________________
જ્ઞાન - અજ્ઞાન
૧૯૫
દાદાશ્રી : ના, જે ઊંધો પાવર હતો તે છત્તો થઈ જાય. જે અજ્ઞાન પાવર હતો એટલે ઊંધું કરતો હતો, એના કરતાં છત્તો થઈ જાય. પ્રશ્નકર્તા : ઊંધો પાવર કોને હોય છે ?
દાદાશ્રી : એ અહંકારને. આ અજ્ઞાની માણસ હોયને, તે બધું હોય તેને ઊંધું જ કરી આવે. અને અમે જ્ઞાન આપીએને, ત્યારે પછી કો’કે ઊંધું કર્યું હોય તેય છતું કરી આવે. કારણ કે એની સમજણ છત્તી થઈ ગઈ. અહંકાર કઈ રીતે ઓગાળવો ?
પ્રશ્નકર્તા ઃ આત્મા સ્વભાવે કેવળજ્ઞાન સ્વરૂપે હોવા છતાં, વર્તમાનમાં અજ્ઞાની સ્વરૂપે કેમ વર્તે છે ?
દાદાશ્રી : એ લોકસંજ્ઞાથી વર્તે છે. સુખ શેમાં છે એ જાણતો નહીં હોવાથી ભૌતિકમાં, બહારની વસ્તુમાં સુખ માન્યું. એટલે અજ્ઞાન ઊભું થયું અને આત્મામાં જ સુખ છે, બહાર ખોળે નહીં, ત્યારે જ્ઞાન ઊભું થાય. એટલે બહાર ખોળતો બંધ થઈ જાય. આ તો પોતાના સ્વભાવમાં પાર વગરનું સુખ છે અને આ બહાર તો કલ્પિત છે. આપણે કલ્પના કરીએને તો થાય, નહીં તો ના ય થાય.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન સ્વરૂપ હોવા છતાં એ ભૂલ ક્યાં કરી બેઠો
છે ?
દાદાશ્રી : ના, એ ભૂલ કરી નથી. એ કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. આ તો વિજ્ઞાનથી અહંકાર ઊભો થઈ ગયો છે. એ તો પોતે મહીં જ છે. મહીં પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. એ બગડે નહીં કે સુધરે નહીં. એમાં ફેરફાર ના થાય. જેમ આ સૂર્યની હાજરીથી આ લોકો કામ કરે એવી રીતે આ અંદર કામ ચાલી રહ્યું છે. આત્માની હાજરીથી આ બધું ચાલે છે. હવે એ તમારે અહંકાર બધો ઓગળી જાય, ખલાસ થઈ જાય એટલે પછી એ જ મુક્ત થાય પાછો.
પ્રશ્નકર્તા : અહંકાર ઓગાળવો કેવી રીતે ?
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : અહીં મારી પાસે આવો તો બે કલાકમાં ઓગાળી આપું. બધા બહુ જણને ઓગાળી આપ્યા.
અજ્ઞાતનો પ્રેન્ક કોણ ?
૧૯૬
પ્રશ્નકર્તા : અજ્ઞાનથી જગત ઊભું થયું તો અજ્ઞાનનું પ્રેરણાબળ કોણ છે ?
દાદાશ્રી : સંયોગો.
પ્રશ્નકર્તા ઃ અને જ્ઞાનનું પ્રેરણાબળ કોણ છે ?
દાદાશ્રી : જ્ઞાનનું કોઈ પ્રેરણાબળ છે જ નહીં આ જગતમાં. બધું સંયોગોથી થાય છે, સંયોગોથી અજ્ઞાન ઊભું થાય છે. સંયોગોથી જ્ઞાન થાય છે. ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ.
જગતનું અધિષ્ઠાત ! પ્રશ્નકર્તા : આ જગત અજ્ઞાનથી ઊભું થયું ?
દાદાશ્રી : હા, અજ્ઞાનથી. એય સ્વરૂપનું અજ્ઞાન ખાલી. જ્ઞાન વિશેષજ્ઞાન થાય છે, તેને જ અજ્ઞાન કહે છે.
પ્રશ્નકર્તા : આમાં ફોડ પૂછ્યો છે, કે અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજાવો.
દાદાશ્રી : આ બધું શેમાંથી ઊભું થયું છે ? એટલે વિભાવિક આત્મા, પ્રતિષ્ઠિત આત્મામાંથી ઊભું થયું છે ને એમાં પછી લય થાય છે ને એમાંથી પાછું ઉત્પન્ન થાય છે ને એમાં લય થાય છે. મૂળ આત્માને કશું લેવા-દેવા આમાં નથી. આત્માની ફક્ત વિભાવિક દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે. એટલે બિલિફ બદલાયેલી છે. બીજુ કશું બદલાયેલું નથી. જ્ઞાનેય બદલાયેલું નથી ને ચારિત્રયે બદલાયું નથી. આત્માનું ચારિત્ર એક ક્ષણવાર બદલાતું નથી. ત્યાં નર્કમાં જાય છે ત્યાંય આત્મા એના પોતાના ચારિત્રમાં