________________
જ્ઞાન - અજ્ઞાને
૨૦૫
૨૦૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે એની સામી બાજુ જ્ઞાનનું સ્વરૂપ. ઉત્તર-દક્ષિણ જેમ સામસામી છે એવું એની સામે, જ્ઞાનનું સ્વરૂપ આ છે.
તમે ચંદુભાઈ એમ, તમે તો તમારી મેળે જાણો ને ? પ્રશ્નકર્તા: કોઈએ કીધેલું.
દાદાશ્રી : ના, પણ કીધેલા જ્ઞાનને શું કરવાનું, જાણેલું જ્ઞાન હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા પણ કીધેલું તે સાચું જ કીધેલું હોય ને !
દાદાશ્રી : એમની ઉપર વિશ્વાસ એટલે જ ને ! આ કીધેલા જ્ઞાનથી જગત ચાલે છે અને જાણેલા જ્ઞાનથી મોક્ષે જવાય છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે જે ફક્ત જાણેલું તે જ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : બસ, આપણે ખરેખર જે છીએ, શુદ્ધાત્મા છીએ એ જાણેલું, અનુભવેલું હોય એ જ્ઞાન.
પ્રશ્નકર્તા : બાકી બધું કીધેલું જ ?
દાદાશ્રી : કીધેલું જ્ઞાન. તમારું નામ ચંદુભાઈ, એ ક્યાંથી તમે જાણી લાવ્યા ? શી રીતે એનો તાળો મલ્યો ? ત્યારે કહે, ફોઈએ પાડેલું. બસ, એટલું જ જાણે છે, એટલે કીધેલું જ્ઞાન આ.
પ્રશ્નકર્તા : ને પેલું અનુભવેલું.
દાદાશ્રી : અનુભવેલું જ્ઞાન એ મોક્ષે લઈ જાય અને આ કીધેલું જ્ઞાન સંસારમાં રખડાવે.
આધાર આપે અજ્ઞાતતે... મૂળ તો અનાથ અને પાછો ટેકો દે, પોતે જ આધાર કરે. આધારી
થાય અને અજ્ઞાનને આધાર ‘પોતે' આપે. હું જ ચંદુલાલ, મને ના ઓળખ્યો ? અલ્યા મૂઆ, એને શું કામ આધાર આપે છે ? અજ્ઞાન છે. આ તો ! એને આધાર આપ આપ કરે છે. અને આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું તો નિરાધાર થયું કે પત્યું.
આ જગત આધાર આપીને ઊભું રહ્યું છે. પોતે જ આધાર આપે છે. જો આધાર ના આપે, તો આ જગત પડી જાય.
આ જ્ઞાન મળ્યા પછી ‘હું'પણું ‘હું’માં બેસી ગયું. એટલે અજ્ઞાન નિરાધાર થયું, એનો આધાર ખસી ગયો. એટલે પછી અજ્ઞાન પડી જાય. આધારને લીધે આ બધું ઊભું રહ્યું છે.
જે અજ્ઞાન નિરાધાર થયું, તેને આપણે આધાર આપતા’તા કે હું ચંદુભાઈ છું, હું શાહ છું, હું જૈન છું, હું ફલાણા છું, હું ફલાણા છું. હું સિત્તેર વર્ષનો, સાંઈઠ વર્ષનો છું, પચાસ વર્ષનો છું, બધું વરસો ય પોતાના છે. તે આધાર આપતા'તા. તે આધાર બધો નિરાધાર થઈને પડી ગયો, એની મળે. આ અજ્ઞાન અને ભ્રાંતિ બધી આધાર આપીને ઊભી રાખેલી છે આપણે. જ્ઞાન આપ્યું એટલે મેં કહ્યું, આધાર છોડી દો. એટલે નિરાધાર થઈને પડી જાય બધું.
પ્રશ્નકર્તા : પછી એકલો આધાર તો આત્મા જ રહે ને ?
દાદાશ્રી : નહીં. ‘પોતે’ જ રહ્યા પછી. આપણે કોઈ ચીજના આધાર આપનારા રહ્યા જ નહીં. પહેલા તો આધાર આપનાર હતાને, માટે ભ્રાંતિ હતી. હવે આધાર આપનારા ગયા. નિરાધાર થયું બધું, પડ્યું સડસડાટ ! એટલે અજ્ઞાન નિરાધાર થયું એટલે અજ્ઞાન પડ્યું. એટલે રહ્યો પ્રકાશ એકલો જ, તે પાછો સ્વ-પર. તમારી જાતને ય પ્રકાશ કરે ને ચંદુભાઈને શું શું થયું છે, તે ય પ્રકાશ કરે. પરનો પ્રકાશે ય કરે ને પોતાની જાતને ય પ્રકાશ કરે, જ્ઞાન પ્રકાશ ! ધન્ય છેને વીતરાગ વિજ્ઞાનને !
ફેર છે ભ્રાંતિ તે અજ્ઞાતમાં ! પ્રશ્નકર્તા : ભ્રાંતિ અને અજ્ઞાનમાં ફેર ખરો ?