________________
જ્ઞાન - અજ્ઞાન
૧૯૧
દાદાશ્રી : હા, અજ્ઞાન ફીટે તો જ્ઞાન થાય. અંધારાની ગમે તેટલી સ્લાઈસ પાડીએ તો એય અજવાળાવાળી નીકળે ?! એ તો અંધારું જ નીકળે. લોકોએ આશાએ પાડ પાડ કરે છે સ્લાઈસીસ કે કંઈક અજવાળું નીકળશે. એટલે આનો મિનિંગ હોય જ નહીં એમાં. અજ્ઞાનતામાં જેટલી
તમે સ્લાઈસો પાડી, એમાં જ્ઞાન ના હોય.
અને જ્ઞાન હંમેશાં સુખ આપે, અજ્ઞાન દુઃખ આપે. આમ જ્ઞાનઅજ્ઞાન બે ભેગા છે ત્યાં સુધી સંસારી છે.
પ્રશ્નકર્તા : અજ્ઞાન ન જાય પણ છતાં જ્ઞાન થાય એવું બને ? દાદાશ્રી : એવું બને નહીં. અંધારું ખસે નહીં ને અજવાળું થાય નહીં, જ્ઞાન અજવાળું હોય.
પ્રશ્નકર્તા : અમસ્તો દાખલો આપું છું. અહીં બેઠાં છીએ. અહીં અજવાળું છે, આ સામે અંધારું રહ્યું. એટલે અંધારું હોઈ શકે, અજ્ઞાન હોઈ શકે. અજ્ઞાન ભલે રહે પણ જો જ્ઞાન થાય તો આ અજ્ઞાનની કોઈ ઈફેક્ટ ના રહે.
દાદાશ્રી : જ્ઞાન એનું નામ કહેવાય કે અંધારું ઊભું જ ના રહે. આ પ્રકાશ એવો હશે વખતે, આમ કેરી ધરીએને કેરીનો અહીં છાંયો પડે, પેલામાં છાંયો ના પડે. પેલો પ્રકાશ એવો છે કે, છાંયો ના પડે કોઈનો. એટલે આમાં તમે આકાર બતાવી શકો કે જો પેણે અંધારું રહ્યું છે. પેલામાં ના રહે એવું, એ તો પ્રકાશ એટલે પ્રકાશ.
જ્ઞાત લેનાર કોણ ?
પ્રશ્નકર્તા : તો પછી આ જે જ્ઞાન થાય છે, તે કોને થાય છે ? જડને તો થતું નથી !
દાદાશ્રી : જેને અજ્ઞાન છે, તેને થાય છે.
પ્રશ્નકર્તા : પણ અજ્ઞાનની સાથે ચૈતન્યતા છે.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : ના. અજ્ઞાન છે તેને. એ કહે, ‘હું’, અજ્ઞાની છું એટલે, ‘એને’, જ્ઞાની બનાવી દે !
૧૯૨
પ્રશ્નકર્તા : આ જ્ઞાન કોને લેવાનું હોય છે ?
દાદાશ્રી : જે ભૂલો પડ્યો હોય ને, તેને જ્ઞાન લેવાની જરૂર છે. કોણ ભૂલો પડ્યો છે તે ખોળી કાઢીએને તો જડી જાય આપણને. ભોગવે છે કોણ, એ ભૂલો પડેલો, ભોગવવાનું ગમતું નથી, એટલે ગુરુ ખોળે છે કે ‘ભઇ, રસ્તો બતાડને ! મારે સ્ટેશન જવું છે. મારે જ્યાં જવું છે, ત્યાં જવાનો રસ્તો જડતો નથી.’ જડ્યો કે ના જડ્યો તમને ? નથી જડ્યો ?
પ્રશ્નકર્તા : વાસ્તવિકતામાં અજ્ઞાનતા છે ખરી ?
દાદાશ્રી : વાસ્તવિકતામાં અજ્ઞાનતા હોય નહીં. રિયાલિટીમાં રિલેટીવ હોતું નથી. કેમ આમ પૂછવું પડ્યું ? વાસ્તવિક તો એનું નામ જ કહેવાય કે જ્યાં કશું જ ગોટાળિયું હોય નહીં કંઈ.
પ્રશ્નકર્તા : તો પછી આપણે આ જ્ઞાન આપી રહ્યા છીએ, તે કોને આપી રહ્યા છીએ ? શા માટે આપી રહ્યા છીએ ?
દાદાશ્રી : હા. આ જે જ્ઞાન આપી રહ્યા છે, ને તે જે ભૂલો પડ્યો છેને, તેને આપી રહ્યા છીએ. ભઇ, આમ નહીં, આમ ચાલ. એટલે સ્ટેશન પર જશે એટલે પ્રગટ થઇ જશે જ્ઞાન. વાસ્તવિકતામાં આવી જશે.
પ્રશ્નકર્તા : કોણ ભૂલો પડ્યો છે ?
દાદાશ્રી : એ જ, જે ભોગવે છે તે !
પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ કે સૌની અંદર આત્મા, પરમાત્મા છે. તો પછી એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે આ ભૂલો પડવાનું કશું હોય ?
દાદાશ્રી : નહીં. એને કોઇ જરૂર જ નથી. પણ એ કહે કે મને હવે કશી જ જરૂર નથી’ કાયમને માટે એવું બોલે, કાયમને માટે એવું હોય તો કશી જરૂર નથી. પણ એ તો પાછું બીજે દહાડે કહે છે, મને ચિંતા