________________
જ્ઞાન - અજ્ઞાન
૧૯૯
૨%
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
અહંકારને ગળ્યું લાગે નહીં ત્યાં સુધી એ કહે નહીં કે આ સાકર છે. એટલે અહંકારનો નિવેડો કરવાનો છે. આત્માનો તો નિવેડો થયેલો જ છે.
જ્ઞાત, સ્વ-પર પ્રકાશક !
દાદાશ્રી : અહંકાર એ જ અજ્ઞાનને. અજ્ઞાન ને જ્ઞાન બે જુદી વસ્તુ છે. આપણે અહીં આગળ અત્યારે એક, મોટા શેઠ આવ્યા છે, એ શેઠ બહુ સુંદર વાતચીત કરે, પણ કો'કે અડધો રતલ બ્રાન્ડી પાઈ દીધી એમને, પછી એ વાત કેવી કરે ?
પ્રશ્નકર્તા: બ્રાન્ડીનો સંયોગ થયો, એટલે બીજી વાત ફરી.
દાદાશ્રી : ના, આ સંયોગ ભેગા થયા છેને, એટલે બધું આ ઊભું થયું. જ્ઞાન સ્વરૂપને સંયોગ ભેગો થયો એટલે આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ. જેમ પેલો શેઠ એમ કહે છેને કે હું તો વિજયશ્રીજી મહારાજા છું, આમ છું, તેમ છું, બોલે....
પ્રશ્નકર્તા : દાદા, તો જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું ?
દાદાશ્રી : જ્ઞાન તો ઉત્પન્ન હોય જ નહીંને ! જ્ઞાન તો પરમેનન્ટ વસ્તુ છે. બહારની વસ્તુઓને લઈને અજ્ઞાન ઊભું થયું, જેમ પેલો દારૂ પીધોને, સંયોગથી. એટલે પછી આ બધા સંયોગોથી છૂટી જાય તો બધું મુક્ત થાય.
પ્રશ્નકર્તા : ભાવ કર્યો તો તે અજ્ઞાનનો સંયોગ થયોને એને ?
દાદાશ્રી : ભાવનો કશો સવાલ નથી. અજ્ઞાનનો સંયોગ નથી ભેગો થતો. બીજા સંયોગો ભેગા થાય છે. પેલો દારૂ પીધોને ? અજ્ઞાનતા એ જ અહંકાર જ છે.
પ્રશ્નકર્તા: આત્મા તો મૂળ પ્રકાશ છે, અનંત શક્તિવાળો છે, તો એને આ અહંકાર ક્યાંથી આવી જાય છે ?
દાદાશ્રી : એને ક્યાં આવી જાય છે ? અજ્ઞાનતા એ જ અહંકાર છે.
પ્રશ્નકર્તા : આવરણ આવે તોય વાંધો શું છે ? એ પોતે તો જાણે જ છેને કે હું પ્રકાશ છું.
દાદાશ્રી : એમાં દહાડો વળે નહીંને, અહંકારને શો લાભ ?
પ્રશ્નકર્તા : આત્માની અનૂભુતિ તમને થઈ, આત્માનું જ્ઞાન થયું. હવે બીજાને તમે આત્માનું જ્ઞાન આપો છો. કારણ કે દાદા પોતે આત્મજ્ઞાની છે ને ! બીજાને આત્મા અજ્ઞાની જાણીને આપો કે જ્ઞાની જાણીને આપો ?
દાદાશ્રી : અજ્ઞાની જાણીને. પ્રશ્નકર્તા: આત્મા તો વ્યાપક છે, એકરૂપ છે.
દાદાશ્રી : ના, એ આત્માને અમે જોઈએ ખરાં ને અજ્ઞાનીને ય જોઈએ. બન્નેને જુદાં જોઈએ. જેને ક્રોધ-માન-માયા-લોભ બળતરા છે એ અજ્ઞાની અને બળતરાં નથી, એનું નામ જ્ઞાની.
પ્રશ્નકર્તા : એટલે કે આ અજ્ઞાનના જ્ઞાનને પણ જાગૃતિ જાણે છે, એટલે એ બન્નેનો દ્રષ્ટા બને છે જ્ઞાની, અજ્ઞાનના જ્ઞાનનો અને જ્ઞાનના જ્ઞાનનો?
દાદાશ્રી : બન્નેનો. જ્ઞાની બન્નેને જાણે. સ્વ-પર પ્રકાશક, સ્વ એટલે જ્ઞાનને જાણે અને પર એટલે અજ્ઞાનને જાણે, સ્વ-પર પ્રકાશક પોતે છે. એટલે એમાં કશું ખામી નથી રહેતી. અને અજ્ઞાની પરને એકલાને જ પ્રકાશ કરે, એ સ્વને પ્રકાશ ના કરે.
જ્ઞાત હોય સહજ, વિચારેલું નહિ ! વિચારવાથી, જે જે કંઈ વિચારીને કર્મ કરવામાં આવે એ બધું અજ્ઞાન ઊભું થાય અને નિર્વિચારથી જ્ઞાન થાય. એ સહજ હોય ! વિચારેલું એ જ્ઞાન ગણાય નહીં. વિચાર એટલે એ બધું મડદાલ જ્ઞાન કહેવાય અને આ સહજ એ વિજ્ઞાન કહેવાય. એ ચેતન હોય, કાર્યકારી હોય. અને પેલું વિચારેલું બધું અજ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય નહીં અને ક્રિયાકારી ના હોય, પરિણામ ના પામે. પછી કહે કે હું જાણું છું પણ થતું નથી, હું જાણું