________________
જ્ઞાન - અજ્ઞાન
૨૦૩
૨૦૪
શબ્દમાં કહેવાય કે માયા એટલે નિજ સ્વરૂપની અજ્ઞાનતા. આ બધું અજ્ઞાનને લઈને માયા દેખાય છે. સ્વરૂપનું અજ્ઞાન છે માટે માયા ઊભી થઈ છે. સ્વરૂપનું અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. બાકી મૂળ સ્વરૂપે નહીં દેખાતા અન્ય સ્વરૂપે દેખાય, એનું નામ માયા. આ પુદ્ગલ મૂળ સ્વરૂપે આવું નથી. પુદ્ગલ મૂળ સ્વરૂપે બહુ સુંદર સારું છે, પણ એ તો અન્ય સ્વરૂપે દેખાય છે પુદ્ગલ.
માયા દર્શનીય નથી, એ ભાયમાન પરિણામ છે. માયા એટલે અજ્ઞાનતા, બીજું કશું જ નહીં.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : માયા જુદી વસ્તુ છે. પુદ્ગલને ને માયાને લેવા-દેવા નથી. માયા તો એક પ્રકારની માન્યતા છે. લોકોએ માન્યતા કરી છે એટલે તે ભાયમાન થાય છે કે આ ભગવાનની માયા છે. બાકી ભગવાનની માયા હોય નહીં. આ તો અજ્ઞાનતા જ છે ખાલી ! માયા ઉપર તો લોકોએ કેવડાં કેવડાં મોટાં સ્વરૂપ લખ્યાં ! બહુ બહુ લખાયું, આ માયાએ તો લોકોનું તેલ કાઢી નાખ્યું છે ને ! માયા કેટલી જબરી છે પણ એનું રૂટ કોઝ શું ? અજ્ઞાનતા. અજ્ઞાનતા જાય એટલે બધું જાય !
મુખ્ય વસ્તુ સ્વરૂપની અજ્ઞાનતા એટલે જ માયા અને એ અજ્ઞાનતા જાય એટલે પછી જેમ છે તેમ દેખાય. બસ, એ અજ્ઞાનતાથી ઊંધું દેખાય
પ્રશ્નકર્તા : અજ્ઞાનતાના હિસાબે જ માયાને ?
દાદાશ્રી : માયા ઊભી રહી છે અજ્ઞાનતાને લીધે. એટલે માયા કોઇ વસ્તુ નથી, અજ્ઞાનતા જ મુખ્ય વસ્તુ છે. એનું ફાઉન્ડેશન અજ્ઞાનતા છે. આખા જગતનું ફાઉન્ડેશન જ અજ્ઞાનતા છે.
પ્રશ્નકર્તા : અજ્ઞાનતાનું ફાઉન્ડેશન અહંકાર ગણાય ?
દાદાશ્રી : ના, અહંકાર નહીં, અજ્ઞાનતા જ ફાઉન્ડેશન. રૂટ કોઝ અજ્ઞાનતા જ છે. ભલેને ગમે એટલો અહંકાર હોય તેનો વાંધો નથી, પણ અજ્ઞાન જાય એટલે બધુંય ગયું.
પ્રશ્નકર્તા : આપે એમ કહ્યું કે માયા દર્શનીય નથી અને ભાયમાન છે, એટલે શું ?
દાદાશ્રી : ભાયમાન એટલે ખાલી ભાસે છે એટલું જ છે, એ દર્શનીય નથી.
યથાર્થ સ્વરૂપ અજ્ઞાત તણું ! પ્રશ્નકર્તા : અજ્ઞાનનું સ્વરૂપ શું છે ને ક્યાંથી આવે છે ?
દાદાશ્રી : “ચંદુભાઈ’ ‘તમારું નામ પાડ્યું અહીં આગળ ને ‘તમે’ માની લીધું પાછું. ‘ચંદુભાઈ” નામ ખોટું નથી. ‘ચંદુભાઈ’ તો ઓળખવા માટેનું સાધન પણ તમે માની લીધું એ અજ્ઞાન. રોંગ બિલિફ કહેવાય એ. પછી આ છોકરાનો ફાધર થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, આનો કૂવો થઉં, આનો દાદો થઉં, આ કેટલી રોંગ બિલિફો બેઠી છે, બોલો ?
હવે આ રોંગ બિલિફો એ અજ્ઞાનનું આખું સ્વરૂપ. આપણે રોંગ બિલિફોમાં પડ્યા છીએ. આપણને શેની જરૂર છે ? રોંગ બિલિફો દુ:ખદાયી થઈ પડી, એટલે આપણે સુખ ખોળીએ છીએ. કારણ કે મૂળ આપણો સ્વભાવ સુખીયો છે. એટલે મૂળ સ્વરૂપમાં આવીએ ત્યારે પાછું સુખ થાય. આ રોંગ બિલિફ એટલે આડા ચાલ્યા આપણે. એટલે આ રોંગ બિલિફોને અમે ફ્રેક્ટર કરીએ અને રાઈટ બિલિફ બેસાડીએ. રાઈટ બિલિફને સમ્યક્ દર્શન કહે છે. અને સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એનાથી મોક્ષ છે. સમ્યક દર્શન એટલે આ જે વાંકે જુઓ છો એ અમે સીધું દેખાડી દઈએ, દ્રષ્ટિફેર કરી આપીએ. અજ્ઞાનનું સ્વરૂપ આપને સમજાયું બરોબર ?
પ્રશ્નકર્તા : દર્શનીય નથી એટલે શું ?
દાદાશ્રી : એ દેખાતી નથી. દેખાય છે એવું લાગે છે, ભાસે જ છે ખાલી !
પ્રશ્નકર્તા : આ પુદ્ગલ બધું દેખાય છે એ શું માયા નથી ?