________________
જ્ઞાન - અજ્ઞાન
૨૨૫
૨૨૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
કે ગજવું કાપે તો ય એને નિર્દોષ દેખાય, એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન ડેવલપ થતું થતું આ છેલ્લું જ્ઞાન એ જ પરમાત્મા ને એ જ જે ગણો તે. શુદ્ધાત્મા કહો, પરમાત્મા કહો. જગત નિર્દોષ દેખાયું. દોષિતેય નિર્દોષ દેખાય ને નિર્દોષય નિર્દોષ દેખાય, એનું નામ પરમાત્મા કહેવાય. એને શુદ્ધ જ્ઞાન કહેવાય, શુદ્ધ દર્શન કહેવાય.
છેલ્લી સમજણ કઈ કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહિ. જગત આખું નિર્દોષ જ છે.
જ્ઞાન એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. દરેકને જ્ઞાન એ જ આત્મા છે. શુદ્ધ જ્ઞાન એ પરમાત્મા ને આ મનુષ્યોને ય એમનું જે જ્ઞાન છે તે જ આત્મા છે. અને આત્મા એટલે સેલ્ફ, પોતે.
જ્ઞાત નવું ગ્રહણ કરે કે માત્ર આવરણ તૂટે ?
જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી એ મૂઢાત્મા કહેવાય. એ મૂહાત્માના બે ભાગ પાડ્યા આપણે, એ સમજવા માટે કે વિષય આત્મા ને કષાય આત્મા.
પછી વસ્તુત્વનું ભાન થાય એટલે શુદ્ધાત્મા થાય. એ અંતરાત્મા કહેવાય છે. અને પછી એની મેળે પરમાત્મા થયા જ કરે, પૂર્ણત્વ થયા જ કરે.
ગયા અવતારે જેટલું કરીને આવ્યા, હવે પાછી આપણે ફરી નવી પ્રાપ્તિ કરવી પડે. ભ્રાંતિમાં હોવા છતાં, એને આ જ્ઞાન હેલ્પ કરે છે આ. એને આ જ્ઞાન જે છે, એ ચેતન જ્ઞાન નથી આ, શુષ્ક જ્ઞાન છે. એટલે કરવું પડે. જ્ઞાન પ્રમાણે આપણે થવું પડે. તે થયું તો થયું, નહીં તો એડજસ્ટ ના થયું તો જ્ઞાનમાં તો રહ્યું કે આમ કરવું જોઈએ. પણ ભૂમિકા તૈયાર નથી એવી એટલે થતું નથી એવું.
પ્રશ્નકર્તા : પણ આખા સંસારકાળમાં નવું જ્ઞાન ગ્રહણ કરતો જાય છે એવું બને છેને વ્યવહારમાં.
દાદાશ્રી : ના. એ તો ઊઘાડ થાય છે એટલું જ છે. છે એ જ્ઞાનનો ફરી ઉઘાડ થાય છે. નવું થતું નથી. આવરણ છે તે ખુલ્લું થતું જાય. નવું જ્ઞાન હોય જ ક્યાંથી ? કેમ આવું પૂછ્યું તે ?
પ્રશ્નકર્તા : આ તો એવું વ્યવહારમાં દેખાય કે એ ડૉક્ટરી જ્ઞાન શીખે છે, પછી પેલું નવું બીજું જ્ઞાન શીખે.
દાદાશ્રી : એ તો આવરણ ખૂલે. એટલે એ જ્યાં માથાકૂટ કરે ત્યાં આવરણ ખૂલે. ડૉક્ટરનું ભણ ભણ કરે તો ડૉક્ટર થાય. એન્જિનીયરનું ભણ ભણ કરે તો એન્જિનીયર થાય.
રિયલ જ્ઞાત - રિલેટિવ જ્ઞાત !
પ્રશ્નકર્તા : આ જે ત્રણ પ્રકારના આત્મા આપણે કહ્યા એ આત્મા થવા માટે કંઈ કરવું પડે છે કે જન્મથી જ એ પ્રમાણે હોય છે કે કેવી રીતે બને છે તે?
દાદાશ્રી : ના, એ તો જન્મથી જેટલું લઈને આવેલો છે પૂર્વનું જ્ઞાન, આ જ્ઞાનથી ફરતું જાય છે બધું. જેમ જેમ એને જ્ઞાનના સંયોગો બધાં ભેગાં થાય છે તેમ તેમ આ ફરતું જાય છે. વિષયોમાંથી પછી કષાયી થતો જાય છે. કષાયોમાંથી પાછાં કષાયો હલકાં થતાં જાય છે. એકદમ મુક્ત તો ના થાય, પણ કષાયો હલકા થતાં જાય, હલકાં થતાં થતાં થતાં અને પછી કષાયમુક્ત શુદ્ધાત્મા થાય.
સાયન્ટિસ્ટોને સમજ પડશે કારણ, કે એમને બધી જ વાત મદદ થાય એવી છે. એ ગૂંચાય છે કે સાલું આપણને આવું જ છે ને લોક કેમ આવું માને છે ? એને જે જડયું છે, એને બધી હેલ્પ થઈ જશે. કારણ કે રિલેટીવ ને રિયલ નવ્વાણું ડિગ્રી સુધી સરખા જ છે, નવ્વાણું પોઈન્ટ સુધી.
કોઝવાળી જે ઈફેક્ટ છે, જે ઈફેક્ટમાંથી કોઝ ઉત્પન્ન થાય છે, તેનો ફોટો પડે છે. પણ જે ઈફેક્ટમાંથી કોઝ ઉત્પન્ન થતાં નથી, એનો ફોટો જ નથી પડતો. એટલે એ નવ્વાણું ટકા સુધી કોઝવાળી ઈફેક્ટ હોય, સોમાં ટકામાં છે તે પેલી કોઝવાળી ઈફેકટ ના હોય.