ છે ને જ્ઞાને ય અશુદ્ધ છે. એનાં કરતાં જેનું જ્ઞાન સારું હોય છે અને લોકો વખાણે છે ને ? હા. પછી