________________
જ્ઞાન - અજ્ઞાન
દાદાશ્રી : બહુ ફેર, ભ્રાંતિ અને અજ્ઞાનમાં.
પ્રશ્નકર્તા : ભ્રાંતિ કોને કહી ? અજ્ઞાન કોને કહેવાય ?
૨૦૭
દાદાશ્રી : અજ્ઞાનમાંથી જન્મ પામેલી એનું નામ ભ્રાંતિ. અજ્ઞાનમાંથી બહુ ચીજો જન્મ પામે, એમાં એક ફણગો આ ભ્રાંતિનો પણ ફૂટે.
પ્રશ્નકર્તા : જરા એને દાખલો આપીને સમજાવોને !
દાદાશ્રી : ભ્રાંતિ તો આપણે જ્ઞાન લીધેલું હોય ને, તેને ભ્રાંતિ ના હોય. પણ એને ય જો આટલી બ્રાંડી પી લીધી તો ભ્રાંતિ ઊભી થઈ જાય. ન થઈ જાય ?
પ્રશ્નકર્તા : હા, થઈ જાય.
દાદાશ્રી : તેથી કંઈ અજ્ઞાન થઈ ગયું કહેવાય નહીં. પણ ‘હું ચંદુભાઈ છું' એવું બોલે પછી ? પછી એ કહે કે, મેં જ કર્યું છે આ. લ્યો, થાય એ કરી લો. બોલે કે ના બોલે ? એ ભ્રાંતિ કહેવાય. લોકો કહે, એને ભ્રાંતિ થઈ ગઈ છે. અજ્ઞાનમાંથી ઊભી થનારી ચીજ છે એ.
પ્રશ્નકર્તા : આ તો ભ્રાંતિ ને અજ્ઞાનનો તફાવત પૂછતો હતો.
દાદાશ્રી : એમાં ભ્રાંતિ એ તો અજ્ઞાનનો એક ભાગ છે. એમાંથી જ્ઞાન થતાં થતાં તો બહુ વાર લાગે. એ ભ્રાંતિ જાય તો ય અમુક ભાગ ઓછો થયો કહેવાય અજ્ઞાનનો. તે હવે ભ્રાંતિ ગઈ એ કંઈ જ્ઞાન થયું નહીં. તમને તો ફક્ત ‘હું શુદ્ધાત્મા છું’ તે એક પ્રતીતિ જ બેઠી. હવે જ્ઞાન થવા માટે બીજાં સાધનો ભેગા થઈને જ્ઞાન થશે. આ સમ્યક્ દર્શન થયું આ. હવે સમ્યક્ જ્ઞાન થવા માંડ્યું. માર્ગ આ છે. આ તો તમને ઠોકી બેસાડેલું એક વાક્ય ચાલે નહીં. એ જ હિંસા કહેવાય ને ! કોઈ વસ્તુને ઠોકી બેસાડવી એ તો હિંસા કહેવાય.
માન્યતાઓ સાચી હોય કે ખોટી, બેઉ જાતની હોય અને દર્શન સત્ય
જ હોય.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : માનેલું જ્ઞાન અને જાણેલું જ્ઞાન, એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : જાણેલું જ્ઞાન અનુભવેલું. અને માનેલું એટલે સાકર ગળી છે, એવું તું માનું પણ એને ગળી એટલે શું સમજું ? અને જાણેલું એટલે તારે ફરી પૂછવું જ ના પડે. સાકર લાવે અત્યારે ? અનુભવ કરવો છે ? કરી જોને, સાકરનો અનુભવ કરી લીધો છે ? ત્યારે વાંધો નહીં. એ માનેલીનો, અનુભવ નહીં કરેલો ? ‘સાકર ગળી છે’ એ માન્યું અને પેલું જાણ્યું એ અનુભવેલું.
૨૦૮
શું જ્ઞાત આવેલું જતું રહે ?
પ્રશ્નકર્તા : સમજણ ને જ્ઞાન આવી અને પાછું જતું રહે ?
દાદાશ્રી : જતું રહે એ જ્ઞાન ના કહેવાય. સમજણ આવીને જતી રહે પણ જ્ઞાન જતું ના રહે.
પ્રશ્નકર્તા : અજ્ઞાનતા અને ગેરસમજણ એક જ વસ્તુ છે કે જુદી ?
દાદાશ્રી : ગેરસમજ એ તો ઊભી થાય. પછી સમજથી નીકળી જાય. પણ અજ્ઞાનતા જાય નહીં. ગેરસમજની આંટી તો પડી, તે પાછી આંટી ઉકલી જાય. એ તો આપણને કોઇક આંટી કાઢી આપે. પણ અજ્ઞાનતા તો જ્ઞાની પુરુષ વગર જાય નહીં.
પ્રશ્નકર્તા : અજ્ઞાન કેવી રીતે નીકળે શકે ?
દાદાશ્રી : જ્ઞાની પાસે ગયા એટલે અજ્ઞાન નીકળે. જો જ્ઞાની પાસે ગયા આપણે અને આપણું અજ્ઞાન નીકળી ના જાય તો એ જ્ઞાની જ હોય. એ એની સાબિતી છે. એટલે એવું કહ્યું છે ને, જ્ઞાન જ્ઞાની પાસેથી જ પ્રાપ્ત થવું જોઇએ !
પ્રશ્નકર્તા : આ બધાનું મૂળ અજ્ઞાન છે કે મોહ છે ?
દાદાશ્રી : એ અજ્ઞાનમાંથી જ મોહ કહેવાય છે. એ અજ્ઞાન જેટલું ઓછું થાય છે ને એટલો મોહ ઓછો થયો કહેવાય. મૂળ અજ્ઞાન છે,